home-purple

ભેંટે ઝૂલે…

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.

કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં સવંત ૧૯૨૬માં માંડ્યા. સવંત ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ ‘સિંઘુડો’ – એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે સવંત ૧૯૩૦માં ઝવેરચંદને જેલ થઈ હતી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચનાં કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં ‘કલમ અને કીતાબ’ નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. સવંત ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં ‘મરેલાનાં રુધીર’ નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. સવંત ૧૯૪૬માં તેમની પુસ્તક ‘માણસાઈનાં દીવા’ ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.

( સ્ત્રોત – વિકિપીડિયા)

આજે તેમની પુણ્યતિથિએ પ્રસ્તુત છે, અમે પાઠ્ય પુસ્તકમાં શિખેલી, એમની આ રચના એમના જ સ્વરમાં :

( આ રચનાની mp3 file મોક્લવા બદલ ગુજરાતી ફિલ્મ તથા લોક-સાહિત્ય કલાકાર શ્રી માલદેભાઇ આહિર (ઉપલેટા) નો ખૂબ આભાર )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે.

ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.

મારા બાપુને, બે’ન બે બે કુંવરિયા, બે વચ્ચે પાડયા છે ભાગ

હાં રે બે’ની બે વચ્ચે પાડ્યા છે ભાગ, વીરાજી કેરી ભેટે ઝુલે રે.

મોટે માગી છે મો’લ મે’લાતું વાડીયું, નાને માંગી છે તલવાર

મોટો મા’લે છે મો’લ મેડીની સાહ્યબી, નાનો ખેલે છે શિકાર

મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડીએ, નાનેરો ઘોડો અસવાર

મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા, નાનેરો ઘૂમે ઘમસાણ

મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે, નાનો ડુંગરડાની ધાર

મોટો મઢાવે વેઢે વીંટીને હારલા, નાનો સજાવે તલવાર

મોટાને સોહે હીર-જરિયાની આંગડી, નાનાને ગેંડાની ઢાલ

મોટો સંતાય સુણી શત્રુના રીડિયા, નાનેરો દ્યે છે પડકાર

મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતા, નાનેરો ઝીંકે છે ઘાવ

મોટે રે માડી, તારી કૂખો લજાવી, નાને ઉજાળ્યા અવતાર

મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં, નાનાની ખાંભી પૂજાય

ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે

ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

13 Responses to ભેંટે ઝૂલે…

 1. શ્રી ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલિ

 2. pragnaju says:

  નાનપણમા મોંઢે કરેલું આ ગીત હજુ પણ યાદ છે.
  મધુરી ગાયકી સાથે ગા ઇ ને માણ્યું !
  નો સ્ટે લ જી ક યાદો…
  યાદ છે એ દિવસો જ્યારે માજીરાજ સ્કુલમાં ભંણતા…
  ઝવેરચંદ મેઘાણીની દિકરી પદ્મલા અને દર્શના એક સાથે બેસતા –
  પછી કોલેજનાં દિવસો અને …
  તે હિ ના દિવસા ગતાઃ ।
  … હં મ ણા ન્યુજર્સી ગયા ત્યારે ખબર પડી કે નજીકમાં મેઘાણી કુટુંબ રહે છે
  અને તેમનું સાહિત્ય પણ મળે છે.

 3. રાષ્ટ્રીય શાયર, ગરવા ગુજરાતી મહામાનવ ઝવેરચંદ મેઘાણીને શત-શત વંદન.

 4. ચેતુબેન મારી પાસે જુના જમાના વાળી આની રેકોર્ડ ગ્રામોફોન માં ચાલે તેવી છે અમેં નાના હતા ત્યારે મારા દાદાજી અને પપ્પા મને આ સંભળાવતા પ્રફુલ્લ ભાઈ દવે અને બાલા ભાઈ બાલ્કૃષ્ણ દવે જ્યારે મુંબઈ આવે મારા ઘરે તો આ રેકોર્ડ પહેલા સંભાળવાનો આગ્રહ કરતા અને ભાઈ ભાઈ જલસો થઇ ગયો કહેતા… …વાહ ખુબ ખુબ આપ નો આભાર ..

 5. Maheshchandra Naik says:

  રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને સ્મૃતીવંદના અને લાખ લાખ સલામ….

 6. દીકરી ચેતના
  રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને સ્મૃતીવંદના અને લાખ લાખ સલામ….
  આ કાવ્ય અમે પાઠ્ય પુસ્તાકમાં ભણ્યા છીએ અને પ્રેમે ગયું પણ છે
  આભાર

 7. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી ની રચના સાંભળવાની મઝા આવી સાથે શાળાના દિવસો યાદ અપાવ્યા તે બદલ આભાર !

  શ્રી મેઘાણીજી ને શત શત વંદન !

 8. kapil dave says:

  મેઘાણી સાહેબ ને શત-શત વંદન.
  એજ દિવસે કવિ દુલા ભાયા કાગ ની ૩૬મી પુણ્ય તિથી હતી

 9. ગુજરાત કેસરી શ્રી મેઘાણીભાઈને સ્મરણાંજલિ ..!

 10. અમે વડોદરા કોલેજમાં એમના જ કંઠે
  કોઈનો લાડકવાયો ,કસુંબીનો રંગ સન
  બાવનમાં સાંભળ્યાં હતા !એક સ્મરણ !

 11. ritesh says:

  મેં મેઘાણી જી ને પહેલી વાર સાંભળ્યા અને ખરે ખર ખુબ જ મજા આવી ફેસ બુક પર મુકવા બદલ આભાર

 12. Ajay says:

  ઝવેરચંદ મેઘાણી નું નામ તો શાળા ના ટાઇમે બહુ સાંભળ્યું પણ અત્યારે facebook ઉપર સાંભળ્યું બહુ મજા આવી ભાઈ આભાર અને ગુજરાત ના સાયર ને લાખ લાખ વંદન

 13. Priti says:

  Which are best books of Meghani and from where to order ?

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *