home-purple

નયનને બંધ રાખીને…


કવિશ્રી બરકત વિરાણી(બેફામ)ના સુંદર શબ્દોથી મઢેલી આ સદાબહાર ગઝલને, રૂડા સંગીત અને શ્રી મનહર ઉધાસ ના સુમધુર સ્વરમાં સાંભળવાની મજા જ કઈક અનેરી છે …!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અશ્રુ વિરહની રાતનાં ખાળી શક્યો નહિ
પાછા નયનનાં નૂરને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ

*

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે
તમે છો એનાં કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!

ઋતુ એક જ હતી પણ, રંગ નહોતો આપણો એકજ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!

પરંતુ અર્થ એનો, એ નથી કે રાત વિતી ગઇ
નહિ તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!

હકિકતમાં જુઓ તો, એ એક સપનું હતું મારું
ખુલ્લી આંખે મેં મારા ઘરનાં દ્વારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!

નહિતર આવી રીતે તો, તરે નહિ લાશ દરીયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…!

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

16 Responses to નયનને બંધ રાખીને…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. bharti shah says:

    ગઝલ સારી લાગી

    • નયનને બંધ રાખી મેં તમને જોયા છે…વાહ…વાહ..વાહ…કેવી ઉમદા ગઝલ ..અને ઉપરથી મનહરભાઈ નો કંઠ …જમાવટ કરી દીધી…

  2. sneha patel says:

    મારી સૌપ્રથમ સાંભળેલી ગુજરાતી ગઝલ્..સાઁભળી અને એના પ્રેમમાં પડી ગઇ હતી દીદી…

  3. Maheshchandra Naik says:

    સરસ ગઝલ, ખુબ ગમતી ગઝલ અને શ્રી મનહર ઉદાસે આ ગઝલનો એક લાઈવ પ્રોગ્રામ દરમ્યાન સંદર્ભ આપ્યો હતો એક અંધજન શાળાનો ત્યાર પછી વિશેષ અનુભૂતિ થાય એવી ગઝલ છે ખુબ આભાર ….

  4. This is one of my favorite gazals..

  5. Ketan Shah says:

    સુંદર ગઝલ…એક અમર ગઝલ

  6. ખૂબ સુંદર ગઝલ, મનહરભાઈના કંઠે ગવાયેલ આ ગઝલ કેટલીય વખત સાંભળી છે…. અને દરેક વખતે એટલો જ આનંદ આવે છે. સદાબહાર સ્પંદન…

  7. ખુબ જાણીતી ગઝલ. નાનપણથી અનેક વખત સાંભળેલી.

  8. Ullas Oza says:

    ખૂબ જાણીતી, વખતો-વખત સાંભળવી ગમે તેવી ગઝલ.

  9. rekhasindhal says:

    ફરી ફરીને સાંભળવાનું મન થાય તેવી ગઝલ !

  10. BGUJJU says:

    બહુ સરસ ગઝલ છે ફરી એક વખત સાંભળી ને બહુ મઝા પડી .

  11. rashila says:

    બહુજ સુંદર

  12. મારી મનગમતી ગઝલ
    visit http://www.pravinash.wordpress.com

  13. nilam doshi says:

    જાણીતી ને માનીતી ગઝલ..