Home Green

Sur~Sadhana…


मंगल स्तुति

***

वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

गुरुर्बम्हा गुरूर्विष्णु गुरुर्देवो महेश्वरा !
गुरुर्सक्षात परब्रम्हा तस्मै श्री गुरुवे नमः

या कुंदेंदु तुषार हार धवला , या शुभ्र वस्त्रा वृता,
या वीणा वर दंड मंडित करा या श्वेत पद्मासना,
या ब्रम्हा च्युत शंकर प्रभिर्तिह्भी,देव्येह सदा वन्दिता,
सा माम पातु सरस्वती भगवतीं , निः सेष जाड्यापहा.
***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મિત્રો, ..સૂર~સરગમ પર, નવો વિભાગ ” સૂર~સાધના ” શરૂ કરી રહી છું. જેના અંતર્ગત આપ મારા સ્વરમાં, કેટલીક સરગમ સાંભળી શક્શો…આ માટે મને સતત પ્રેરણા અને પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન આપવા બદલ મારા પરિવારજનો, સ્નેહીજનો તથા તમામ મિત્રોનો ખરા અંતઃકરણ પૂર્વક ૠણ-સ્વીકાર કરું છું..!
કવિ શ્રી મકરંદ દવેની એ પંક્તિ છે ને, કે ..” ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ.” તો આ પણ ગમતાનો (ગીત ગણગણવાનો 🙂 ) ગુલાલ કરવાનો જ, એક નમ્ર અને નાનકડો પ્રયાસ છે.. સંગીતના વહેણમાં વહેતા રહી, સરગમના તરંગો સાથે, સૂરની બુંદોની છાલક ઊડાડી, નિજાનંદ મેળવીને, આપ સહુ મિત્રો સાથે, એ આનંદ વહેંચવાના હેતુથી જ સૂર~સાધના શરૂ કરેલ છે…!!

( Spacial thanks to our ”SWAR TARANG” group. )

***

***

This entry was posted in Melodious, Mix, other, Sur-Sargam, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

29 Responses to Sur~Sadhana…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. nikita says:

    ખુબ્જ્જ આનંદ થયો …….

  2. Yogesh Chudgar says:

    બહેન ચેતના,
    ખુબ ખુબ અભિનંદન. ચેતનાનો સ્વર પ્રથમ વાર સાંભળ્યો. અનેરો આનંદ થયો.
    ‘સુર સાધના’ ના પ્રારંભે શુભેચ્છાઓ.

  3. સવારે આ સ્વરો ને સાંભળી આનંદ થયો.
    પ્રયાસને પ્રભુ સફળ કરશે.
    આંટી અને અંકલ.

  4. નમસ્કાર બહેના !શ્રી ગણેશ ,શ્રી ગુરુ અને શ્રી
    સરસ્વતીનાં સ્મરણ સહિત આ પ્રાર્થના કદી
    અસફળ ના જ થાય !તમારું^ સદાય કલ્યાણ
    હજો ! ,,,,,,,,,,,,,,,,,,,,,,,,જય શ્રી કૃષ્ણ ……….!

  5. સુંદર … સાધના એના સાધ્ય સુધી પહોંચે એવી શુભેચ્છાઓ ..

  6. dilip says:

    ચેતુબેન, ખુબ જ સુંદર રજૂઆત અને સ્તૂતી..આપે રજુ કરી નવો વિભાગ શરુ કરવા બદલ આપને ખુબ ખુબ અભિનંદન અને આપ અવનવા ગીતો રજુ કરતા રહો, આપની સ્વર સંગીત સાધના આગળ વધતી રહો એજ અભ્યર્થના.

  7. Shailya.. says:

    ખુબ ખુબ અભિનંદન..ચેતુબેન ..
    ખુબ જ સુંદર અવાજ છે આપનો..
    વધુ ને વધુ સાંભળવાનો લહાવો મળે તેવી અંતરની ઈચ્છા..
    ..શૈલ્ય

  8. પ્યારા ચેતનાબેન – તમારો ગાવાનો આ પ્રયાસ ખુબજ સફળ રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. તમારા મીઠા સ્વરમાં આ સ્તુતિ મને બહુજ પસંદ આવી.
    અભિનંદન.

  9. જતીન says:

    ચેતુબેન , તમારો સુન્દર સ્વર સાંભળી અને અતિ આનંદ થયો આમજ ગાતા રહો અને નવ નવા ગીતો રજુ કરતા રહો એવી હાર્દિક શુભેચ્છા…… જતીન

  10. પ્યારા ચેતનાબેન – તમારો આ ગાવાનો પ્રયાસ સદાયે સફળતા મેળવે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
    તમારા મીઠા મધુર સ્વરમાં સ્તુતિ મને બહુજ પસંદ પડી. બસ આવી રીતેજ અમને ભજન, અને ગીતો સંભળાવતા રહેજો. જ્ય શ્રી કૃષ્ણ.

  11. Dinker Bhatt says:

    દિનકર ના સ્નેહ વંદન

    સવારના પહોરમાં સુંદર સ્વરમાં સુંદર સ્તુતિ સાંભળી દિલ ડોલી ગયું.
    દિવસ સફળ થયો.
    ખુબ ખુબ આભાર સહ,

    દિનકર

  12. Rekha says:

    ખુબ ખુબ અભિનંદન.
    આ surprise ખુબ ખુબ જ ગમી. 😀
    તારા મીઠા મધુર સ્વર માં સ્તુતિ ખુબ જ પસંદ પડી.
    શ્રીનાથજી તને સફળતા આપે, એજ પ્રાથના છે. 🙂

  13. prakash soni says:

    ચેતના બહેન,
    અતિ સુંદર સ્વર-સુંદર સ્તુતિ-સુંદર પ્રસ્તુતિ-ત્રિવેણી સંગમ માં સ્નાન કરાવવા બદલ ખુબ ખુબ આભાર..ખરેખર આપ ના અવાજ માં માધુર્ય છે અને આવીજ રીતે સદાયે ગાતા રહો એવી અભ્યર્થના..સાંભળવાની ખુબજ મજા આવી..જય શ્રી કૃષ્ણ ..
    પ્રકાશ થડેશ્વર ( સોની)

  14. નવો વિભાગ શરુ કરવા બદલ ખૂબ ખૂબ અભીનંદન – આપ નિજાનંદમાં મસ્ત રહીને આપના હ્રદયમાં ઉભરાતા ભાવ-તરંગોને આવી રીતે આંદોલીત કરતાં રહીને સહુને આનંદીત કરતાં રહો તેવી શુભેચ્છા.

  15. ‘સૂર-સાધના’ને સર્વાંગ સાફલ્યની શુભકામનાઓ…ચેતનાબેન
    જય શ્રી કૃષ્ણ….

  16. asif jeriya says:

    વાહ ક્યાં બાત હે ખુબ ગમ્યું

  17. મીના છેડા says:

    વાહ!!!
    અભિનંદન

    – સ્નેહ
    મીના

  18. Dharmesh Kapadia says:

    ચેતુ બેન,
    ‘સુર-સાધના’ શરુ કરવા બદલ હાર્દિક અભિનંદન…
    ખરેખર સંગીત એ તન-મન ને તાજગી પ્રદાન કરે એવો એક કુદરતી અને અકસીર રામબાણ ઈલાજ છે…એ ઉપરાંત જો અમ ઈશ્વર ની ભક્તિ નો ભાવ ભળે, તો તો સોના માં સુગંધ જેવું થાય…
    આપના આ નવલા પ્રયોગ ના માધ્યમ થી આપ સૌને પરમાત્મા સાથે જોડી શકો અને હળવા સંગીત ના માધ્યમ થી સૌને માનસિક શાંતિ પણ આપી શકો આવી શુભેચ્છા…

    ધર્મેશ.

  19. સ્વભાવ જેવો જ મીઠો ,મધુરો અને સુંદર અવાજ.ખુબ અભિનંદન,ચેતુ..

  20. DEAREST CHETU….FIRST OF ALL MY HEARTIEST CONGRATULATIONS TO U FOR THIS BEAUTYFUL WEB SITE…AND THE SELECTION TOO IS GOOD..NAME YES AND TWO SLOAKS IN THE “PRARAMBH”……I AM SURE GUJARATI SAHITYA LOVERS SHALL DEFINETLY LIKE THIS BCS THEY ARE INTERESTED IN QUALITY RATHER THAN QUANTITY……SHALL BE IN TOUCH WD U AND SHARE MY COMMENTS AS USUAL NEEDED..FITTED….NECESSARY….GBU JSK DADU NI AASHISH…

  21. Chetu says:

    પ્રિય મિત્રો, આપ સહુની શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર .. આપનો સાથ, સહકાર અને પ્રોત્સાહન એક અનોખીમૈત્રીનું ઋણાનુબંધ છે…!!

  22. તમારો અવાજ અહીં સાંભળવાનો નવો નક્કોર રોમાંચ માણ્યો. અને ગાયકી તો પહેલી જ વાર.

  23. ચેતુ,
    તારા ઇમેઇલથી જ આ સાઈટ વિષે જાણ્યું …..”મંગળ સ્તુતિ “થી શુભ શરૂઆત કરી અને જે તારા મીઠા સ્વરે સાંભળ્યું તેથી ખુબ જ આનંદ થયો .
    અભિનંદન !
    હવે પછી બીજી પોસ્ટને “સુર” આપો ત્યારે જરૂરથી જાણ કરવા વિનંતી .
    >>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo Chandrapukar Par !

  24. heena says:

    ચેતનાબેન મધુર સ્વર મંગલ સ્તુતિ ખુબ સરસ

  25. અરે વાહ ચેતના ખુબ સરસ અવાજ …ખુબ મજા પડી..શુભેરછા ને અભિનંદન …!!