શ્રી નરસિંહ મહેતાની દ્રઢ કૃષ્ણ ભક્તિ તો અજોડ છે- અમર છે, એ આપણે સહુ જાણીએ છીએ.. મીરાબાઈ અને નરસિંહ મહેતાનાં રચેલા ભક્તિ પદો તો પાઠ્ય-પુસ્તકોમાં પણ આવી ગયા છે ..જ્યારે જ્યારે સંકટ આવ્યું ત્યારે આ સાચા ભક્તોને પ્રભુએ ઉગાર્યા છે, અને નરસિંહ મહેતાને પણ પોતાના પ્રભુમાં દ્રઢ વિશ્વાસ હતો કે, લેણદાર ને ( લોકોની નજરે ) જુઠું નામ આપી ને હુંડી લખી આપી કે, શામળશા શેઠ પાસે થી પૈસા મેળવી લેશો અને ખરે જ, પ્રભુ શામળશા શેઠનું રૂપ ધરી ને આવ્યા અને હુંડી સ્વીકારી ને લેણદાર ને તેની રકમ ચૂકવી… આવી હતી નરસૈયાની ભક્તિ …!!
મારી હુંડી સ્વીકારો મા’રાજ રે… શામળા ગિરધારી,
મારી હુંડી શામળિયા ને હાથ રે… શામળા ગિરધારી
રાણાજીએ રઢ કરી, વળી મીરાં કેરે કાજ, જેરનાં પ્યાલા મોકલ્યા રે,
વ્હાલો જેરના જારણ હાર રે .. શામળા ગિરધારી …
સ્તંભ થકી પ્રભુ પ્રગટ્યા, વળી ધર્યું નરસિંહ રૂપ રે, પ્રહલાદ ને ઉગાર્યો રે,
હે વ્હાલે માર્યો હરણ્યાકંસ ભૂપ રે… શામળા ગિરધારી …
રહેવા નથી જુપડું, વળી જમવા નથી જુવાર, બેટા-બેટી વળાવિયા રે,
હે મેં તો વળાવી ઘર કેરી નાર રે… શામળા ગિરધારી …
ઘર થ્યું મ્હારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર, સાચું નાણું મારે શામળો રે,
હે મારે દોલતમાં ઝાંજ પખવાજ રે… શામળા ગિરધારી …
નથી બ્રાહ્મણ, નથી વાણીયો, નથી ચારણ, નથી ભાટ,
લોક કરે છે ઠેકડી રે, નથી શામળશા શેઠ એવું નામ રે..
મારી હુંડી સ્વીકારો મા’રાજ રે… શામળા ગિરધારી,
મારી હુંડી શામળિયા ને હાથ રે… શામળા ગિરધારી
ભજો રાધે ગોવિંદ… ભજો રાધે ગોવિંદ…
ભજો રાધે ગોવિંદ… ભજો રાધે ગોવિંદ…
16 Responses to Mari hundi swikaro…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments