માડી તારું કંકુ ખર્યું ને
સ્વર – આશાજી
શબ્દ-સંગીત – અવિનાશ વ્યાસ
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો
માડી તારું કંકુ મંદિર સર્જાયુ, ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો, દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
માવડીની કોટમાં તારાના મોતી,જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો ..!
માવડીના રથના ઘૂઘરા બોલ્યા, અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યાં,
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …!
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો..!!
***
6 Responses to Madi taru kanku…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments