home-purple

મુંગી લાગણી…

રાજકોટ સ્થિત સખી હેમલ દવેના જીવનની અવિસ્મરણીય યાદ એમના જ શબ્દોમાં –

3 જી એપ્રિલ ૨૦૦૯ ને સાંજે મને એક ફોન આવ્યો કે “તમને જેની વાત કરી હતી તે પાર્સલ આવી ગયું છે ..આવી ને લઇ જાઓ ” અને હું, મારી હીર અને મારા દેવને લઇને પહોચી એરોડ્રામ પર ..અને નાનકડું એ પાર્સલ ઉતર્યું ..તાળું ખોલ્યું..બેંગ્લોરથી સફર કરતુ આવતું હતું તો પગ છૂટો કરવા બહાર નીકળ્યું…એ પાર્સલ એટલે ..૪૦ દિવસનું લાબ્રાડોર પપી . એ પાર્સલને આજની રાત પુરતું કોઈને સુપ્રત કરીને અમે ઘેર આવી ગયા.

..૪થી એપ્રિલ એ.મારી મીઠડી મારી મિત્સુનો જન્મદિવસ. આથી સવારથી થોડી નારાજ હતી. હર જન્મદિવસની માફક જોઈતી હતી કૈક અનોખી ભેટ.અને કોઈ કંઈ જ બોલતું ન હતું.સવારે ૧૦ માં ધોરણના એના વેકેશનને કારણે બધા મિત્રો હાજર હતા, મિત્સુબેન થોડા ઉદાસ હતા ..રોજની જેમ હું પણ ઓફીસ જવા નીકળી ગઈ અને તેણીની રહી સહી આશા પર જાણે પાણી…….?!!!!!!!.

ત્યાંજ ઓફિસે મને ફોન આવે છે મેડમ તમારું પાર્સલ રેડી છે આપી જાવું ? ઓહ.. આ ફોન ની તો રાહ જોતી હતી..મારી મીઠડીનું ઉદાસ મોઢું જોઇને નીકળી હતી.ઓફિસેથી આપણે તો બંદા સીધા ઘેર…મિત્સુની મૂક ફરિયાદ તો એની પાણીદાર આંખો માં હતી જ..પણ હું તો મનોમન મલક મલક થતી હતી.એના ડેડીની સુચના મુજબ વિડીઓ કેમેરા તૈયાર રાખ્યો..અને થોડીવારમાં જ મારા દરવાજે કાંઉ કાંઉ સંભળાયું..અને મારી મિત્સી તો જંપ મારીને બહાર. એ હતી એના જન્મદિવસની આજ સુધીની એના મત મુજબ સર્વોતમ ભેટ. મારી અને મારી મીઠડીની ખુશી તો વાત જ શું કરવી…..! હજુ પણ વિશ્વાસ ન આવતો હોય તેમ જોયા જ કરે..ઘડીક તેની સામે અને મારી સામે..

રાત્રે એની બર્થ ડે પાર્ટી માટે પણ બાસ્કેટ માં એ પપીભાઈ તેયાર. બહાર હોટેલ માં રાખેલી પાર્ટીમાં સ્પેશિયલ ગેસ્ટ હતા, જેના નામકરણ વિધિની તેયારી ચાલતી હતી,જેથી સાથે સાથે કેક કાપી શકાય. અને અંતે નામ પડ્યું “બૃનો”. હવે તો બેનબા ખુશ ખુશ, આખો દિવસ લઈને ફર્યા કરે. બૃનો ધીરે ધીરે મોટો થતો ગયો. પણ જે એક્ટીવનેસ હોવી જોઈએ તે તેનામાં જણાતી ના હતી.પછી વેટરનરી ડોકટરના ચક્કર શરુ થયા.

ખરેખર આ એક બાળઉછેર જેવું જ કામ રહે છે. ઘેર આવતા જતા લોકોની , સ્નેહીજનોની સલાહ રહેતી કે જોબ સાથે આ નવું શું કર્યું ? પણ શું થાય ? દિકરીની ઈચ્છા પૂરી તો કરી પણ ઘણી જ તકલીફ પડતી હતી.અને ધીરે ધીરે એ નાનકડા બૃનોની માયા લાગતી જતી હતી.

સવારે જયારે નાહીને સૌ પ્રથમ મંદિરમાં દીવો કરીને જ કામ કરવું એ મારો નિયમ હતો . અને મંદિરની ઘંટડી સાંભળીને ગમે ત્યાંથી દોડી આવીને ઝીણા ઝીણા અવાજ કરવાનો નિયમ બ્રુનો નો હતો.ક્યારેય કોઈને ન ભસતો ..એનો અવાજ જયારે ઘંટડી વગાડે ત્યારેજ સંભળાતો.ઓફીસ જવા માટે પર્સ લાવું કે બૃનો આગળ પાછળ ફર્યા કરે ..અને મારા ગયા પછી ક્યાંય સુધી દરવાજા પરથી ઉભો જ ન થાય. જુલાઈ મહિનામાં કંપનીમાંથી મારે દુબઈ જવાનું હતું ..હું નીકળી અને…….

પાછળથી બૃનો સખત માંદો પડ્યો.૧ વીક પછી જયારે પાછી આવી અને એની માંદગી વધી ગઈ ..કેટ કેટલા વેટરનરી ડોક્ટરને બતાડ્યું પણ..૨૨ જુલાઈ તબિયત એકદમ ખરાબ થઇ, હું અને મિત્સુ આખી રાત તેની પાછળ જાગતા રહેતા..બૃનોના ને અમારા કમનસીબે એક હોશિયાર ડોક્ટર મળ્યા પણ હવે કંઈ જ થઇ શકે એમ નહોતું. હકીકતમાં બૄનોને બ્લડ જ બનતું નહોતું. પણ આગળના કોઈ ડોક્ટર આ જાણી જ ન શકયા. અમારી એના પ્રત્યેની લાગણી અને પ્રેમ જોઇને ડોકટરે અમને એ અઘરો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે એ જણાવી નહોતા શકતા.અને ૨૩ તારિખની રાત્રે બૄનો ખુબ જ પીડાતો હતો ..અંતે એને જોઇને એક ખુબ જ ”અઘરો નિર્ણય” લેવો જ પડ્યો. એને ડોક્ટર પાસે લઇ ગયા પહેલા છેલ્લીવાર એને ભગવાનનાં મંદિર આગળ લઇ ગયા, દીવો પ્રગટાવ્યો અને એને ગમતી ઘંટડી વગાડી..બિલકુલ અવાજ કરી નહોતો શકતો પણ એ સમયે એજ અવાજ સંભળાયો .. એ “પાર્સલ”ને અમારા સુધી પહોચાડનાર પણ આવી ગયા..કે “લાવો હું મારી ઘેર લઇ જઉં” પણ હવે તો એ અમારો હતો. ભારે હૃદય સાથે હું તેને મારા ખોળામાં લઈને ગઈ. ડોકટરે મને બહાર બેસવા કહ્યું પણ..હું એને મારા હાથમાં છેલ્લી ઘડી સુધી રાખવા માગતી હતી.એ મારી સામે જોતો જ રહ્યો ને ૨ થી ૩ સેકન્ડમાં ખાલી ખોળીયુ બની ગયો. .

૨૪જુલાઈ, મારા જીવનમાં આવેલ કરુણ દિવસ, તે ક્યારેય નહિ આવે..સ્વજનને ગુમાવ્યાની લાગણી તો બધાએ અનુભવવી પડે છે ..એમાં ભાગીદાર બનવા સૌનો સાથ પણ રહે છે પણ પ્રાણીમાં ? સામે સવાલો આવે છે આવું તે કેવું દુખ છે? પણ સાચું કહું ..મને મારા સંતાન ને ગુમાવી દીધું હોય એવી વેદના ત્યારેય થતી હતી.હજુ પણ થાય છે. અને ઘણાને આ વાંચીને સવાલો ઉભા થશે. પરંતુ આ પણ એક ઋણાનુબંધન છે. ક્યાંક બાકી રહી ગયેલી લેણાદેણી પૂરી કરવા એ ૩ મહિના અમારા ઘેર આવ્યો..મંદિરની ઘંટડીનો અવાજ સાથે એ આરતી થાય ત્યાંરે ગમે ત્યાંથી દોડી આવતો..ખુબ જ પ્રેમ ઉભરાય એને જોતાજ ..બાકી એ મારી દીકરીની પસંદગી હતો મારા હ્રદયમાં તો ક્યારે આટલી લાગણી નહોતી આવી. એનો અહેસાસ એ હતો તેના કરતા પણ ગયો ત્યારે વધારે થયો.આવું દુઃખ? આટલી વેદના?

રડી-રડીને હું અને મિત્સુ અડધા થઈ ગયા અને મારી નાની હીર અવાક ….આ શું હતું ..? અમારો પ્રેમ ?કોઈ પૂર્વજન્મનું લેણું? એ પ્રશ્ન આજે પણ અનુત્તર છે ..એના ગયા પછી એજ “ભૂલ” જાણી જોઇને અમે કરી, અને એ તોફાની રમતિયાળ બૃની આજે અમારી સાથે જ છે ..પણ બૃનોની યાદ મારી દીકરીના બેડની બાજુના ખાનામાં ..એના રમકડા ..એની વાટકી ..દવાની બોટલ અને નાનું મોટું કેટલું બનીને સચવાયેલી પડી છે.૨૪ જુલાઈ એ એને જ્યાં દફન કરવામાં આવ્યો એ સ્થળે જવાનું એનાથી ચૂકાતું નથી..રોજ ઉઠીને એની ફોટોફ્રેમ જોયા વગર રહેવાતું નથી … બૃનોની યાદ સચવાયેલી જ રહેશે.

ઘણા લોકોને કદાચ આ વાત અચંબા ભરી લાગશે પણ જેને ઘેર પાલતું પ્રાણી હશે એ આ વાત સુપેરે અનુભવી શકશે.આ દુનિયામાં કદાચ આજ સંબંધ એવો છે કે જે તમને તમારા માગ્યા વગર જ પ્રેમ આપે છે ,તમારા ધુત્કાર સામે પણ પ્રેમની નજર માત્ર થઈ ખેંચાય આવે છે.વફાદારી એના લોહીમાં હોય છે અને આપણે માનવીઓ આપણામાં હોય તેને પણ નઝર અંદાઝ કરીએ છીએ.

– હેમલ દવે

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

11 Responses to મુંગી લાગણી…

 1. pragnaju says:

  અતિ કરુણ પ્રસંગ
  અમારે અમારા કુટુંબી જન તથા સ્નેહીઓ માટે આવો નિર્ણય લેવો પડેલો! અહીં તેને હોસપીસ સારવાર કહે છે.તેઓ હસતા વિદાય લે .! આપણને પણ આઘાત જીરવવાની શક્તી મળે…સતત જાપ /પ્રાર્થના થી સાંત્વન રહે….

 2. નાનું પપી…યાને “બ્રુનો” !
  ઘરમાં આવવું …સૌ ઘરનાં માનવીઓના દિલ જીતી લેવા ….અને અંતે મૃત્યુ !
  એક પ્રાણી સાથે આવો પ્રેમ ….આવો જ પ્રેમ માનવીએ માનવી સાથે કરવો જોઈએ !
  પોસ્ટ ગમી !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Chetu….Hope to see you on Chandrapukar !

 3. જય શ્રી કૃષ્ણ.આજનો દિન ખુશરંગ હો હા! વાર્તા દિલને સ્પર્શી ગઈ…મને બરાબર ખબર છે
  કે આ પીડા…લગાવ…સામીપ્ય શું હોય તે..કારણ મૈ પણ મારો “કાળીયો”ટુંકી માંદગીમાં મૃત્યુ
  પામતાં જોયો છે…!!! હજુ એ આજની તારીખે મને ખુબ જ યાદ આવે છે…મારી જિંદગીમાં એક
  ખાલીપણાનો એહસાસ…અક્સર અનુભવાય છે..હું કોઈને આ સમજાવી શક્તી નથી!!.ખેર,વિભુ
  એનાં આત્માને શાંતિ અર્પે.સાચ્ચું કહું તો હું…હું….ધ્રુસકે…ધ્રુસકે…રડી જ પડી…અને,અને…હવે
  ખુબ જ મુશ્કેલ જીરવવાનું….અને હા! હું ૧૦૦૦% માનું છું કે ઋણાનુંસંબંધ હોય ત્યારે જ આવી
  “વિરલ”ઘટના બને……!!!

 4. Nice touchy story..

 5. Praful Thar says:

  પ્રિય ચેતનાબહેન
  ઘણાં વખતે મારો પ્રતિસાદ મોકલી રહ્યો છું. ખુબ જ સુંદર અનુભવેલો પ્રસંગ મુકેલો છે. લાગણી એક એવી વાત છે કે ક્યારે કોના પર થઇ જાય છે તે તો માનવીનું મન જ જાણે પછી ભલેને તે પ્રાણી કેમ ન હોય!
  ઉપરના પ્રસંગ ઉપરથી મને યાદ છે કે મારા જાદુના શો માટે હું સફેદ કબુતર પાળતો અને જ્યારે તેને પણ કંઇક થઇ જાય તો અમે ઘરના બધાં ચિંતામાં પડી જતાં. અને ઘરમાં છૂટુ જ્યારે રાખતા ત્યારે ઘરનો પંખો પણ બંધ કરી રાખતા જેથી ઉડા ઉડ કરે તો અકસ્માત ન થઇ જાય. અને મન ને બહેલાવવા અમો તેની સાથે ઘેલ ગમ્મત કરી લેતા……
  પ્રફુલ ઠાર

 6. dilip says:

  ચેતુબેન,ખુબ જ ભાવવાહી પ્રસંગ ..હૃદય ભરાઈ આવ્યું…
  આવા ભાવના પ્રસંગો યાદ કરવા જ જોઈએ ..અને આજ ભાવપ્રભુ સમક્ષ ઉપાસનામાં ચિત્તેકાગ્રતામાં સહાયક બને છે ..દૃતેચિત્તે પ્રવીષ્ટાયા ગોવીન્દાકારતો સ્થીરા..કહ્યું જ છે …

 7. Kala Vaishnav says:

  અત્યંત હૃદયસ્પર્શી વાત…હું આવી જ પરીસ્થીતીમાંથી પસાર થઇ ચુકી છું. પોતાના પ્રિય પ્રાણીને આ રીતે સુવાડી દેવું બહુજ કપરું હોય છે… :'(

 8. Dearest Hemalbeta oha how I missed this….!!!!
  yes we have one neighbour in Baroda …Rajubhai n kaka…..Panchamiya ….and they have one small White puppy..Every morning took him out and then back..but that puppy had a very LOUD but SWEET voice..can be Easily Heard in my BED-Room from their Flat..nearly 100 ft distance…and all of a sudden Died and was BURIED near house—-open Ground….Noe they have Left that Flat…Kaka has also DIED and that Ground have had now ANAND-VAN Flats…….gbu jsk Dadu…

  • hemal dave says:

   હેલ્લો દાદુ…આ સમય ક્યારેય ન ભુલાયો છે ના ભુલાશે અથવા નાં ભૂલવાના અમારા પ્રયત્નો છે અમુક બંધનો ક્યારેય બંધન નથી હોતા એતો હોય છે કૈક જન્મોની લેનાદેની જે ભોગવવી પડે છે અને એ જીવનના રસ્તે આં બધું અનુભવવું પડે છે

 9. hemal dave says:

  ચેતુબેન mari લાગણી પહોચાડવા બદલ આભાર દિલ સે …………

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *