શબ્દ રચના: જીતેન્દ્ર પારેખ
સ્વર નિયોજન : નિખિલ જોષી
સ્વર: પાર્થિવ ગોહિલ – દિપાલી ભટ્ટ
મ્યુઝીક આલ્બમ : ‘મોરપિચ્છ -૧’
સંપર્ક : joshinikhil2007@gmail.com
[www.nikhiljoshi2007.blogspot.com]
આજે પ્રસ્તુત છે, જીવનને મંગલમય બનાવી દેતા, મંગલ સ્વરરૂપ શ્રીજીબાવાની મંગલમય સ્તુતિ…!!
સિતાર, બંસરી, મંજીરા ..વિગેરે દ્વારા શ્રી નિખીલભાઈનું મંગલ સંગીત … શ્રી પાર્થિવ ગોહિલ-દિપાલી ભટ્ટ-સાથીઓનો મંગલ સ્વર… શ્રી જીતેન્દ્ર પારેખનાં મંગલ શબ્દોનાં સમન્વયની આ મંગલ સરગમ .. સાંભળતા જ મનને મંગલ સ્વરૂપ શ્રીજીમય બનાવી દે છે…!..
થોડા સમય પહેલા, શ્રી નિખીલભાઈનાં સુંદર સ્વરાંકન દ્વારા રીલીઝ થયેલ, એમના આલ્બમ મોરપિચ્છ માં સંગ્રહિત, આ સ્તુતિ મોકલવા બદલ, સમન્વય એમનું આભારી છે…
મંગલ જોઈ મુખડું તારું, રૂદિયે થાતું મંગલ મંગલ
કરશું રૂડાં કામ તમારા, જીવન થાશે મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી..
રૂદિયે રોપી શણગાર તમારો, ત્યજશું જીવનના શણગાર
ગાઈ મંગળા જગાડીએ રે, જગન્નાથ હે પાલનહાર
તમેય જાગી કરો પ્રભાતે, આ સૃષ્ટિને મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી..
સ્વરૂપ નિહાળી તુજ મંગળાનું, ભૂલ્યા અમે તો જો આ ભાન
મનડું મારું મોહ્યું છે તે, કામણગારા વ્હાલા કાન
ભવસાગર આ તારી દેજો, દર્શન દેજો મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી…
.
16 Responses to Mangal joi…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments