***
આજે અમારા પૂજ્ય પપ્પાના જન્મદિને એમના સંતાનો તરફથી એમનું અતિપ્રિય આ ભજન …!!
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પપ્પા ..!!
***
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તું હૃદયે વસનારી તું હૃદયે વસનારી,
ઘટ ઘટ ભીતર નરતનહારી
તું અંતરના તાર પરસતી અંગુલિ કો રઢિયાળી,
તું તિમિરોનાં ધણ વાળી લઈ કરત સદા રખવાળી….!!
તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો ધ્યુતિ અરુણા,
તું જીવનના વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા…!!
તું જીવનની જન્મ ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા,
તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા…!!
તું નયનો પર પડદા ઢાળી, અન્ય નયન દેનારી,
તું જગમાં જગપાર અનંતે અમ સંગે ઘૂમનારી..!!
તું આનંદ અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પર શક્તિ,
તું ઋત રાત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ…!!
તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,
તવ હૃદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા..!!
તું હૃદયે વસનારી, તું હૃદયે વસનારી,
ઘટ ઘટ ભીતર નરતનહારી, તું હૃદયે વસનારી..!!
– ત્રિભુવનદાસ લુહાર ( સુન્દરમ્ )
***
સુંદર ભજન
તું આનંદ અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પર શક્તિ,
તું ઋત રાત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ…!!
તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,
તવ હૃદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા..!!
કૃષ્ણની આહ્લાદિની શક્તીની કૃપા થાય તેવી પિતાશ્રીના જન્મદિને પ્રાર્થના
ગુજરાતીના ચાહકોના ‘અનોખા બંધન’ ના સુત્રધારના પિતાશ્રીને જન્મદિન મુબારક.
સરસ વંદના ને એટલી જ મધુરતા ભર્યું જીવન રહે તેવી જન્મદિને શુભેચ્છા .
રમેશ પટેલ(આકાશદીપ)
ખૂબ ખૂબ આભાર ..!!
જાય શ્રી કૃષ્ણ,તમારા પિતાશ્રી ને જનમ દિન મુબારક!
ખુબ ખુબ આભાર, આવી કર્ણપ્રિય રચના આપવા બદલ….ગાયક અને સંગીતકાર ના
નામ આપી શકશો પ્લીઝ ?
આપણા સૌના પિતાને સાદર વંદન.!