home-purple

આપણો સંબંધ..

”સંબંધ”..!! માનવીનું જીવન આમ તો સંબંધ પર આધારિત છે.. ક્યારેક આ સંબંધ દિવ્ય અનુભૂતિ કરાવે છે .. તો ક્યારેક આ જ સંબંધ દિલ તોડે છે..!

કોઈ એક દિવસ જે સંબંધને લીધે જીવન ભર્યું – ભરેલું લાગતું હોય, એ જ સંબંધને લીધે ક્યારેક જીવન જીવવું અસહ્ય બની જાય એવું બનતું હોય છે..! કોઈ પણ સંબંધની વેલને પ્રેમ અને લાગણીથી સિંચીને મોટી કરી હોય એને જ ક્યારેક સંજોગોની થપાટ જડ – મૂળથી ઉખાડી દે છે.. ને શમણાઓ તુટી જાય છે…ત્યારે એક્બીજાથી છુટ્ટા પડી જાય છે ….!! ………અને………..
જે સંબંધ ક્યારેક વરસતો મેઘ દિસતો, એ જ સંબંધને મુલવવામાં આવે છે જાણે.. ” વરસ્યા વિનાનાં રહ્યાં વાદળા ”..!

[audio:22 Prachi Shah & Tejas Dholakiya-Aakashe Dhodhmar.mp3]

રચના – શ્રી અંકિત ત્રિવેદી

સ્વરાંકન – શ્રીનયનેશ જાની

સ્વર – પ્રાચી શાહ, તેજસ ધોળકિયા

[ આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય એવી ચિ. પ્રાચીએ ૨૦૦૮માં મિર્ચી મ્યુઝિક ઍવોર્ડ મેળવેલ તથા ઝી ટી.વી. પર સારેગામાપા મેગા ચેલેન્જ નામનાં સંગીત કાર્યક્રમમાં શ્રીપાર્થીવ ગોહેલ તથા દિપાલી સોમૈયા સાથે પોતાની ગાયિકી દર્શાવી..]

આકાશે ધોધમાર બંધાતા રોજ તોયે, ઈચ્છા વિનાના સાવ પાંગળા
આપણો સંબંધ જાણે , વરસ્યા વિનાનાં રહ્યાં વાદળા
કોડીયા માં પ્રગટેલા અજવાળા જેમ એકબીજામાં ઝળહળતા આપણે
અજવાળું ઓલવીને કેમ કરી મોકલેલું શરતોનું સરનામું આપણે
શમણાનાં તૂટવામાં એવું લાગે કે, જાણે હાથમાંથી છુટા પડ્યાં આંગળા

અંતર થી અંતર જો માપો તો, આમ અમે પાસે ને આમ દૂર દૂર
કિનારે પહોચેલા મોજાની જેમ દરિયાથી છૂટવા આતુર
ચહેરાના ભાવ બધા વાંચી શકાય, તોયે આંખો ને લાગે કે આંધળા
આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળા …

ના છુટકે લેવાતા શ્વાસોમાં વર્તાતી, સંગાથે જીવ્યાની ભૂલ
આપણા જ ક્યારામાં, આપણે જ વાવેલું, સુગંધ વિનાનું એક ફૂલ
સાથે રહ્યાની વાત, ભૂલી જઇ ને આજ, છુટા પાડવા ઉતાવળા..
આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળા…!

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

5 Responses to આપણો સંબંધ..

  1. Maheshchandra Naik says:

    આપણાં સંબંધ જાણે વરસ્યા વિનાના રહ્યા વાદળા ….
    સરસ રચના, સરસ સ્વરાંકન અને મધુર સ્વર આનદ આનદ થઈ ગયો…સૌને અભિનદન,આપનો આભાર

  2. સાચો સંબંધ બ્રહ્મસંબંધ – પાયાના હોવાપણાની સાથે ઓળખ.
    એ સિવાયના બધા સંબંધ ઝાંઝવાં.

  3. GOVIND LIMBACHIYA says:

    ચેતનાબેન,
    બધાને મારા ખૂબ ખૂબ અભ્નંદન,
    જય શ્રીકિષ્ણ.
    Govindbhai

  4. Ketan Shah says:

    અંતર થી જો માપો તો ….
    સુંદર રચના

  5. planettanvay says:

    સુંદર ગીત…
    જાણે કે સાંભળતા જ રહીએ..
    આભાર અંકીતભાઈ અનન્ય રચના સમજાવી ગઈ સંબંધની વ્યાખ્યા

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *