તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!
અંતરમાં મુજ અડસઠ ધામો, શીદ ને શોધું બીજે વિસામો ?
સોના પર સુહાગા શ્રીજી, આપ મળ્યા સર્વોત્તમ…
આ ભવ તરવાને, પાર ઉતરવાને, બન્યા સહારા છો… હે નાથ .. શ્રીનાથ..!
તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!
ગોકુળ, દ્વારકા, ડાકોર, મથુરા.. રઝળું તોયે રહે ઓરતાં અધુરાં..
ઘટમાં વસ્યાં છે તીરથ તારા, રોમેરોમ વસનારા,
સેવા મેળવવા, શ્રધ્ધા કેળવવા, સહુનાં દાતા છો…હે નાથ .. શ્રીનાથ..!
તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!
વ્હાલો ચવુદે ભુવનનો સ્વામી, મારો શ્રીનાથ છે, અંતરયામી ,
ચરણ એના પડતા સહુનાં, અંતર દ્વાર ઉઘડતા.
રાગ દ્વેષ હરવાને, નિર્મળ કરવાને , શાંતિદાતા છો …હે નાથ .. શ્રીનાથ..!
તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!
હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..!
18 Responses to Tame sukh-data chho…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments