શ્રાવણ-માસ નાં જયશ્રીકૃષ્ણ વૈષ્ણવો,
આ ડૉટ કૉમના જેટ યુગમાં, ઈશ્વર પણ આપણને કોમ્પ્યુટર – ઈન્ટરનેટ પર પ્રગટ થઈ દર્શન આપે છે … એવુ જ લાગે કે જાણે, વૃંદાવન આખું ડૉટ કૉમ જ છે …!! પણ મુંઝવણ એ છે કે, કાન્હાજીની આ વિશાળ વેબસાઇટમાં ક્યા ક્યા વિભાગ અને તેના નામ કેવી રીતે રાખવા? …આ પંક્તિ તો મને ખૂબ જ સ્પર્શી ગઈ…” વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને, ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?” …ગોપીગીતના વિરહ-અહેસાસથી આ નિર્જીવ ફ્લૉપી પણ આંસુઓથી ભીંજાય…! ..વાહ … કેવી ભાવ-વિભોર કલ્પના…!!! …અને જો આપણે જ આ વેબસાઈટનું સંચાલન કરવું હોય તો કેવી રીતે કરવું? ગીતાજી ડૉટ કૉમ ને ઉકેલતા તો પંડિતોને ખૂબ મહેનત પડી …
( જેમ મને આ ” સમન્વય ”માં html ઉકેલતા પડી.. 🙂 તો પણ થેન્કસ કાન્હાજી, કે આ વર્ડપ્રેસ સોફ્ટવેરને અને મારાં પ્રિય મિત્રોને મારી મદદે મોક્લ્યાં ..!! )
અંતે તો ભક્તિ રૂપી પાસવર્ડથી જ મનનાં સ્ક્રિન પર શ્યામનાં દર્શન કરી શકાય એ પણ કવિએ બખૂબી આલેખ્યું છે..!!
કવિ શ્રી કૃષ્ણ દવેની આ નવી ”ગુજલિશ” ભાષામાં આ સુંદર રચના મને તો ખૂબ જ ગમે છે, કાનજીની વેબસાઈટનાં તો ગુણગાન ગાઇએ એટલાં ઓછા..!!
આ આલબમ, ઉપહાર રૂપે મોક્લવા બદલ મિત્રો – કવિ શ્રી કૃષ્ણભાઈ દવે તથા શ્રી દિલીપભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર…!
આલ્બમ – ગુજરાતી.કોમ – શ્રી ચંદુ મટ્ટાની
નિવેદન – શ્રી અંકિત ત્રિવેદી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સંગીત -શ્રી આલાપ દેસાઈ
સ્વર – હેમાંગીનીબેન દેસાઈ, શ્રી આલાપ દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે, કયા કયા નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો, રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને, ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં, એવી એવી વાનગી કે, કોને છોડું ને કોને ચાખું ?
ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું ..!!
ગીતાજી ડૉટ કૉમ, એટલું ઉકેલવામાં, ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને, એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર.. નરસૈંયો થઈએ તો, ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું
એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના, સ્ક્રિન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં, ચીર પૂરી આપે ઘનશ્યામ ?
એ…. ઈન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!
ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!
ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!
ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!
***
3 Responses to Vansaladi.com
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments