સ્વરાંજલી
***
તેરી ગલીયોં મેં
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ચાંદ મેરા દિલ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
છૂ લેને દો
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ચૌદવીં કા ચાંદ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
લિખે જો ખત તુજે
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
દેખા હૈ તેરી આંખોમેં
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
એ નરગીસે મસ્તાના
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
એ ફૂલો કી રાની
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મોહમ્મદ રફી ( मोहम्मद रफ़ी, Urdu: محمد رفیع; 24 ડિસેમ્બર, 1924 -31 જુલાઈ, 1980) ભારતીય પાર્શ્વ ગાયક હતા, જેમની કારકિર્દી ચાર દાયકા સુધી હતી.તેમણે 5 રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 ફિલ્મફેર પુરસ્કાર જીત્યા હતા. 1967માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા હતા.તેમની કારકિર્દીનો સમયગાળો આશરે 40 વર્ષનો રહ્યો, રફીએ 26,000થી વધુ ફિલ્મી ગીતો ગાયા.તેમના ગીતોમાં શાસ્ત્રીય ગીતોથી માંડીને ભક્તિગીતો, ઉદાસ આક્રંદથી માંડીને અત્યંત વીરશ્રૃંગારરસ, કવ્વાલીઓથી માંડીને ગઝલો, અને ભજનો તેમજ ધીમી ઉદાસ ધૂનો તેમજ ઝડપી મસ્તીભર્યા ગીતો સામેલ હતા. હિન્દી અને ઉર્દુ પર તેમની મજબૂત પકડ હતી અને પ્રભાવશાળી ક્ષમતા હતી કે જેમાં આવા વૈવિધ્યને સમાવી શકાય.
તેમણે ઘણી ભારતીય ભાષાઓ જેવી કે હિન્દી, કોકંણી, ઉર્દૂ, ભોજપુરી, ઉડિયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, ગુજરાતી, તેલુગુ, મઘી, મૈથિલી અને આસામી જેવી ભાષાઓમાં ગીતો ગાયા હતા. તેમણે કેટલાક અંગ્રેજી, પર્શિયન, સ્પેનિશ અને ડચ ગીતો પણ રેકોર્ડ કર્યા હતા. 24 જુલાઈ, 2010માં ટાઇમ્સ ઓફ ઈન્ડિયા માં પ્રકાશિત એક લેખમાં તેમના અવાજ વિશે સંક્ષિપ્તમાં કહેવાયું હતું, “જો એક ગીતમાં “હુ તને પ્રેમ કરુ છું” તેમ કહેવા માટેના 101 રસ્તાઓ હોય તો મોહમ્મદ રફી તે તમામ જાણતા હતા. યુવાન પ્રેમનું અણઆવડતપણુ, કિશોરાવસ્થાનો પ્રેમ, એક તરફી પ્રેમનું તત્ત્વજ્ઞાન તેમજ દિલ તુટ્યાનો સંતાપ-તેઓ કોઈ પણ ધૂનની તિરાડ શોધી શકતા. તે માત્ર પ્રેમ ન હતો, તેમનો અવાજ જીવનના નવરસને ઝીલી શકતો- એક અસફળ કવિની ઉદાસી, એક આક્રમક સંઘની શક્તિ, દેવામાં ડૂબેલા ખેડૂતની હતાશા, અને બીજું ઘણુ બધું.રફીની કારકિર્દીનો સમયગાળો ચાર દાયકા આસપાસ રહ્યો, તેઓ એક ગાયક હતા કોઈ પણ ઋતુ અને કોઈ પણ કારણ માટે.
1945માં રફીએ તેમની પિત્રાઈ બિલ્કીસ સાથે તેમના ગામમાં લગ્ન કર્યા. જેનાથી તેમને ચાર પુત્રો અને ત્રણ પુત્રી થઈ. તેઓ મદ્યપાન નહી કરનારા, ધાર્મિક અને અંત્યત ઉમદા વ્યક્તિ હતા. તેઓ ઘણા પારિવારીક માણસ હતા, રેકોર્ડિંગ રૂમથી ઘર અને ઘરથી રેકોર્ડિંગરૂમ તેમનો ક્રમ હતો. તેઓ ક્યારે પારિવારી પ્રસંગોમાં હાજરી આપતા નહી તેમજ ધુમ્રપાન કે દારૂનુ સેવન પણ કરતા નહી. તેઓ ભૂલ્યા વગર દરરોજ સવારે 3થી 7 વાગ્યા સુઘી તેમના સંગીતનો અભ્યાસ કરતા
ભારત સરકારે રફીના મૃત્યુ બાદ તેમના માનમાં બે દિવસની જાહેર રજા જાહેર કરી હતી. ગુમનામ (1965) ફિલ્મમાંથી રફીનું ગીત “જાન પહેચાન હો” ના સંગીતની ધ્વનિપટ્ટીનો ગોસ્ટ વર્લ્ડ (2001)માં ઉપયોગ કરાયો હતો. તેમનું “આજ મૌસમ બડા બેઈમાન હૈ” વર્ષ 2001માં મોન્સુન વેડિંગ માં ફિલ્માવવામાં આવ્યું. તેમનું એક ગીત “ મેરા મન તેરા પ્યાસા” (ગેમ્બલર , 1970)ની ધ્વનિપટ્ટીનો ઉપયોગ જીમ કેરી-કેટ વિન્સલેટની ભૂમિકાવાળી ફિલ્મ ઈટરનલ સનશાઈન ઓફ ધ સ્ટોપલેસ માઈન્ડ (2004)માં કરાયો.
પુરસ્કારો 1948 – ભારતની આઝાદીના પ્રથમ વર્ષ નિમિતે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે રજત ચંદ્રક એનાયત થયો.[૧૧]
1967 – ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા.
1974 – ફિલ્મ વર્લ્ડ મેગેઝીન દ્વારા સર્વોત્તમ ગાયક તરીકેનો પુરસ્કાર ગીત “ તેરી ગલિયો મે ના રખેંગે કદમ આજ કે બાદ” (હવસ,1974) માટે એનાયત થયો.
2001 – રફીને “સદીના સર્વોત્તમ ગાયક” તરીકેનું સન્માન હિરો હોન્ડા અને સ્ટારડસ્ટ સામાયિક દ્વારા મુંબઈમાં જાન્યુઆરી 7, 2001ના રોજ મળ્યું. રફીને 70 ટકા મતો મળ્યા.
ગુરુવારે, જુલાઈ 31, 1980ના રોજ, ભારે હૃદય રોગના હુમલાના પગલે, રફીનું રાત્રે 10:50 વાગ્યે મૃત્યુ થયું. તેમનું છેલ્લું ગીત હતું “શામ ફિર ક્યું ઉદાસ હૈ દોસ્ત” (આસ પાસ ), જે તેમણે મૃત્યુના થોડા જ કલાકો પહેલા લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે રેકોર્ડ કર્યુ હતું. તેઓ ચાર પુત્રો (સઈદ રફી, ખાલિદ રહી, હામિદ રફી, શાહિદ રફી), ત્રણ પુત્રીઓ (પરવીન, નસરીન, યાસમીન) અને 18 પૌત્ર પૌત્રીઓ છોડી ગયા હતા.રફીને જુહુ મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવાયા હતા. આ મુંબઈએ જોયેલી સૌથી મોટી અંતિમવિધિઓમાંની એક હતી, જેમાં 10,000 કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો.2010માં, નવા મૃતદેહો માટે જગ્યા કરવા માટે તેમની કબરને તોડી નંખાઈ હતી. મોહમ્મદ રફીના ચાહકો જે દર વર્ષે બે વખત, ડિસેમ્બર 24 અને જુલાઈ 31ના રોજ, તેમની જન્મ અને પુણ્યતિથિએ કબર પર આવે છે. રફીજી કદી પણ મદ્યપાન ન કરનારા, અત્યંત ધાર્મિક અને ખૂબ જ નમ્ર વ્યક્તિ હતા. તેઓ એક ચુસ્ત મુસ્લિમ હતા. એકવાર, જ્યારે ઓછા જાણીતા સંગીતકાર નિસાર બાઝમી (જેઓ પાકિસ્તાનથી સ્થળાંતરિત થયા હતા) પાસે તેમને ચૂકવવા માટે પૂરતા પૈસા ન હતા, ત્યારે તેમણે એક રૂપિયાની ફી લીધી અને તેમના માટે ગીત ગાયું. તેઓ નિર્માતાઓને નાણાકીય મદદ પણ કરતા હતા. એકવાર લક્ષ્મીકાંતે (લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીમાંના એક) કહ્યું હતું કે- “તેઓ હંમેશા પાછું મેળવવાનું વિચાર્યા વિના આપતા હતા.”
આવું ઉમદા વ્યક્તિત્વ ધરાવતા સ્વ. રફીજી આપણી વચ્ચે આજે પણ એમના સ્વર અને સંગીતથી જીવંત છે..!!
***
સ્ત્રોત – વિકિપીડિયા.
10 Responses to Swaranjali… ( Rafi )
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments