home-purple

સાંવરિયો રે…

indian_poster_QP40_l

*

સ્વર – સોનાલી વાજપાઇ

શબ્દો – સ્વ. રમેશ પારેખ

આલ્બમ – તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)

*

સાંવરિયાને જન્મદિને આ ગીત અર્પણ…!!

સ્વર – આરતી મુન્શી

આલ્બમ – હસ્તાક્ષર (શ્યામલ-સૌમિલ)

સ્વર – સાધના સરગમ

સાંવરિયો રે મારો સાંવરિયો

હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો !

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં

એવી લથપથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું

ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણું

જાણું રે એણે ખાલી ઘડામાં ટહુકો કરીયો

ખોબો માંગુ ને દઈ દે દરિયો !

કોઈ પૂછે કે ઘર તારું કેવડું

મારા વાલમજી બાથ ભરે એવડું

આંખ ફડકે ઉજાગરાથી રાતી

ઝીણા ધબકારે ફાટ ફાટ થાતી

છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો

ખોબો માંગુ ને દઈ દે દરિયો !

સાંવરિયો રે મારો સાંવરિયો

હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો !

***

This entry was posted in અન્ય રચના, ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

24 Responses to સાંવરિયો રે…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Samir Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Ketan Shah says:

    સુંદર શબ્દો .. My Fav

  2. manav says:

    આભાર મને સુધારવામાં મદદ થઇ

  3. sejal says:

    એકદમ જીજાજી ને અનુરૂપ. ગીત છે.

  4. Khyati says:

    જીજુ ને ખુબ ખુબ ખુબ ઢગલો વધાઈ ઓ …. મારા બદલે જરા વધુ પ્રેમ થી શુભેચ્છાઓ આપી દેજો….અને કેક પણ ખાઈ લેજો …

  5. સાંવરિયો રે મારો સાંવરિયો

    હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો !

  6. Ullas Oza says:

    સાંવરીયાને જન્મદિને સુંદર ભેટ.
    ઘર કેવડુ . . . દરિયા દિલ. . . અત્તરનો પમરાટ. . . .અભિનંદન.

  7. arun says:

    તમારા સાવંરિયા ને બહુજ વધામણી, તમારા જેવી રાધા માટે ! બહુજ ઉપય્કુત ગીત તમારા સાવંરિયા માટે!

  8. જયકિશન બથીયા says:

    ખૂબજ સરસ

  9. nisha patel says:

    ઘણું સરસ ગીત છે, મારું મનપસંદ ગીત છે
    , ઘણી આબર, ગીત અહીં મુકવા માટે
    નિશા patel

  10. Dipti says:

    સુંદર !!

  11. વાહ ચેતનાબેન….
    સાંવરીયાને જન્મદિવસની વધામણી માટે આથી વિશેષ કોઇ ગીત ન હોઇ શકે…..
    અમારા તરફથી પણ જન્મદિનની અઢળક શુભકામનાઓ..રાજકોટથી હો..!

  12. pragnaju says:

    સ રસ ગીત
    આ ગીત રાજકોટમા ગવાયું ત્યારે રપા પણ માણવા બેઠા હતા અને આ ગીતના ઊંડાણ વિષે તુષારે રસદર્શન કરાવ્યું ત્યારે રપા પોતે પણ વિભોર થયા હતા
    જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
    એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
    આ સેન્ટની વાત નથી અને ટીપુને બદલે આખી બાટલી ઢોળવાની વાત!!
    અને
    મને પૂછો કે ઘર મારું કેવડું
    મારા વાલમજી બાથ ભરે એવડું

    ગાવા કરતા અનુભવવાની વાત્
    જન્મદિનની અઢળક શુભકામનાઓ

    • chetu says:

      ખરી વાત છે પ્રજ્ઞાબેન , રાજકોટનું ગૌરવ સ્વ. ર. પા.ની દરેક રચનાઓમાં અર્થપૂર્ણ ઊંડાણ હોય છે..!! શુભેચ્છાઓ બદલ ખુબ આભાર ..!

  13. mahesh says:

    અભિનંદન ! ખુબજ સુંદર રચના

  14. Mina Trivedi says:

    ખુબજ સુંદર જનમદિન વધાઈ

  15. સાંવરિયો રે મારો સાંવરિયો

    હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો !

    જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં

    એવી લથપથ ભીંજાણી હું વ્હાલમાં

    મારા વાલમનું નામ મારું નાણું

    ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણું

    બેન સાવરિયા માટે ઉત્તમ ભાવ દર્શાવતું ગીત !

    અભિનંદન !

    હ્ત્ત્પ://દસ.દેસીસ.net

  16. સાંવરિયો રે મારો સાંવરિયો

    હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો !

    જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં

    એવી લથપથ ભીંજાણી હું વ્હાલમાં

    મારા વાલમનું નામ મારું નાણું

    ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણું

    બેન સાવરિયા માટે ઉત્તમ ભાવ દર્શાવતું ગીત !

    અભિનંદન !

    http://das.desais.net

  17. chetu says:

    Thanks to all of You ..!!!

  18. Samir Shah says:

    ક્યારે ક્યાંક પણ આ ગીત સાંભળું એટલે ભાવવિભોર થઇ જવાય છે .
    ખાસ સોનાલી વાજપાયી જી નાં અવાજ માં ગવાયેલા ગીત ખુબ જ કર્ણપ્રિય લાગે છે .
    ખુબ ખુબ આભાર .

    વળી એવો વિચાર આવે છે કે જે સાવરિયા ને આ ગીત ની ભેંટ મળી છે તે બદલા માં શું આપી શકશે? કારણ કે આ ગીત ની સરખામણી કરી શકે તેવું કોઈ ગીત પોતા ની પ્રિયતમ માટે તે ક્યાં થી ગોતશે?
    સમીર શાહ

    • samnvay says:

      આપના સુંદર પ્રતિભાવ બદલ ખૂબ આભાર સમીરભાઈ .. અને હા .. આ ગીત ની સરખામણી કરતુ ગીત નહિ પરંતુ એ તો ખુદ ગઝલ બની ગયા છે ..! ઉપર લખ્યું છે ને હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો .. એમ.. હું તો ગીત માંગું ને બની જાય એ ગઝલ .. 🙂