દેવ પ્રબોધિની એકદશીને દેવ પ્રબોધિની દેવદિવાળી પણ કહે છે..આ દિવસે ચાતુર્માસની સમાપ્તી થાય છે, તેમજ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલાં ભગવાનને જગાડવા માં આવે છે.
આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. પુષ્ટિ હવેલીઓમાં શેરડીનો મંડપ કરવામાં આવે છે,જેમાં દિવા કરવામાં આવે છે.પ્રભુ ને રજાઇ, ગદ્લ, અંગિઠી, તથા કાચા ફળો ધરવામાં આવે છે. પ્રબોધિનીએ જાગરણ કરાય છે. જેને ”રાત્રીજગો” કહેવાય છે. જે ચાર યુથાધિપતિની ભાવના તથા તત્સુખ નો ભાવ છે. કુંજમાં ભક્ત આવે છે અને ત્યાં વિવાહખેલ આદિ ચતુર્થ ભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી વિરહતાપ નિવારણ કરે છે.
તુલસીજી ભક્તિરૂપ છે. તે સ્વામીનીજીનાં શ્રીઅંગ ની સુગંધ છે. તે દ્વિદલાત્મક રૂપે હોઈ ભક્તને શ્રીજીનું ઐક્ય સૂચવે છે. તેથી આત્મનિવેદનમાં અને નિત્ય સેવામાં શ્રીચરણ કમળમાં પધરાવવામાં આવે છે જે સૂચવે છે કે ભક્તનું સ્થાન શ્રીચરણ કમળમાં જ છે. જ્યાં તુલસીજી બિરાજતા હોય ત્યાં શ્રી ઠાકોરજી નિશ્ચય હોય છે. તુલસી અલૌકિક દેહ ની દાતા છે અને ભગવદ્ ધર્મમાં પડતાં બધા પ્રતિબંધોને દૂર કરે છે.
5 Responses to Tulasi- Vivah…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments