Home Green

Maniyaaro te halu halu…

images

ફિલ્મ : લાખોફુલાણી

સ્વર : શ્રી પ્રફુલ્લભાઈ દવે  – સુમનકલ્યાણપુર.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હાં…મણિયારો તે મણિયારો તે
હલુ હલુ થઈ રે વિયો રે,

મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો, વરગાણી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… !

હાં…મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે
છેલ મુઝો, વરગાણી મણિયારો…. !

હાં…મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે
હેલ મુઝો, હાલારી મણિયારો… !

હાં…મણિયારો  તે અષાઢી મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે
હેલ મુઝો, હાલારી મણિયારો… !

હાં…અણિયાળી રે ગોરી તારી આંખડી રે
હાં રે આંજેલ એમાં મેશ રે
હેલ મુઝો, વરણાગી મણિયારો
હેલ મુઝો, હાલારી મણિયારો… !

હાં…મણિયારો તે અડાબીડ આંબલો ને
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે
છેલ મુઝો, હાલારી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… !

હાં…પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે
છેલ મુઝો, વરણાગી મણિયારો…!
છેલ મુઝો, હાલારી મણિયારો…!

***

This entry was posted in Garbaa, Gujarati. Bookmark the permalink.

bottom musical line

4 Responses to Maniyaaro te halu halu…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Neela says:

    મઝા આવી ગઈ.

  2. harshad says:

    મઝા આવી ગઈ.

  3. arun bhutaiya says:

    ધન્યવાદ !