*
મારા મમ્મીના જન્મદિને (29 feb.) તથા સમન્વયના દ્વિતીય જન્મદિને મારું આ અતિ પ્રિય ભજન…!!
પ્રભુ આપણા મન રૂપી મંદિરમાં, આમ જ મ્હાલતા રહે ..!!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
*
આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી…
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી..!!
જશોદાના જાયાં ને નંદના દુલારા…
મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી..!!
જરકશી જામો ધરી ઉભા શ્રીનાથજી…
જગતના છે સાચેસાચા સુબા શ્રીનાથજી..!!
મોહનમાળા મોતીવાળી ધરી શ્રીનાથજી…
પુષ્પની માળા પર જાઉં વારી શ્રીનાથજી..!!
શ્રીનાથજીને પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી…
સ્વરૂપ દેખી મુનીવરના મન લોભે શ્રીનાથજી..!!
ભાવ ધરી ભજો તમે બાલકૃષ્ણ લાલજી…
વૈષ્ણવજનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી..!!
શ્રી વલ્લભના સ્વામી ને અંતર્યામી…
દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી ..!!
આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી…
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી.!!
*
શ્રી વલ્લભના સ્વામી ને અંતર્યામી…
દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી ..!!
આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી…
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી.!!
*પરમ રૂચિકર અને શ્રેયકર બ્લોગ પોષ્ટ માટે અભિનંદન અને
દ્વિતિય વર્ષગાંઠે ખૂબ જ શુભેચ્છાઓ.
રમેશ પટેલ(આકાશદીપ)
મોરારજી દેસાઈ પછી ૨૯મી તારીખે આપના પૂજ્ય માતુશ્રીના
જન્મ દિનના સમાચાર આપે આપ્યા અને આશુભદિને શ્રીનાથજીની કૃપા
આપ સૌના ઉપર અવિરત વર્સે એવી પ્રભુ પ્રાર્થના.
રમેશ પટેલ(આકાશદીપ)
‘વ્રજવેલી’ બ્લોગ તરફથી ‘શ્રીજી’ બ્લોગને દ્વિતિય વર્ષગાંઠે ખૂબ જ શુભેચ્છાઓ.
sorry, સમન્વય ne.
સુંદર ભક્તિગીત … ફોટો (સ્વરૂપ) ખુબ જ સુંદર પસંદ કર્યું છે. સમન્વયનો દ્વિતીય જન્મદિન મુબારક. આવી જ રીતે ભક્તિસંગીત પીરસતા રહેજો.
અભિનંદન !
આજે શુભ દિને સમન્વયના દ્વિતીય જન્મદિને તથા આપના પૂ. મમ્મીજીના જન્મદિને (29 feb.) આપને,આપના કુટુંબપરિવારને તેમજ મિત્રમંડળને ખૂબખૂબ વધાઈ હો ! આ સાથે હુતાશનીના શુભ અવસરે સહુને મંગલ કામનાઓ પ્રદાન હો. આજે આ પ્રસંગે સૌ કોઈ ભલું મનાવે અને હૈયે ચડાવેલા આનંદના આંધણમાં સહકારનો મીઠો કંસાર ઓરવા સહુ કોઇ આવે એજ અભ્યર્થના
Abhinandan, Chetu !
All the Best for the Future !
DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar )
http://www.chandrapukar.wordpress.com
Chetu Please read a Post on Vijay Shah & others !
chetuben,abhinandan.
khub saras bhajan che.
jay shri krishna.
HAPPY BIRTHDAY TO MUMMY
+
CHETNABEN, HAPPY BIRTHDAY FOR YOUR WEBSITE .
VERY VERY NICE BHAJAN.
very very nice bhajan.
ધન્યવાદ——-
ચેતના બેન જય શ્રી કૃષ્ણ .
તમારો શ્રીજી વિષે નો આ બ્લોગ જોઈ ને ખુબ આનંદ થયો .સર્વે વૈશ્નૈવજન ને જય શ્રી કૃષ્ણ .
JAI SHRI KRISHNA TO ALL VAISHNAVS. THIS WEBSITE IS TOO GUD.
જયશ્રી કૃષ્ણ ,મને ઘનુજ ગમ્યું ,
Can any one help with the same bhajan Aaj mara mandiriyama ………. written in english cause its difficult to read in gujarati. ya i m learning to read but it takes time
so if anyone cane help me out with it
આજ મારા મંદિરીયામાં … ખૂબજ સુંદર કીર્તન છે, જે મને પણ એટલું જ પ્રિય છે. અને મારા પૂજ્ય મમ્મીજી નું અતિ પ્રિય કીર્તન હતું.
ધન્યવાદ !