home-purple

બાળદિન…

girl_and_doll_400[1]

 વિશ્વના સહુ ભુલકાઓને બાળદિન મુબારક …!

આ બાળપણ કેવી સુંદર અવસ્થા છે..? એક નિર્દોષ -નિ:સ્વાર્થ બચપણ, ઢીંગલીમાં પણ પ્રેમ શોધે છે …તેની સાથે એક બંધન બાંધી લે છે.. તેને ખબર નથી કપટ શું છે ? બસ પોતાના એક અલગ વિશ્વમાં રાચ્યું રહે છે આ બચપણ..! નિર્જીવ વસ્તુમાં પણ સાખ્ય્ભાવ રાખે છે .. ઢીંગલીને પોતાની સખી માને છે..!! આવા બચપણને માણવા ચલો આપણે પણ બાળક બનીને આ ગીતમાં ખોવાઇ જઇએ …!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી..!
બોલ મમ્મી બોલ, એને કેમ બોલાવું..? કેમ બોલાવું..?

ડોલમાં બેસાડી તેને નવડાવું, ચંપાના ફૂલની વેણી ગુંથાવું ,
તો પણ આ ઢીંગલી મારી બોલતી નથી..!

ઘંટીને ઘુઘરો આપું છું રમવા , સોનાના પાટ્લે બેસાડું જમવા
તો પણ આ ઢીંગલી મારી ખાતી રે નથી..!

પંખી બતાવું ડાળીએ ઝુલતા , મેના-પોપટ ને મોરલા ટહુકતા,
તો પણ આ ઢીંગલી મારી ગાતી રે નથી..!

પહેરાવું ઝાંઝરી ને રેશમી ઝભલું, ઘુમ ઘુમ નાચુંને વગાડું તબલું
તો પણ આ ઢીંગલી મારી નાચતી નથી..!

ચાંદામામા તો આકાશે રમતા , બાબાગાડીમાં ઢીંગલીબેન ફરતા
મારે પણ ઢીંગલી સાથે બોલવું નથી … હું ..ઉ..ઉ..ઉ..ઉ….!!

Related Posts:
બચ્ચે મન કે સચ્ચે
છુપાછુપી ખેલે

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

8 Responses to બાળદિન…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Mukund Joshi says:

    બાળદિનના અવસરે આવુ સરસ બાળગીત મુકવા બદલ અભિનંદન!

  2. pragnaju says:

    પ્રસંગને અનુરુપ મઝાનું ગીત અને ગાયકી

    મારી પાસે એક ઢીંગલી હતી અમેરિકાની.ત્યારે તો એવી સાચા વાળવાળી ઢીંગલી અહીં ખાસ ન મળતી. અમે અમેરિકાથી મુંબઈ આવેલા. અમે એમને ત્યા ગયા ત્યારે મેં એ બહેનને આઠ-દસ ઢીંગલી બતાવી. પછી કહ્યુ ‘આમાંથી તને જે ગમે તે રાખી લે.’ આવી સુંદર ઢીંગલીઓ પહેલી જ વાર જોઈ તે એટલી દિગ્મૂઢ થઈ ગયેલી કે ઢીંગલીને અડકીને જોવાનીયે હિંમત નહોતી. શરમાઈને બાની સોડમાં ભરાઈ. બે-ત્રણ ઢીંગલી ખૂબ નાની-બચૂકડી બેબી જેવી હતી. એ જોઈને મને બહુ આશ્ચર્ય થયુ પણ બધાંમાં મોટી દેખાતી એક લાંબી ઢીંગલી લેવા કહ્યું ને તે લઈ લીધી. પણ, પેલી ટબૂકડી ઢીંગલી યાદ રહી ગઈ. વર્ષો સુધી એ ઢીંગલી સાથે રમ્યા. પછી એના ડોકાને વારંવાર છૂટું પાડતાં એક બાજુ ફાટી ગયું. પછી તો ક્યાંક ઢીંગલીનું એકલું ધડ અને ક્યાંક એકલું માથું ! બહુ વરવું ને બિહામણું લાગતું છેવટે એય ભંગારમાં ચાલી ગયું.
    આવી છે !બાળક અને ઢીંગલીની વાત

  3. ઘણુ સુઁદર ગાયન – મજા આવેી ગઈ…. આભાર… બાલ દિન આપને પણ મુબારક

  4. Maheshchandra Naik says:

    સરસ બાળગીત અને પ્રસન્ગોચીત એટલે આનંદ થયો, આભાર…….

  5. kEtAn sHah says:

    સરસ બાળગીત

  6. vikas says:

    ખઊબ સરસ્.મરિ ભૈ નિ બબિ ને અ સોન્ગ ઝરોૂર સમ્ભ્લવિસ્ . ઍનિ ધિન્ગ્લિ પન ખતિ નથિ બોલ્તિ નથિ. અને એ મને હમેશ આ સવાલ પુચે.

  7. સરસ બાળગીત. અમારે તો રોજે બાળદિન હોય છે!

  8. Prabhulal Tataria"dhufari" says:

    દિકરી ચેતના,
    ઢિંગલી ગીત ગમ્યું.હમણાં ત્રણ આઠવાડિયા કચ્છ ગયા હતાં.આજે જુના મેઇલ ચેક કરતો હ્તો તેમાં જોયું આ મેઇલ કોમેન્ટ વગરનું હતું એટલે લખું છું.બાળપણ માટે મારા મનમાં
    સંગ્રાહેલા બે ગીત યાદ આવે છે.એક ગુજરાતી “બાળપણના સંભારણા સાંભર રે……”
    અને બીજી જગજીતસિંહની ગઝલ “યે દૌલત ભી લેલો યે સોહરતભી લેલો અગર છીન લો
    મુઝ્સે મેરી જવાની મગર મુઝ્કો લૌટાદો વો પ્યારા સા બચપન વો કાગઝકી કસ્તી વો બારિસકા પાની”
    અસ્તુ