ફિલ્મ : લાખોફુલાણી
સ્વર : શ્રી પ્રફુલ્લભાઈ દવે – સુમનકલ્યાણપુર.
હાં…મણિયારો તે મણિયારો તે
હલુ હલુ થઈ રે વિયો રે,
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો, વરગાણી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… !
હાં…મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે
છેલ મુઝો, વરગાણી મણિયારો…. !
હાં…મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે
હેલ મુઝો, હાલારી મણિયારો… !
હાં…મણિયારો તે અષાઢી મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે
હેલ મુઝો, હાલારી મણિયારો… !
હાં…અણિયાળી રે ગોરી તારી આંખડી રે
હાં રે આંજેલ એમાં મેશ રે
હેલ મુઝો, વરણાગી મણિયારો
હેલ મુઝો, હાલારી મણિયારો… !
હાં…મણિયારો તે અડાબીડ આંબલો ને
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે
છેલ મુઝો, હાલારી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… !
હાં…પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે
છેલ મુઝો, વરણાગી મણિયારો…!
છેલ મુઝો, હાલારી મણિયારો…!
***
4 Responses to Maniyaaro te halu halu…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments