Home Blue

Prabhu Aannad Rupe…

radhakrisna

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રચયિતા – શ્રી હરિભાઈ કોઠારી
સ્વર – શ્રી મનહર ઉધાસ, અનુરાધા પૌડવાલ

પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિષે વસજો,
બનો ઉત્સાહ નું એ સ્થાન ને સહુનો વિસામો હો,
સુખીને સાથ એમા હો, દુ:ખીને પણ દિલાસો હો,
પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો..!

હજો વેદો તણુ ગર્જન અને ત્યાં પાઠ ગીતાનો,
વળી તારા બનેલાં વિપ્રનું જ્યાં ભાવ પૂજન હો,
રહે વાતાવરણ પાવન અને મંગળ દિશાઓ હો,
પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો..!

ગૃહિણી ઘર દિશે સાચી, બધુ સુનું વિના એના,
બની પ્રિય વાદિની ભાર્યા, જીવન મુજ એ ભરી રહેજો,
નિહાળી એક બીજાને, પરસ્પર સ્નેહ વૃદ્ધિ હો,
પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો..!

પ્રભુનાં પુષ્પ સમ નાનાં, મલક્તાં બાળ એમાં હો,
દિશે નિર્દોષતા ચહેરે, અને શૈશવ ખિલલું હો,
અરે તારાં જ સંતાનો, વલણ પણ તુજ તરફ્નું હો,
પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો..!

તને ગમતાં અને તારા જ કામો માં મતિ રહેજો,
વધે શક્તિ છતાં, ભક્તિ અને પ્રીતિ ચરણ તવ હો,
રહું બહુ દુષ્ટથી આઘો અને સંગત સુજનની હો,
પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો..!

This entry was posted in Bhajan - ભજન, Others. Bookmark the permalink.

bottom musical line

22 Responses to Prabhu Aannad Rupe…

 1. neetakotecha says:

  પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિષે વસજો,
  બનો ઉત્સાહ નું એ સ્થાન ને સહુનો વિસામો હો,
  સુખીને સાથ એમા હો, દુ:ખીને પણ દિલાસો હો,
  પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો..!

  આખુ ભજન જ ખૂબ સરસ છે…..

 2. Ketan Shah says:

  પ્રભુ નાનકડુ ઘર મારું, સદા તારું જ મંદિર હો….

  સુંદર ભાવ, સુંદર ભજન

 3. Neela says:

  ખૂબ સરસ ભજન છે.

 4. Khyati says:

  અરે વાહ, બહુ સરસ છે … મજા આવી ગઈ.

 5. dinesh says:

  બહુજ સરસ…ફોટૉ ખુબજ સુન્દર લાગે

 6. Kaushik says:

  Excellent

 7. ચાંદ સૂરજ. says:

  પ્રભુ નાનક્ડું ઘર મારું,સદા તારું જ મંદિર હો..!

  સુસ્વાસ્થય,સુખ,શાંતિ,આનંદ, હર્ષ, ઉલ્લાસ અને નવપલ્લવિતાના પાવન પાથરણાં જ્યાં પથરાય અને સૌને હૈયે ઉમંગ, ઊર્મિ અને ખુશીઓના સાથિયા જ્યાં પૂરાય..!
  આજે પ્રાર્થના રૂપે પ્રભુ પાસે માંગીએ તો શું માંગીએ ? મન તો બસ એજ માંગે છે કે આ દુનિયા વિકસીને એક નાનકડું સુંદર, સમદર્શી, સુશમત અને સુસલામત વિશ્વગ્રામ થઈ જાય જેમાં રહેનારાં માનવતાનો બસ નિર્મળ સ્ત્રોત વહાવી અને વહેવડાવી એને ” શ્રી નંદબાબાનું ભવ્ય નંદગામ ” બનાવી દે ! પછી તો નંદબાબાના એ નંદગ્રામથી ” શ્રી કૃષ્ણના વૃંદાવનધામની ” સીમા ભલા કેટલી દૂર !

 8. વાહ ચેતનાબેન,
  બહુ જ ગમ્યું,
  અમે અત્યારે બૉસ્ટન આવ્યા છીએ અમારા વેવાઈને ત્યાં,અને કાલે રાત્રે જ સંધ્યા આરતી પછી આ પ્રાર્થના બધાએ સાથે બેસીને કરી હતી,
  એ લોકો સ્વાધ્યાયી-કૃષ્ણમય- છે.
  આ રચનાના રચયીતા,ગાયક અને સંગીત નિયોજક વીષે જાણકારી આપશો પ્લીઝ…!

 9. devika says:

  પ્રભુ નાનકડું ઘર મારું,સદા તારું જ મંદિર હો…..સુંદર..

 10. kamini mehta says:

  ચેતના બેન
  બહુ સરસ શબ્દો સુન્દર છે.

 11. pragnaju says:

  ધન્યવાદ
  ખૂબ સુંદર ભજન અને ગાયકી
  તને ગમતાં અને તારા જ કામો માં મતિ રહેજો,
  વધે શક્તિ છતાં, ભક્તિ અને પ્રીતિ ચરણ તવ હો,
  રહું બહુ દુષ્ટથી આઘો અને સંગત સુજનની હો,
  પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો..!
  હરિભાઈ કોઠારી નું રચેલું આ ભજન હાઉસ વૉર્મીંગ
  પ્રસંગે આ ગીત જરુર ગાઈએ છીએ

 12. nikesh says:

  very nise

 13. asha shah says:

  very good love it thank you

 14. ઘનુજ સુન્દર્ ભજન આત્લ અદ્ભુભુત ભજન ભગ્યેજ જજોવ મલે

 15. sejal says:

  My favourite BHAJAN.

 16. આજે તારા બ્લોગ પર આવ્યો, ચેતુ…અને આ પોસ્ટ વાંચી, આનંદ થયો…ભાવ ભારેલી રચનામાં “પ્રભુ નાનકડું ઘર મારૂં સદા તારૂં જ મંદિર હો !” બહું જ ગમ્યું ….મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર સમય સમયે પધારવા વિનંતી !>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com

 17. Shyama says:

  very nice bhajan. One of the best gujarati websites ever.

 18. Prabhulal Tataria"dhufari" says:

  દિકરી ચેતના,
  બહુ સરસ ગીતો સદા ર્જુ કએતી રહે છે જે મનને આનંદિત કરતાં રહે છે.તારા આજના ગીત “પ્રભુ નાનકડું ઘર મારૂં સદા તારૂં જ મંદિર હો” ઉપરથી એકાએક ૧૯૭૬નો જમાનો યાદ અપાવી દીધો જ્યારે પહેલી વખત હું ઓમાનમાં મારી પત્નિ અને મોટી દિકરીને લઇ ગયો હતો ત્યારે મારૂં ઘર એટલે એક રૂમ(બેડ રૂમ કે જે ઘણો તે)ટોઇલેટ કિચન વાળા એ ઘરમાં અમારી કુળદેવી મોમાઇમાતા માટે રો દીવો અને આશાપુરી ધુપ થતો જેની ફોરમથી ઘર મહેકતું રહેતું.ત્યારે મસ્કત તદન નાનું ગામ હતું સ્ટાફના સહું એકબીજથી નજીક જ રહેતા હતાં તેમાંના ઘણાં કહેતા “પ્રભભાઇના ઘેર આવિએ તો આશાપુરાના મંદિરમાં આવ્યા હોઇએ એવું લાગે.
  હા આજે જ્યાં દેવમંદિર બનાવ્યુ છે ત્યાં એવું લાગે.
  અસ્તુ

 19. Ullas Oza says:

  ચેતના બેન,
  અમારૂ પ્રિય ગીત સાંભળીને ખૂબ આનંદ થયો.
  જય શ્રી કૃષ્ણ – યોગિની અને ઉલ્લાસ ઓઝા

 20. બહેના ! સુ^દર પ્રાર્થના છે.આભાર સૌનો !

 21. Jayshree Sampat says:

  I would like to add two more stanzas to this Bhavgeet that I have learnt in our Swadhyay Satsang, if I may

  ધરે સીતા તણો આદર્શ એ મમ રામ દ્રષ્ટિ માં
  પરસ્પર ને સુખી કરવા રહે એ ખ્યાલ શ્રુષ્ટિ માં
  મધુરતા નાચતી સદને રહો વાયુ સુગંધી હો
  પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો

  ખરા મિત્રો અને સંતો ઘરે મુજ આવતા રહેજો
  અને સચ્ચાઈ ની લક્ષ્મી સદા ભવને વસી રહેજો
  પર સ્ત્રી મત હું માનું પરાયું દ્રવ્ય માટી હો
  પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *