Home Blue

Shriji-Lila…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

***

શ્રીવ્રજદાસ નામના એક વ્રજવાસી ગોકુલની નજીક રાવલ ગામમાં રહેતા હતા. એક દિવસ તેઓ ગોકુલ આવ્યા. તેમણે શ્રીગુસાંઇજીને સેવક થવા વિનંતી કરી.

શ્રીગુસાંઇજીએ તેને નામ મંત્ર આપીને પુછ્યું : ‘તુ રાવલમાં રહીને શું કરે છે ?’

વ્રજદાસે કહ્યું : ‘મહારાજ, હું ગામની ગાયો ચરાવું છું.’

‘બહુ સારૂં. કોઇ કોઇ દિવસે મારી પાસે આવતો રહેજે.’

‘મહારાજ, હવે આપનો સેવક થયો છું. મારે રોજ આવવું જોઇએ. પણ રોજ આવવાનું તો બનશે નહી. કોઇ કોઇ દિવસે જરૂર આવીશ.’

એક વખત ફાગણના હોલીખેલના દિવસો હતા. વ્રજદાસ ગાયો ચરાવતો ચરાવતો દૂર, ચિંતાહરણ ઘાટ સુધી પહોંચી ગયો. ત્યાં ચારે બાજું ગાઢ વન હતું. એમાં તે ગાયોની પાછળ ફરતો હતો. અચાનક ત્યાં ગુલાલ વરસ્યો. પછી તો ગુલાલ, અબીલ, ચોખાથી આખી ધરતી છવાઇ ગઇ. તેનાં દર્શન કરતો કરતો તે આગળ ગયો. ત્યા જમીન પર એક રત્નજડિત પિચકારી પડેલી જોઇ.

પિચકારીને દંડવત કરી હાથમાં લીધી. મનમાં વિચાર કર્યો કે શ્રીગુસાંઇજીને સોંપી આવીશ. પછી તેણે ધરતી પરથી થોડો પ્રસાદી ગુલાલ, અબીર લીધો, તેમાં તેના વસ્ત્ર રંગ્યા. ધરતીને દંડવત કરી તે રાવલ આવ્યો.

રાતે તે શ્રીગુસાંઇજીને દંડવત કરવા ગોકુલ ગયો. શ્રીગુસાંઇજીને સર્વ હકીકત કહી. ગુલાલ-અબીરસ, ચોવા-ચંદન જે સાથ લાવ્યો હતો તે બતાવ્યાં. રંગેલા વસ્ત્ર બતાવ્યાં અને રત્નજડિત પિચકારી શ્રીગુસાંઇજીના શ્રીહસ્તમાં આપી.

શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી : ‘વ્રજદાસ, હમણાંને હમણાં અમારી સાથે ચાલ. તે સ્થલે અમને લઇજા.’

શ્રીગુસાંઇજી ઘોડે સવાર થયા. આગળ વ્રજદાસ પગે ચાલતા જાય અને પાછળ શ્રીગુસાંઇજી ધીમે ધીમે ઘોડા પર જાય. જ્યાં અબીર-ગુલાલ વરસ્યાં હતાં ત્યાં લઇ ગયો. શ્રીગુસાંઇજીએ સર્વ લીલાનાં દર્શન કર્યાં. પોતે તે રંગમાં લોટ્યા. થોડાં અબીર, ગુલાલ સાથે લીધાં અને રાત્રે વ્રજદાસને લઇને પાછા ગોકુલ પધાર્યા. વ્રજદાસને મહાપ્રસાદ લેવડાવ્યો. પોતાની પાસે બેઠકમાં સુવડાવ્યો. સવારે પોતાનો પ્રસાદી કેસરી ઉપરણો, જેને ચોવા લાગ્યો હતો, તે વ્રજદાસને ઓઢાડીને આજ્ઞા કરી, તું રોજ આવતો રહેજે. વનમાં જાય અને આવાં અલૌકિક દર્શન થાય તો મને જાણ કરતો રહેજે.’

માટે વ્રજમાં શ્રીઠાકોરજીની લીલા નિત્ય છે. શ્રીઠાકોરજી જે પરમ ભગવદીય ઉપર કૃપા કરે તેને અલૌકિક લીલાનો અનુભવ અવશ્ય થાય છે.

***

સ્તોત્ર : શ્રી વલ્લભ અનુગ્રહ.કોમ

***

This entry was posted in Others, Rasiya - રસિયા. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Shriji-Lila…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. હોળીનું ખૂબજ સુંદર કીર્તન સાંભળવા મળ્યું. સાથે સાથે સરસ માહિત બદલ આભાર !

  2. Praful thar says:

    રસિયાઓને રસિયા મોકલાવી રસ્યા થઇ ગયા.
    પ્રફુલ ઠાર

  3. pragnaju says:

    ખૂબ ભાવ સભર હોળી કીર્તન
    જયશ્રી કૃષ્ણ

  4. બહેના ! મારા ઘરમાં પણ આવું મોટું મહારાસનું
    ચિત્ર છે.તમે સરસ વાત મૂકી છે.આભાર !ગીત
    પણ મનોહર છે.ચેતના મનમાં ય આવી.jSK ..

  5. Maheshchandra Naik says:

    સરસ ભાવસભર કીર્તન, પહેલી વાર જ સાભળ્યું વિશ્ર્શ આનદ થયો મથુરા- વૃન્દાવનમાં દ્વારકામાં લટાર મારી આવ્યા હોય એવું અનુભવવા મળ્યું, આભાર………

  6. Ramesh Patel says:

    ભગવદ કૃપા નો આનદ અમૂલ્ય છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

  7. kalpana shah says:

    jsk. happy holi. lakh vachee hoil kam ramee.

  8. હેપ્પી હોળી .. બહેના અને આપના સૌ સ્નેહીઓને.
    રસિયા સાંભળ્યા કૃષ્ણ -બલદેવની જય જય જય !

  9. jayavaidya says:

    rasiya khubaj sunder.