કવિશ્રી હરિન્દ્ર દવેની સુંદર રચના.. જેને સંગીતે મઢી છે શ્રી સોલી કાપડીયાએ તથા સુંદર સ્વર આપ્યો છે સોનાલી બાજપાઇએ.
મારી એક્દમ પ્રિય આ રચનામાં, કવિએ નાયિકાના હૈયામાં રહેલ પ્રેમને, યાદ રૂપે પ્રગટ કરેલ છે… પરંતુ બીજી રીતે એમ જ સૂચવે છે કે, કણ-કણમાં ભગવાનની અનુભૂતિ કરનાર ભક્તની જેમ જ, એ કાવ્યમાં દર્શાવેલ દરેક પ્રતિકની સાથે પ્રિયતમના આભાસને મહેસુસ કરી રહી છે…
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં…
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં…
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં…
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં…
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં…
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં…
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં…
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં…
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં…
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…
તમે યાદ આવ્યાં…તમે યાદ આવ્યાં…તમે યાદ આવ્યાં…
20 Responses to પાન લીલું જોયું ને…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments