મારી જીવન સરિતામાં શ્રી હરિની કૃપા,વડીલોનાં આશીર્વાદ તથા એ દરેક સ્નેહીજનોની લાગણીનો સમન્વય થયેલો છે, જેમના કારણે એજ બધાં લાગણીભીનાં સ્પંદનોને હું "સમન્વય" પર દર્શાવી શકી..! "શ્રીજી"ની કૃપાથી આ સ્પંદનોની "સૂર-સરગમ" બની અને એજ મને એક "અનોખું બંધન" આપી ગઈ..!. એ તમામ સ્નેહીજનો તથા આપ સહુ ને ખરા અંતઃકરણપૂર્વક ભાવ ભીની સ્નેહાંજલી અર્પણ કરું છું..! સમન્વયનાં માધ્યમથી આપ પણ આ લાગણીભીની લહેરોનાં સ્પર્શથી ભીંજાઈને શ્રી હરિનો અનેરો સાક્ષાત્કાર કરી શક્શો..!!
પાસ હો કે દુર દેશે,મારા હ્રદય માં પળ પળ વાર..
યાદ નિત્ય નિરંતર નયનો માં મન થી કરું હું અનેક વિચાર !
મુખ નિરખવા મનડું તલસે, કરું શું? સુઝે ના કોઇ ઉપાય..
મુજને તો કોઇ માર્ગ ના સુઝે કેમ કરી મીઠી નજર પામું?
અનંત અંતર આડું આવે,પહોંચાશે..? ત્યાં નવ પહોંચાય !
વિતેલાં મીઠાં દિવસો નાં સ્મરણો કરી યાદ આંખે અશ્રુ ભરું.. કદી ના ભુલજે તારી બહેની, સ્મરજે તું શુભ દિને આજ !
સુખે દુઃખે સદા રક્ષજે મારે તારી એક જ આશ … વાંછી દીર્ઘાયુષ્ય આષિશ અંતર નાં અર્પુ મંગલ દિને..
મારાં વીર તું યુગ યુગ જીવે, ન માંગુ અન્ય આજ ઇશ્વર પાસ !! * …હ્રદયનાં ઉંડાણ માં થી કુદરતી પ્રગટ થયેલી કોઇ પણ લાગણી હંમેશા પવિત્ર જ હોય છે..!..પ્રેમ ની કોઇ વ્યાખ્યા નથી. ચાહે લોહી નો સંબંધ હોય કે ધર્મ નાં ભાઈબહેન ..! બન્ને સંબંધ માં રહેલી લાગણી નું સ્તર તો સમાન જ હોય છે..! હ્રદય નો શુદ્ધ ભાવ હોય છે..! નિઃસ્વાર્થ-નિર્લેપ લાગણી ભરી નિખાલસતા હોય છે આ બન્ને પ્રકાર નાં સંબંધો માં..! સુમન માં જેવું સ્થાન સૌરભ નું છે..સરિતા માં જેવું સ્થાન મીઠાં ઝરણાં નું છે..વિદ્યા માં જેવું સ્થાન વિનય નું છે..રાગ માં જેવું સ્થાન મીઠાં શબ્દો નું છે,એવું જ સ્થાન ભાઇ નુ બહેન ના દિલ માં અને બહેન નું ભાઇ નાં દિલ માં હોય છે..! આજ નાં પવિત્ર દિવસે ભાઇ બહેન એક બીજા થી દૂર હોવા છતાં પણ એક બીજા ની યાદ નાં સૂર માં સાન્નિંધ્ય અનુભવે છે..! મોં ભરી ને શબ્દો કે મુઠ્ઠી ભરી રત્નો .. એ હૈયું ભરી મોક્લેલી લાગણી ને ક્યાં પહોંચી શકવાનાં હતાં? બન્ને એકબીજાં ને માટે એ જ શુભેચ્છા કરે છે કે જીવન માં સુખ નું સંગીત રેલાતું રહે..! ખરેખર ભાઇ બહેન નો પ્રેમ અમર છે..!
a small n sweet poem on raksha bandhan and then a small para describing the relations of bro-sis in very good n charmign words, tamara naam ni jem j “chetna” sabhar
આજ બ્રાહ્મણો બદલાવશે પવિત્ર જનોઈ, ને આપશે યજમાનોને અમર આશીર્વાદ;
ખારવા નાળિયેર અર્પણ કરી દરિયાદેવને, કરશે વિનંતિ લાજ રાખજો જીવનભર;
કોઈ કહે છે રક્ષાબંધન,કોઈ કહે બળેવ, આજ ઘણાં ઉજવશે કહી નાળિયેરી પૂર્ણિમા;
Raksha Bandhan as the name suggests, signifies a bond of protection that is derived from raksha meaning protection and bandhan meaning bound. On this day of Shravan Purnima (full moon day of shravan month), sisters tie Rakhi, a sacred amulet made up of silky threads matted together in an appealing style and festooned with beads on their brothers’ wrist. It is a way of praying for their brothers’ good health, wealth, happiness and success. The brothers, likewise, promise to protect their sisters from danger or evil and also give them a token gift. This practice fortifies their protective bond against all ills and odds. Now-a-days…trend is changing…and brothers and sisters exchange rakhi gifts between each other.
If you can not read Gujarati fonts, please set browser
settings View -> Encoding to Unicode { UTF- 8 }...
Sound
For best sound effect :-
Head phone or Ear phone
Please click to play, wait until the page loads to view
the video and listen to the audio.
Disclaimer
અહીં મુકવામાં આવેલ ભજન પુષ્ટિમાર્ગ દ્વારા શ્રીઠાકોરજીની ભક્તિ દર્શાવવા માટે જ છે અને ગીત ફક્ત મનોરંજન માટે જ છે, જે ડાઉનલોડ થઇ શકે તેમ નથી, આ ભજન-ગીત તેમજ સાહિત્યનાં તમામ હક્કો જે તે રચયિતાનાં પોતાનાં છે. તેમ છતાં કોઇ પણ કૉપી રાઇટ્સનો ભંગ થતો હોય તો મારો સંપર્ક કરવા વિનંતી.
Samnvay.net consists of a collaboration Of Indian religion, Music & Gujarati literature, The site has been developed to share and appreciate this beauty and the site is in no way produced for any commercial motive.
please note that under no circumstance can the material on the site be reproduced or downloaded-should any visitor wish to purchase the original soundtracks or literature please be sure to purchase the originals from an authorised source without any copyright violation. Should any material on the site cause any violation of copyright please do inform me so that the material can be removed immediately. Please be assured that there is no intention to breach copyrights whatsoever.
Email - chetu@samnvay.net
15 Responses to Happy RakshaBandhan…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments