Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આ સાથે જ આપણે શ્રી નારાયણ કવચ સાંભળીએ પુષ્ટીમાર્ગનાં રાગ-રાગીણી સમા બે અદભૂત સ્વરો – શ્રી નિતીનભાઇ દેવકા તથા શ્રી નિધીબેન ધોળકિયાના સુમધુર સ્વરોમાં. … !!
શ્રીનારાયણ કવચ ગુજરાતી ભાષામાં – http://hindusphere.com/wp-content/uploads/2012/07/NarayanaKavachaminGujarati.pdf
Hindi -Sanskrit, English – http://voidcan.org/narayan-kavach/ Narayan kavach
સંસાર દુઃખોથી ભરેલો છે. સુખ એ તો બે સુખો વચ્ચેનો અંતરાલ (ઈન્ટરવલ) છે. એમ કોઈકે યોગ્ય જ કહ્યું છે. સંસારમાં રહેતા મનુષ્ય પણ ક્યારેક એવી પરિસ્થિતિમાં મૂકાઈ જાય કે તેને કોઈ રસ્તો મળતો નથી. ચારે બાજુએથી ઘેરાઈ જાય છે. સગાવહાલા, મિત્રો બધા જ પોતાના મોં ફેરવી લે છે. ત્યારે હતાશ થયેલ મનુષ્ય આત્મહત્યાને પંથે વળે છે. આવા સંજોગોમાં આપણા કરૂણાશીલ મનીષીઓએ, આ દુઃખ, આ ભય વગેરેમાંથી ઉપાય સૂચવેલ છે – તેમાંનું એક છે – ‘નારાયણ કવચ’. શ્રીમદ્ ભાગવતના ૬ઠ્ઠા સ્કંધના આઠમા અઘ્યાયના શ્વ્લોક ૧૨ થી ૩૪ – એ ૨૩ શ્વ્લોકોને નારાયણ કવચ નામ અપાયું છે. પોતાના ગુરૂ એવા બૃહસ્પતિનો અનાદર કરવાથી નારાજ થયેલ બૃહસ્પતિ (દેવગુરૂ)એ ઈન્દ્રનું ગુરૂપદ છોડી દીઘું. અને તેઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા. પછીથી ઈન્દ્રને ભૂલ સમજાઈ. તેણે ગુરૂની શોધ કરી, પણ તેમની ભાળ મળી નહી. આ દેવો ગુરૂહીન થયા છે. એ વાત દૈત્યોએ પોતાના ગુરૂ શુક્રાચાર્ય દ્વારા જાણી, અને દેવો પર આક્રમણ કરવા કહ્યું. ગુરૂની અવહેલનાથી નિસ્તેજ થઈ ગયેલ દેવોનો ભૂંડો પરાજય થયો. થાકી હારીને દેવો બ્રહ્માના શરણે ગયા. બ્રહ્માની સલાહથી તેમણે વિશ્વરૂપને (ષ્વષ્ટ્રાના પુત્ર) ગુરૂપદે સ્થાપિત કર્યા. વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચનો ઉપદેશ કર્યો. તે નારાયણ કવચથી રક્ષિત થઈને ઇન્દ્રે દૈત્યો સાથે યુદ્ધ કર્યું. જેમાં તેનો ભવ્ય વિજય થયો. આ નારાયણ કવચનો ઇતિહાસ શ્રીમદ્ ભાગવતમાં વર્ણવાયો છે. આજે પણ ભયથી ત્રસ્ત, વિપત્તિથી ઘેરાયેલ મનુષ્ય નારાયણ કવચની ઉપાસના દ્વારા, સંકટોને પાર કરી શકે છે. મહર્ષિ વ્યાસ શ્રીમદ્ ભાગવતના રચયિતા છે. તેઓ મહાભારતના પણ રચયિતા છે. શ્રી વ્યાસ ભગવાન વિષ્ણુના ૧૭મા અવતાર છે. ‘‘તતઃ સપ્તદશે જાતઃ સત્યવ્રત્યાં પરાશરાત્ ચક્રે વેદતરોઃ શાખા દ્રષ્ટ્વા વુંસોલ્પમેધસઃ (શ્રીમત્ ભાગવત ૧/૩/૧૧) સત્યવતની અજે પરાશરના પુત્ર વેદવ્યાસ વિષ્ણુનાં ૧૭મો અવતાર છે. તેમણે વેદરૂપી વૃક્ષને ચાર શાખાઓ (ઋગ્વેદ, યજુર્વેદ સામવેદ અથર્વવેદ)માં વિભાજિત કર્યું. કારણે માણસોની બુદ્ધિ ઘટતી જતી હતી) આ દ્રષ્ટિએ જોતાં શ્રીમદ્ ભાગવત ભગવાનની વાણી છે. તે ભગવાનનું જ સ્વરૂપ છે. ‘ઇદં ભાગવતં નામ પુરાણં બ્રહ્મ સંનિતં (ભાગવત એ ભગવાન-બ્રહ્મની વાણી છે.’ આ દ્રષ્ટિએ જોતાં, ભગવાન શ્રી કૃષ્ણે કરૂણાવશ થઈને વ્યાસ અવતાર દ્વારા આપત્તિ, ભયમાંથી બચવા નારાયણ કવચની રચના કરી છે. આ નવ્ય સમજીને નારાયણ કવચનો નિયમિત પાઠ બધી જ આપત્તિઓમાંથી ઉગારશે. અહીં નારાયણ કવચના મૂળશ્વ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર આપ્યું છે. (મૂળ શ્વ્લોકો ૬ઠ્ઠા સર્ગના ૮મા અઘ્યાયના શ્વ્લોક ૧૨-૩૪ છે.) ‘‘ૐ હરિર્વિદ ઘ્યાન્મમ સર્વરક્ષાં ન્યસ્તાંઘ્રિપદ્મ પતત્રેન્દ્ર પૃષ્ઠે, દરારિ ચર્મઃસિગદેષુચાપ પાશાન્ દધાનોષ્ટ ગુણોષ્ટ બાહુઃ)’ અષ્ટસિદ્ધિ અને આઠ ભુજાઓવાળા, ગરૂડ પર સવાર થયેલા, શંખ, ઢાલ, ખડ્ગ, ધનુષ્ય બાણ અને પાશ ધારણ કરનાર વિષ્ણુ ભગવાન મારી સર્વ પ્રકારે રક્ષા કરો. પાણીમાં જળચરો અને વરુણના પાશથી મસ્ત્યમૂર્તિ, જમીનર બટુક સ્વરૂપ ધારણ કરનાર ત્રિવિક્રમ એવા, વામન અને આકાશમાં વિશ્વરૂપ મારી રક્ષા કરો. કિલ્લા જંગલ, યુદ્ધભૂમિમાં, દૈત્યોનો અધિપતિના શત્રુ કે જેના અટ્ટહાસ્યથી દિશાઓ કંપી ઉઠે છે અને દૈત્યસ્ત્રીઓના ગર્ભ ગળી જાય છે. તેવા નરસિંહ ભગવાન રક્ષા કરો. યજ્ઞસ્વરૂપ અને પોતાની દાઢ દ્વારા પાતાળમાંથી પૃથ્વીને લઈ આવનાર વરાહ માર્ગમાં અને ભરતના મોટાભાઈ શ્રી રામ લક્ષ્મણ પર્વતના શિખરો અને પ્રવાસમાં મારી રક્ષા કરો. મારા ઉગ્રભાવ (ક્રોધ) અને પ્રમાદથી શ્રી નારાયણ અને પરિહાસથી નર સ્વરૂપ મારી રક્ષા કરો. યોગી દત્તાત્રેય મને યોગથી વિમુખ થતો બચાવો, ત્રણ ગુણોને વશમાં કરનાર કપિલ ભગવાન કર્મના બંધથી મારી રક્ષા કરો. અનંતકુમાર મને કામવાસનાથી બચાવો, હયગ્રીવ દેવોના તિરસ્કાર કરતાં મને રોકો. દેવર્ષિ નારદ મને પૂજાની અયોગ્ય વિધિ હું ન કરૂં. તે અજ્ઞાનથી બચાવો, અને કૂર્મ (કચ્છપ) નરકથી મને બચાવો. ધન્વંતરિ મને અયોગ્ય આહાર કરતાં રોકો. પોતાના આત્માને જીતનાર ઋષભદેવ. દ્વન્દ્વો (સુખ-દુખ, હર્ષ-ખેદ) અને ભયથી મારું રક્ષણ કરો. યજ્ઞ ભગવાન મારી નજીક રહેતા (કુમાર્ગે દોરતા) માણસોથી બચાવો. બુદ્ધ ભગવાન મને પાખંડ અને પ્રમાદ (આળસ)થી મારું રક્ષણ કરો. કલ્કિ ભગવાન કલિયુગના મલિન કર્મોથી મારું રક્ષણ કરો. કેમકે તેમનો અવતાર ધર્મના રક્ષણ માટે જ થયો છે. કેશવ પોતાની ગદા દ્વારા સવારમાં મારું રક્ષણ કરી મુરલીધર કૃષ્ણ, મને બચાવો. મઘુરાક્ષસનો વધ કરનાર ધનુષ્યધારી વિષ્ણુ બપોરે મારી રક્ષા કરો. માધવ સાંજે, રાતના પહેલા પ્રહરમાં, ઋષીકેશ મઘ્યરાત્રિએ પદ્મનાભ, મઘ્યરાત્રિ પછી શ્રી વસ્તધામ મારી રક્ષા કરો. સૂર્યોદય પહેલાં ઉષઃકાલમાં, ખડ્ગધારી જનાર્દન અને દામોદર, વિશ્વેશ્વર અને કાલમૂર્તિ સન્ઘ્યાકાળે મારું રક્ષણ કરો. પ્રલયકાળના અગ્નિની જ્વાળા ધરાવતું, ભગવાને મોકલેલ અને સતત ફરતું સુદર્શન ચક્ર, મારા શત્રુઓના સૈન્યને સૂકા ઘાસની જેમ બાળી નાખો. વજ્રના સ્પર્શથી જેનામાં તણખા ઝરે છે, તે ગદા, કુષ્માંડ, ભૈરવ, વૈનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત-પ્રેતના ચૂરેચુરા કરો. જે પાંચજન્ય શંખ ભગવાન વગાડે છે. તે ભયંકર ઘ્વનિવાળો શંખ, યાતુ ધાન્ પ્રથમ પ્રેત, માતૃકા પિશાચ, વિપ્રગ્રહ વગેરે ઘોર દ્રષ્ટિવાળા તત્વોને ભગાડી મૂકો. તીક્ષ્ણ ધારવાળું, ભગવાનનું ખડ્ગ મારા શત્રુઓને કાપી નાખે, સો ચંદ્રના નિશાનથી અંકિત ઢાલ શત્રુઓની આંખ પર ઢંકાઈ, તેને અંધ કરો. અમને ગ્રહો, કેતુ (ઘૂમકેતુ). સાપ, વીંછી, વાઘ, સિંહ વગેરે હિંસક પશુઓનો ડર લાગે છે. તે ભગવાનના નામ સ્મરણથી દૂર થાઓ. સ્તોત્ર અને છન્દરૂપ ગ્રહો બધી મુશ્કેલીઓમાંથી અમને બચાવો. ભગવાનના નામરૂપ આયુધો, વાહન અમારી ઇન્દ્રિયો, બુદ્ધિ, મન પ્રાણનું રક્ષણ કરો. ભગવાન જ સત અને અસત્ છે આ સત્ય જ અમારા દુઃખ દૂર કરો. બધા સાથે એકતાની ભાવના જ શક્તિરૂપ છે. તેથી ભગવાન પોતાના સ્વરૂપ, આયુધ વાહન દ્વારા સર્વત્ર અમારી રક્ષા કરો. ‘‘દિક્ષુ વિદિક્ષૂર્ઘ્વ મધઃ સમન્તાદ્ અન્તર્બહિઃ ભગવાન નારસિંહઃ પ્રહાપયે બ્લોકભયં સ્વનેન સ્વાતેજસ્વગસ્ત સમસ્ત તેજાઃ (ભગવાન નરસિંહ કે જેમણે બધા તેજને પોતાનામાં સમાવી લીધા છે. તે પોતાના તેજ દ્વારા પોતાના અટ્ટહાસ્ય કે ગર્જના દ્વારા સર્વ દિશાઓ, વિદિશા (વાયવ્યાદિ ચાર ખૂણા) નીચે ઉપર બધે રહેલા ભયને ભગાડીને અમારું રક્ષણ કરો.) આ છે નારાયણ કવચ. આપત્તિ, પીડા, ભય વખતે તેનું પઠન મનુષ્યને અવશ્ય બચાવે છે.
– બંસીધર પાઠક
3 Responses to Shri Narayan Kavach…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments