home-purple

લો કરું કોશિષ…

2332458252_a343f9b220

*

મિત્રો, ગુજરાત સમાચાર અને શ્રીઅંકિત ત્રિવેદી, શ્રીવિક્રમ પટેલ, તથા શ્રીશ્રેયાંશ શાહ દ્વારા અયોજીત “સમન્વય-કાવ્ય સમારોહ”માં પ્રસ્તુત થયેલી, માનનીય કવિશ્રી રાજેન્દ્ર શુક્લની આ સુન્દર ગઝલને માણીએ ..

જેને સ્વર અપ્યો છે, આપણા ગુજરાતની ઉભરતી ગાયિકા ચિ. પ્રાચી શાહે અને સંગીત આપ્યું છે આપણા માનવંતા શ્રીશ્યામલ-સૌમીલે..

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

લો કરુ કોશિષ, ને ફાવે તો કહું
શબ્દ જો એને સમાવે તો કહું …!!

આપની નજરો જે ફરમાવી રહી
એ ગઝલ જો યાદ આવે તો કહું …!!

હું કદી ઉંચા સ્વરે બોલુ નહી
એક્દમ નજદીક આવે તો કહું …!!

કોઇને કહેવું નથી, એવું નથી
સહેજ તૈયારી બાતાવે તો કહું..!!

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

12 Responses to લો કરું કોશિષ…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. sneha h patel says:

    વાહ…સરસ ગીત છે. હું તો કહી જ દઉં છું…ધન્યવાદ આવી સરસ પોસ્ટ બદલ..

  2. Maheshchandra Naik says:

    સરસ રચના, સરસ શબ્દો, આનદ થઈ જાય એવું સંગીત સાથે કર્ણપ્રિય ગાયકી, આપનો આભાર…………………

  3. vishwadeep barad says:

    હું કદી ઉંચા સ્વરે બોલુ નહી
    એક્દમ નજદીક આવે તો કહું …!!

    કોઇને કહેવું નથી, એવું નથી
    સહેજ તૈયારી બાતાવે તો કહું..!!…સુંદર ગીત…મજા આવી ગઈ …

  4. virendra sangani says:

    ચેતનાબેન, ઘનુજ સરસ કાવ્ય છે. શબ્દોની રચના દિલને સ્પર્શે છે. અભાર વીરેન્દ્ર sangaani

  5. pragnaju says:

    ખૂબ સુંદર શબ્દો
    કોઇને કહેવું નથી, એવું નથી
    સહેજ તૈયારી બાતાવે તો કહું..!!
    વાહ
    અને મધુરી ગાયકી

  6. Praful Thar says:

    સુંદર ગઝલ !
    કોઇને કહેવું નથી, એવું નથી
    સહેજ તૈયારી બાતાવો તો કહું..!!
    આવું ઘણીવાર બનતું હોય છે કે માણસે બીજાને કંઇકને કંઇક કહેવાનું મન થતું જ હોય છે પણ સામે વાળો જો સાંભળવાની તૈયારી બતાવે તો…ને ?
    લી.પ્રફુલ ઠાર

  7. Hemant Jani says:

    રદયના તાર ઝણઝનાવી નાખે તેવી બંદિશ રચવા બદલ
    ભાઈશ્રી શ્યામલ -સૌમિલ ને ખુબ ખુબ અભિનંદન . પ્રાચીબહેનના
    સ્વરની મીઠાશ એક વર્તુળ પેદા કરી ગયું આસપાસ, ચોપાસ..
    ધન્ય ધન્ય એ અનુભૂતિ….આટલી સરસ રચના અમારા સુધી
    પહોચાડવા બદલ આપનો પણ આભાર..

  8. Ramesh Patel says:

    ખુબ જ મજા પડી અને સરસ ગઝલ અને ગાયકી .
    અભિનંદન

    રમેશ પટેલ(આકાશદીપ)

  9. SHEELA PUNJABI says:

    JAI SHRI KRISHNA.BAHUT HI SUNDER.

  10. Ullas Oza says:

    કવિશ્રી રાજેન્દ્ર શુક્લની સુંદર શબ્દ-રચના થોડામાં ઘણું કહી જાય છે.

  11. નાની મજાની પણ સચોટ સુંદર રચના

  12. કોઇને કહેવું નથી, એવું નથી
    સહેજ તૈયારી બાતાવે તો કહું..!!
    બહુવજ સરસ રચનાછે