કવિશ્રી બરકત વિરાણી(બેફામ)ના સુંદર શબ્દોથી મઢેલી આ સદાબહાર ગઝલને, રૂડા સંગીત અને શ્રી મનહર ઉધાસ ના સુમધુર સ્વરમાં સાંભળવાની મજા જ કઈક અનેરી છે …!!
અશ્રુ વિરહની રાતનાં ખાળી શક્યો નહિ
પાછા નયનનાં નૂરને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ
*
નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે
તમે છો એનાં કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!
ઋતુ એક જ હતી પણ, રંગ નહોતો આપણો એકજ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!
પરંતુ અર્થ એનો, એ નથી કે રાત વિતી ગઇ
નહિ તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!
હકિકતમાં જુઓ તો, એ એક સપનું હતું મારું
ખુલ્લી આંખે મેં મારા ઘરનાં દ્વારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!
નહિતર આવી રીતે તો, તરે નહિ લાશ દરીયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!
16 Responses to નયનને બંધ રાખીને…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments