Home Green

Madi taru kanku…

Hindu Goddess  Durga Maa

માડી તારું કંકુ ખર્યું ને

સ્વર – આશાજી

શબ્દ-સંગીત    – અવિનાશ વ્યાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો

 માડી તારું કંકુ મંદિર સર્જાયુ, ને ઘંટારવ ગાજ્યો,

નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો, દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો

માવડીની કોટમાં તારાના મોતી,જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,

છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો ..!

માવડીના રથના ઘૂઘરા બોલ્યા, અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યાં,

ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …!

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો..!!

***

This entry was posted in Garbaa, Gujarati, Mix, other. Bookmark the permalink.

bottom musical line

6 Responses to Madi taru kanku…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. vishwadeep says:

    માડી તારું કંકુ ખર્યુ ને…મારું પ્રિય ગીત..સાઈટ પર મુકવા બદલ આભાર

  2. જગમાથે જાણે પ્રભુતા એ પગ મૂક્યો…..!
    કેવી સુંદર અભિવ્યક્તિ છે….
    મજા આવી ગઈ….

  3. Dear Chetu,

    Vibhaben and Rasbhai will be back in Amadavad but the Bhajan brings to our Heart – Home during our Navaratri.
    Keep up the good work and Best for Sur – Sargam.

  4. neetakotecha says:

    સવાર નાં ઉઠીને આવા ગરબા… સાંભળવા મલે ખુબ આંનદ મલે છે..
    આભાર ચેતના બેન

  5. Neela says:

    આ ગીત શ્રી અવિનાશ વ્યાસે લખ્યું છે અને આશા ભોસલેએ ગાયું છે.

  6. shailesh says:

    સવાર માં આવા શબ્દ અને ધૂન સાંભળવા મળે તો ચા ની જરૂર ના પડે