મિત્રો, હમણાં તો લગ્નની મોસમ ચાલી રહી છે … અમુક સમય ગાળામાં કંકોતરીઓ મળતી જ રહે છે ..કોઈ ને ત્યાં દીકરો પરણે છે …તો કોઈને ત્યાં દીકરી.. અને આ શુભ દિવસમાં આનંદ અને ખુશીઓના માહોલની સાથે કન્યા વિદાયની વસમી વેળા હર કોઈની આંખોને છલકાવી જાય છે.. હજુ હમણા જ મારા ભાઈની દીકરીને અમે સાસરે વળાવી..અને આજે આપણા ગુજરાતી બ્લોગ જગતની એક દીકરી પણ, પિયરમાં વિતાવેલ જીવનનાં અણમોલ સંભારણા, પાનેતરના પાલવમાં બાંધીને તથા ભવિષ્યના સુંદર શમણાને ઘરચોળામાં બાંધતી, શ્વસુર ગૃહ તરફ પ્રયાણ કરી રહી છે .. ત્યારે માતા પિતા તથા આપણને સહુને તે “લાગણીની કલમે” લખે છે …
“ખુશી ખુશી કરદો બિદા, તુમ્હારી બેટી રાજ કરેંગી..”
મહેલોકા રાજા મિલા, કે રાની બેટી રાજ કરેંગી…
ખુશી ખુશી કરદો બિદા, તુમ્હારી બેટી રાજ કરેંગી…
મહેલોકા રાજા મિલા, કે રાની બેટી રાજ કરેંગી…
ગલિયો ગલિયો ધૂમ મચેગી..કાંધે કાંધે ડોલી ચલેગી
ડોલીમેં ડોલેગા જીયા, કે રાની બેટી રાજ કરેગી .. ખુશી ખુશી..
જીસ ઘર જાયે સ્વર્ગ બનાદે, દોનો કુલકી લાજ નિભાદે
યહી બાબુલજી દેંગે દુવા, કે રાની બેટી રાજ કરેંગી …ખુશી ખુશી..
બેટી તો હૈ ધન હી પરાયા.. પાસ અપને કોઈ કબ રખ પાયા ?
ભારી કરના ના અપના જીયા, તુમ્હારી બેટી રાજ કરેંગી…ખુશી ખુશી..
મહેલોકા રાજા મિલા, કે રાની બેટી રાજ કરેંગી…
ખુશી ખુશી કરદો બિદા, તુમ્હારી બેટી રાજ કરેંગી…
મહેલોકા રાજા મિલા, કે રાની બેટી રાજ કરેંગી…
…………………………………………………………….
દીકરી તો માં-બાપનો કાળજાનો કટકો .. તેને ખુશીથી વિદાય આપવી સહેલી છે ? છતાં પણ આપવી પડે છે …! એક તરફ દીકરીને પ્રભુતામાં પગલા પડતી જોઇને હૈયું હરખાય છે, તો દીકરીથી જુદા પડવાનો વિચાર કાળજાને કોરી ખાય છે.. બન્ને પ્રકારની લાગણીથી તરબોળ હૈયાની દશા…( અત્યારે પણ આંખો વરસી પડી છે..! ) કલ્પી શકાય છે…આ ગીત દ્વારા ..
આજે સમગ્ર ગુજરાતીબ્લોગ જગત તરફથી તને શુભેચ્છાઓ ધ્વનિ, –
– “તને સાચવે પાર્વતી, અખંડ સૌભાગ્યવતી…”
તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી..
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી..
માં નાં ખોળા સમું આંગણું તે મુક્યું,
બાપનાં મન સમું બારણું તે મુક્યું,
તું તો પારકા ઘરની થતી …અખંડ સૌભાગ્યવતી..
ભગવાનને આજ ભળાવી દીધી,
વિશ્વાસ કરીને વળાવી દીધી,
તારો સાચો સગો છે પતિ …અખંડ સૌભાગ્યવતી..
તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી…
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી…
………………………………………………………………………………………………………………………………..
ધ્વનિ-ચિંતનને શુભ લગ્નજીવનની ખોબલે ખોબલે શુભેચ્છાઓ…!!
………………………………………………………………………………………………………………………………..
23 Responses to અખંડ સૌભાગ્યવતી…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments