નથી સમાતો આજ હવે તો,
હું આ મારા છ અક્ષરમાં.
સ્વ. રમેશ પારેખ
મિત્રો, ત્રણ-ચાર દિવસ પહેલા આપણે એક રચના ‘..સાંવરિયો..’ માણી જેના રચયિતા, અમરેલી અને રાજકોટનુ ગૌરવ એવા આ ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ, પ્રતિષ્ઠિત ને વરિષ્ઠ કવિ કે જેમને સરેરાશ ભાવકોએ પારાવાર પ્રેમ કર્યો છે, તો સાહિત્યના અભ્યાસીઓએ અઢળક આદર આપ્યો છે. આટલી બહોળી પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા સાંપડી હોય એવા કવિઓ બહુ ઓછા હોય છે. અને આવા ઉત્તમ કવિઓ સાંપડયા હોય એવી સદ્દભાગી ભાષા પણ બહુ ઓછી હોય છે. રમેશ પારેખ એવા સદ્દનસીબ સર્જકો માંહેંના એક છે અને ગુજરાતી ભાષા પણ એવી ભાગ્યશાળી ભાષા છે.
સૌરાષ્ટૂ વિસ્તારના અમરેલી ગામમાં તા. ૨૭-૧૧-૧૯૪૦ ના રોજ કપોળ વણિક કુટુંબમાં રમેશ પારેખ નો જન્મ થયો. રમેશ પારેખે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ અમરેલીમાં જ લીધેલું.
૧૯૯૭ માં તેઓએ રાજકોટ ખાતે સ્થળાંતર કર્યુ. અમરેલી અને રાજકોટ ખાતે રમેશ પારેખને અનેક સર્જકો-ભાવકો અને એમના પરમ મિત્રો તરફથી હુંફ અને નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ મળ્યો છે..
સ્ત્રોત : www.rameshparekh.in
આજે એમની યાદમાં એમની જ એક રચનાનું પઠન પ્રસ્તુત છે…!
* સ્વરબદ્ધ રચના *
સ્વર : પાર્થિવ ગોહિલ
સંગીત : શ્યામલ-સૌમિલ
આલ્બમ : હસ્તાક્ષર
* તને યાદ છે ? મને યાદ છે ! *
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઊઘડતી હોઠમાં ને
થાતું પ્રભાત મને યાદ છે, થાતું પ્રભાત, તને યાદ છે?
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર
એવું ચોમાસું ચાર ચાર નેણનું
ધોધમાર પીંછાનો પડતો વરસાદ
ગામ આખું તણાઈ જતું વેણનું
છાતીની ઘુમ્મરીમાં ઘુમી ઘુમીને ક્યાંક, ખોવાતી જાત મને યાદ છે
ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના
ધોમ તડકા સૂસવાટે હવે રાતના
લોચનની ભાષામાં ઘટના કહેવાય
અને જીવતરની ભાષામાં યાતના
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે
એવા દિવસોની વાત તને યાદ છે ?
18 Responses to તને યાદ છે?…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments