Home Blue

Mari hundi swikaro…

01

શ્રી નરસિંહ મહેતાની દ્રઢ કૃષ્ણ ભક્તિ તો અજોડ છે- અમર છે, એ આપણે સહુ જાણીએ છીએ.. મીરાબાઈ અને નરસિંહ મહેતાનાં રચેલા ભક્તિ પદો તો પાઠ્ય-પુસ્તકોમાં પણ આવી ગયા છે ..જ્યારે જ્યારે સંકટ આવ્યું ત્યારે આ સાચા ભક્તોને પ્રભુએ ઉગાર્યા છે, અને નરસિંહ મહેતાને પણ પોતાના પ્રભુમાં દ્રઢ વિશ્વાસ હતો કે,  લેણદાર ને ( લોકોની નજરે ) જુઠું નામ આપી ને હુંડી લખી આપી કે,  શામળશા શેઠ પાસે થી પૈસા મેળવી લેશો અને ખરે જ, પ્રભુ શામળશા શેઠનું રૂપ ધરી ને આવ્યા અને હુંડી સ્વીકારી ને લેણદાર ને તેની રકમ ચૂકવી… આવી હતી નરસૈયાની ભક્તિ …!!  

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારી હુંડી સ્વીકારો મા’રાજ રે… શામળા ગિરધારી,

મારી હુંડી શામળિયા ને હાથ રે… શામળા ગિરધારી

રાણાજીએ રઢ કરી, વળી મીરાં કેરે કાજ,  જેરનાં પ્યાલા મોકલ્યા રે,

વ્હાલો જેરના જારણ હાર રે .. શામળા ગિરધારી …

સ્તંભ થકી પ્રભુ પ્રગટ્યા, વળી ધર્યું નરસિંહ  રૂપ રે, પ્રહલાદ ને ઉગાર્યો રે,

હે વ્હાલે માર્યો હરણ્યાકંસ ભૂપ રે… શામળા ગિરધારી … 

રહેવા નથી  જુપડું, વળી  જમવા નથી જુવાર, બેટા-બેટી વળાવિયા રે,  

હે મેં તો વળાવી ઘર કેરી નાર રે… શામળા ગિરધારી …

ઘર  થ્યું મ્હારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર, સાચું નાણું મારે શામળો રે,

હે મારે દોલતમાં ઝાંજ  પખવાજ  રે… શામળા ગિરધારી …

નથી બ્રાહ્મણ, નથી વાણીયો, નથી ચારણ, નથી ભાટ,

લોક કરે છે ઠેકડી રે,  નથી શામળશા શેઠ એવું નામ રે..

મારી હુંડી સ્વીકારો મા’રાજ રે… શામળા ગિરધારી,

મારી હુંડી શામળિયા ને હાથ રે… શામળા ગિરધારી

ભજો રાધે ગોવિંદ… ભજો રાધે ગોવિંદ… 

ભજો રાધે ગોવિંદ… ભજો રાધે ગોવિંદ… 

This entry was posted in Bhajan - ભજન. Bookmark the permalink.

bottom musical line

16 Responses to Mari hundi swikaro…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. બહુ સુંદર નરસિંહ મહેતાનું ભજન ખૂબ ગમ્યું.

  2. Nice…Very nice Bhakti Rachana of Narsih Mehta. Enjoyed !
    Thanks for your Visit to Chandrapukar !
    http://www.chandrapukar.wordpress.com

  3. pragnaju says:

    નરસૈંયો:ગુજરાતનો લાડકો ને માનીતો !
    પાંચ અગત્યના જીવન પ્રસંગો :હાર,
    હુંડી,મામેરું,બાપનું શ્રાદ્ધ અને શામળશાનો
    વિવાહ.દરેક યાદગાર !એનાં પ્રભાતિયાં
    તેમા આ પંક્તીઓ માણતા આમ્ખ ભીની થઈ
    રેહવાને નથી ઝુંપડી, વળી ખાવા નથી જુવાર,
    બેટો-બેટી વળાવીયા રે
    મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી
    ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમ નો હાર,
    સાચું નાણું મારે શામળો રે
    મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી
    ભક્તીભાવભર્યા સ્વરમા મધુર ગાયકી

  4. Ketan Shah says:

    સુંદર ભજન

    નરસિંહ મહેતાનુ અમર ભજન

  5. જયકિશન બથીયા says:

    ખુબ સરસ ……. આજ રીતે જળ કમળ છાન્ડી જા ને બાળા નર્સિહ મેહ્તા નુ ખુબ સરસ ભજન છે…. અનુકુળતાએ તે પણ મુકશોજી.

  6. Deepak D Bhatt says:

    ખુબજ સરસ ભજન, મારુ મનગમતુ
    ફરિ આવુ કાઇક મોક્લતા રહેસો.

    આભાર્,
    દિપક ભટ્ટ્

  7. mrunalini says:

    હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
    રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

    હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ
    મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;
    શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

    ઈશ્વરની અસીમ શક્તિમાં તમને વિશ્વાસ છે કે નહિ એ મુદ્દો ખાસ મહત્વનો છે.
    જો એવી શક્તિમાં તમને વિશ્વાસ હશે, તો તમારું કામ સરળ થઈ રહેશે.
    આધ્યાત્મિક જીવનમાં સંતોને આવા અનુભવ થાય છે

  8. Praful Ghiya says:

    Very good Narsih Maheta’s bhajan. very happy to listenin – congrats.

  9. vikas chavda says:

    Bhau sundar chetana ben. One of the gr8 bakti kavi of thakorji..
    Narsia jevi bhakti karo ane pachi jovo jeevan kevu sundar lage che.
    I also like the one—“JAL KAMAL CHANDI JANA BALA ”

    Jsk
    Vikas

  10. sheela punjabi says:

    SARAV VASHANAV NE JAI SHRI KRISHNA. SWEET BHAJAN NARSIH MAHETA`S. THANKS.

  11. Shashi Jethi says:

    નર્સિન્હ મેહ્ત નુ આ ભજન જ્યરે મે સાંભળ્યું ત્યારે મારી આન્ખ મા આન્સુ આવિ ગયા, ઇશ્વર મા આટલી શ્રદ્ધા અને વિશ્વાસ અદના ઇન્સાન મા હોય તો ઇશ્વર ચોક્કસ એની સથે હોય ……બહુજ સુન્દર ભજન્…..

  12. anuj says:

    બહુ સરસ્..

  13. આને ગાવાની લઢણ બહુ ગમી. હવે આ પ્રકારે કોણ ગાતું હશે. આપણો વિસરાતો જતો વારસો આમ સચવાતો જોઈ ખૂબ આનંદ થાય છે.

  14. jjugalkishor says:

    આજે સ્પીકરો ગોઠવાયાં ને પુરુષોત્તમમાસને પ્રથમ ચરણે જ એનો ઉપયોગ થતાં મધુરાષ્ટક વગેરે સાથે નરસિંહ મહેતાને ભરપુર અનુભવ્યો !

    નેટજગત પર તમારું ને ટહુકાનું પ્રદાન ચિરસ્મરણીય રહેશે.

    ધન્ય.

  15. arun says:

    જયશ્રી કૃષ્ણ ચેતનાબેન,
    મારે હુંડી મોટા દિવસો માં સાંભળવા મળ્યું ધન્ય થિયે ગયે
    ખુબ ખુબ અભાર