Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો,
સોના રૂપાની હવેલી હોજો…!
અમે અમારાં રણછોડજીને કેસરથી પૂજીશું, કેસર ના મળે ચંદનથી પૂજીશું,
ચંદન થી સુંદર કસ્તૂરી હોજો..!
અમે અમારાં કાંનજીને ફૂલડાંથી સજાવીશું, ફૂલડાં ના મળે તો અમે કળીઓથી સજાવીશું,
કળીઓ થી સુંદર તુલસી હોજો..!
અમે અમારાં શામળીયા ને સોનાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું,
રૂપા થી સુંદર હિરલાં હોજો..!
અમે અમારા માધવ ને મંદિર માં પધરાવિશુ, મંદિર ના મળે તો અમે મનડામાં સજાવીશું,
મનડા થી સુંદર ભાવ મારાં હોજો..!
ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો
સોના રૂપાની હવેલી હોજો…!
6 Responses to Zagmagta tarlaa…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments