બડે અચ્છે લગતે હૈ .. યે ધરતી … યે નદિયા… યે રૈના .. ઔર તુમ ..!
ધીરે ધીરે.. હૌલે હૌલે.. ચુપકે સે અબ હોગા .. કહેતે હૈ યે પ્યાર જિસે હમ ના જાને કબ હોગા..?
બડે અચ્છે લગતે હૈ .. યે મૌસમ.. યે બાતે.. યે ઉલ્જન..ઔર તુમ …!
કુછ જાના.. કુછ અન્જાનાસા.. મુજકો તો વો લાગે .. સારી રેઈના સપના બન કર વો આંખોમે જાગે..!!
બડે અચ્છે લગતે હૈ .. યે તારે.. નઝારે.. યે ચંદા.. ઔર તુમ …!!
…આ ગીત ના શબ્દોમાં નાયક-નાયિકા વચ્ચેના નિર્મળ સ્નેહની સંવેદનાઓને શ્રેયાએ મધુર સ્વરમાં વહાવી છે, આ સંવેદનાઓને અનુરૂપ જલતરંગ, ઝાઈલોફોન, અને સિતાર-તબલા સહ હળવા સંગીતની સરગમ સાથે જ સુંદર શબ્દો અને શ્રેયાના સ્વરનું માધુર્ય કૈક અલૌકિક અનુભૂતિમાં તરબોળ કરી દે છે … મૂળ ગીત ફિલ્મ ”બાલિકાબધુ” નું છે, જેના શબ્દો બદલીને સોની ચેનલ પર આવતી ટી.વી. સીરીયલ ”બડે અચ્છે લગતે હૈ” નું ટાઈટલ ગીત બનાવેલ છે.. જેમાં નાયક-નાયિકા પ્રૌઢાવસ્થા તરફ ગતિ કરી રહ્યા હોય છે ત્યારે અચાનક જ એમના હૈયામાં ઉદભવી રહેલી સંવેદનાઓ આ ગીતનાં શબ્દોમાં વહેતી હોય એવું લાગે છે ..
આમ તો જો કે આ પાવન સંવેદનાઓને ઉંમર જોડે ક્યાં કંઈ લેવાદેવા ? એ તો માનવીનાં હૈયામાં ઉદ્ભવતી જ રહેતી હોય છે … ! ઈશ્વરની જ સર્જેલી માનવ હૈયાની પવિત્ર – નિ:સ્વાર્થ – નિર્મળ લાગણીઓનાં ક્યાં કોઈ માપ તોલ હોય છે ? અને ઈશ્વરદત્ત જ જન્મ-મરણનાં અનેક ફેરામાંથી ક્યા જન્મનું કયું ઋણાનુબંધ, કોઈ હૈયાઓને, કઈ ઘડીએ એકબીજા તરફ ખેંચે એ કોને ખબર છે ..? પછી ભલે સામે બાળક, યુવાન, પ્રૌઢ કે વૃદ્ધ વ્યક્તિ હોય ..! ઋણાનુબંધને ઉંમરની કે જન્મોની અસર થતી નથી .. એ તો ગયા કોઇ પણ જન્મનું, આવનારા કોઇ પણ જન્મમાં સહજ રીતે બંધાઈ જાય છે ..જે અલૌકિક-અનોખું હોય છે…! અને આવું જ અલૌકિક બંધન આ ગીતના શબ્દોમાં અને ખાસ કરીને આ પંક્તિમાં પણ વર્તાય છે ..
” કુછ જાના કુછ અન્જાનાસા મુજકો તો વો લાગે ” …!!!
***
અત્યંત સુંદર રજુઆતને લીધે ગીત સાંભળવાની ઓર મજા આવી
Thanks to All of You !!