Home Blue

Shri AdhikMaas…

( વિક્રમ સંવત્સરમાં વૈશાખમાં પુરુષોત્તમ માસ ૨૦૧૦, ૨૦૨૯, ૨૦૪૮માં આવ્યો હતો, જ્યારે હવે પછીનો વૈશાખ પુરુષોત્તમ માસ ૪૬ વર્ષ પછી સંવત ૨૧૧૩માં આવશે. આ સિવાય ૨૦૬૯માં ભાદરવો, ૭૨માં અષાઢ, ૭૫માં જેઠ, ૭૭માં આસો, ૮૦માં શ્રાવણ, ૮૩માં જેઠ, ૮૬માં ચૈત્ર, ૮૮માં ભાદરવો, ૯૧માં અષાઢ, ૯૪માં જેઠ, ૯૬માં આસો અને ૨૦૯૯માં ભાદરવા મહિનામાં પુરુષોત્તમ માસ આવશે. )

ગ્રહો દ્વારા પીડા-મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા શ્રીગિરિરાજની ઝાંખીનું ઘ્યાન ધરવું અને નીચેના શ્લોકની એક માળા રોજ કરવી.

કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથં ગોકુલં પ્રભો|
ત્રાતુ મહીર્સ દેવાન્ન: કુપિતાદ ભક્ત વત્સલે||

પુરાણોમાં પુરુષોત્તમ માસ તમામ માસોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ માસની શ્રેષ્ઠતા અને મહત્વને દર્શાવતી એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે-
ભારતીય પરંપરામાં મહિનાઓની ગણના કંઇક આવી રીતે કરવામાં આવી છે. દર ત્રણ વર્ષે બાર મહિના ઉપરાંત પુરુષોત્તમ માસનો સંયોગ થાય છે. જેના લીધે આ મહિનો પૂર્ણ રીતે ધર્મ-કર્મ પ્રતિ સમર્પિત રહે જેથી વ્યકિત જાણે-અજાણ્યે થયેલી ભૂલોનું પ્રાયિશ્ચત્ત કરી શકે અને પોતાનાં કર્તવ્યોને પૂરાં કરી શકે. આ વ્યવસ્થા બીજે કયાંય નથી. જ્યોતિષની ચંદ્રગણનામાં જ્યારે સૂર્યની એક જ સંક્રાંતિમાં બે અમાસ આવી જાય છે ત્યારે બીજી અમાસવાળા મહિનાની વૃદ્ધિ થઇને તે મહિનો મળમાસ-અધિકમાસ બની જાય છે. આને પુરાણવિદોએ પુરુષોત્તમ માસ કહ્યો છે. ભવિષ્યપુરાણ અનુસાર ચંદ્ર અને સૌર મહિનાના અંતરને અધિકમાસ કહે છે.

પૌરાણિક માન્યતા પ્રમાણે સર્વપ્રથમ અધિમાસનો જન્મ થયો. પરંતુ આ માસમાં સૂર્યનો કોઈ રાશિમાં પ્રવેશ ન થયો એટલે કે સંક્રાંતિ ન થઈ તેના કારણે તે મળમાસ થઈ ગયો. માટે મળમાસનો કોઈ સ્વામી કે આશ્રયદાતા ન હોવાને કારણે આ માસ દેવકાર્યો અને શુભ તથા મંગળ કાર્યો માટે વર્જિત માનવામાં આવ્યો હતો. સૌ તેને તિરસ્કૃત અને ઉપેક્ષિત ગણવા લાગ્યા હતા. તેનાથી દુ:ખી મળમાસ ભગવાન વિષ્ણુ પાસે ગયા. મળમાસની પીડાને સમજીને ભગવાન વિષ્ણુ તેને યોગેશ્વર શ્રીકૃષ્ણ પાસે લઈ ગયા. વિષ્ણુએ મળમાસને કહ્યું કે આમના આશ્રયમાં તારા તમામ દુ:ખ અને શોક દૂર થઈ જશે. શ્રીકૃષ્ણે કહ્યું કે શ્રીહરિ વિષ્ણુ તમે મળમાસની સાથે આવીને મારા પર ઉપકાર કર્યો છે. માટે તમારી આજ્ઞાથી હું મળમાસને મારા તમામ ગુણ, વિદ્યા, કળા, યશ, કિર્તી, પ્રભાવ અને શક્તિઓથી ભરી દઉં છું. તેની સાથે જ હું જેવી રીતે જગતમાં પુરુષોત્તમના નામથી ઓળખાવું છું, તેવી રીતે મળમાસ પણ ભૂ-લોકમાં પુરુષોત્તમના નામથી ઓળખાશે. આ મળમાસ હવે સ્વામી રહીત ન રહેતા હું મળમાસનો સ્વામી બનું છું. જે પરમધામ ગોલોકમાં જવા માટે ઋષિ-મુનિ કઠિન તપ કરે છે, તેવી જ રીતે તપનું ફળ અને પદ પુરુષોત્તમ માસમાં દાન, પુણ્ય, સ્નાન, પૂજા વગેરે કરવાથી તમામ ભક્તોને સરળતાથી પ્રાપ્ત થશે. આ માસ બાર માસમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એ જ કારણ છે કે જ્યાં મળ એટલે કે ગંદા હોવાને કારણે સ્પર્શન કરવાવાળા, શુભ કે મંગળ કાર્ય માટે નિષેધ માનવામાં આવે છે, ત્યારે બીજી તરફ પુરષોત્તમ માસ હોવાથી દુ:ખ, દરિદ્રતાનો નાશ કરનાર અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માસ ગણાય છે.

હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર માટે એવો સમય, રુપ અને પ્રકાર પસંદ કર્યો, જે હિરણ્યકશિપુના વરદાન સાથે જોડાયેલી તમામ બાબતોથી વિપરિત હતો. ભગવાનનો નૃસિંહ અવતાર જે અડધુ મનુષ્ય અને અડધુ સિંહનું સ્વરુપ હતો તે અવતાર ધારણ કરી ગોધુલિ વેળાએ તેઓ પ્રગટ થયા. તેમણે હિરણ્યકશિપુને દરવાજાના ઊંબરે બેસીને પોતાની જાંઘ પર રાખ્યો અને પોતાના નખોની મદદથી તેનું પેટ ચીરી જીવ પ્રાણ હણી લીધા.

આ પ્રકારે જ્યારે હિરણ્યકશિપુનો અંત થયો ત્યારે તે ઘરમાં ન હતો, ન હતો ઘરની બહાર, જમીન પર ન હતો, આકાશમાં ન હતો, તેને અસ્ત્ર કે શસ્ત્રની મદદથી મારવામાં ન આવ્યો, ન તો તે રાતે મર્યો, ન દિવસે. આ સિવાય બીજી મહત્વની બાબત એ છે કે હિરણ્યકશિપુને મારવા માટે વિષ્ણુએ જે કાળને પસંદ કર્યો તે બાર માસમાંથી અલગ હતો, તે માસ હતો ભગવાવાન વિષ્ણુનો પ્રિય પુરુષોત્તમમાસ. આ જ માસ અધિકમાસ અને મલમાસ કહેવાય છે.

આમ કરીને ભગવાને પુરુષોત્તમમાસને ઈશ્વરભક્તિ માટે સર્વોપરી બનાવી દીધો. સાથે જગતને સંદેશ આપ્યો કે પોતાના કે અન્યના દુર્ગુણોને દૂર કરવાનો પ્રયત્નો વિષમ પરિસ્થિતિમાં પણ ચાલુ જ રાખો. આ સાથે ધર્મ અને સદાચરણના પ્રતીક ભક્ત પ્રહલાદની ભક્તિ એ સંદેશ આપે છે કે ભક્તિને કર્મની જેમ નહીં પણ કર્મને ભક્તિનું રુપ ગણી તેમાં લીન થઇ જાવ. આમ કરવાથી જ દેવરુપી સફળતા પ્રાપ્ત થશે.

( સ્ત્રોત – :  દિવ્યભાસ્કર ) 

This entry was posted in Others, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

12 Responses to Shri AdhikMaas…

 1. Ramesh Patel says:

  ભગવાને પુરુષોત્તમ માસને ઈશ્વરભક્તિ માટે સર્વોપરી બનાવી દીધો.
  અધિકમાસ નો સુંદર અહેવાલ .
  રમેશ પટેલ (આકાશદીપ)

  ગુર્જર ધરતી ગરવી ગુણવંતી…..રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 2. Ketan Shah says:

  સુંદર અહેવાલ .
  પુરુષોત્તમ માસ ની વધાઈ.

 3. Kcalpesh says:

  Vaachi ne khoob saru lagyu!

 4. pragnaju says:

  પરમાન્ક્ષર મતીતો હજ્જારાદપિ ચાતમઃ । અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ ।।
  યો મામેવમ સંમૂઠો જાનાતિં પુરુષોત્તમઃ।સ સર્વાવિદ ભજતિમામ્, સર્વ સાવેન ભારતઃ।।
  પુરુષોત્તમ ભગવાન. પ્રજાનો સેવક, સેવ્ય એટલે જ પાલનહાર, સર્વદાતા, પુરુષોત્તમ સમગ્ર સમાજની સેવા કરવી. પ્રભુની સેવા કરવી એ જ ખરું પૂજન છે.પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ લીલા દ્વારા પ્રકૃતિને પોતાની વશ કરી સમગ્ર જીવને આનંદમય, શાંતિમય બનાવે છે.

 5. Dhaval Desai says:

  ઘણો સરસ અહેવાલ છે. ઈચ્છા છે ભગવાન શ્રી ક્રિશ્ના ને સૌ આદર ભાવે આ શુભ મહીને ભજે અને બધા ને તેમની ભાવના ફળે.
  ખુબ જ સારો પ્રયાસ ખુબ ખુબ અભિનંદન.

 6. Praful Thar says:

  પ્રિય ચેતનાબહેન,
  પુરુષોત્તમ માસના આ મહિમા ભરેલા જગતને આપે સંદેશ આપ્યો કે પોતાના કે અન્યના દુર્ગુણોને દૂર કરવાનો પ્રયત્નો વિષમ પરિસ્થિતિમાં પણ ચાલુ જ રાખો. આ સાથે ધર્મ અને સદાચરણના પ્રતીક ભક્ત પ્રહલાદની ભક્તિ એ સંદેશ આપે છે કે ભક્તિને કર્મની જેમ નહીં પણ કર્મને ભક્તિનું રુપ ગણી તેમાં લીન થઇ જાવ. આમ કરવાથી જ દેવરુપી સફળતા પ્રાપ્ત થશે તે બદલ આભાર..
  પ્રફુલ ઠાર

 7. falguni says:

  ચેતનાબેન ,જય શ્રી કૃષ્ણ
  અધિક માસ નો મહિમા ખુબ સારી રીતે પ્રગટ કર્યો અને સમજાવ્યો .ખુબ સરસ લેખ છે.સર્વે વૈષ્ણવ્યને અધિક માસ ની વધાઈ.

 8. Shilpa Gajjar says:

  ચેતનાબેન અધિક્માંસની જાણકારી માટે ખુબ ખુબ આભાર
  મારા બા ના દેહાંત પછી જાણકારી આપવા માટે કોઈ હતું નહિ પણ ક્રિષ્નાએ તમને જ મારા માટે મોકલી આપ્યા.મને તમારા મોકલેલા ઘણા કૃષ્ણ ભજન ખુબ ગમે છે પણ ક્યાંથી આંની cd મેળવવી તે જણાવશો. ચિત્ત તું શીદ ને ચિંતા કરે,આજ મારા મંદિરીયામાં મહાલે શ્રીનાથજી,મંગલ જોઈ મુખડું તારું વિગેરે વિગેરે

 9. mahesh paleja says:

  આભાર અધિકમાસ નામાંહીમાંમાંતે

 10. dharini shah says:

  very nice and useful information.thx a lot.jai shri krishna.

 11. Dipti says:

  Very nice !! Jay shree Krishna.

 12. dharamveer says:

  વાચી ને સારું લાગ્યું

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *