હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વસ્થાન સાહિત્ય વગેરે સર્વગુણોથી સં૫ન્ન હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું.
હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.
હનુમાન ચાલીસા એ સંત તુલસીદાસ રચિત કૃતિ છે, જે ચાલીસ પદોની બનેલી હોવાને કારણે ચાલીસા કહેવાય છે. આમાં રામભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી છે જેને કારણે ભારતમાં હનુમાન ભક્તો પોતાના આરાધ્ય દેવની સ્તુતિમાં તેનું ગાન કરે છે. ગુજરાતમાં શનીવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે, માટે આ દિવસોએ ખાસ કરીને લોકો સમુહમાં હનુમાન ચાલીસાનાં પાઠ પણ ગોઠવતાં હોય છે.
( સ્ત્રોત – વિકીપીડીયા)
આજે હનુમાન જયંતી નિમિતે પ્રસ્તુત છે, અલગ અલગ સ્વર અને સંગીતમાં શ્રી હનુમાન ચાલીસા…!
બાળકો
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
*
શ્રી ઉદિત્ત નારાયણ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
*
શ્રી હરિહરન
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
*
સ્વ.શ્રી મહેન્દ્ર કપૂર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
|| સિયાવર રામચંદ્ર કી જય ||
|| રમાપતિ રામચંદ્ર કી જય ||
|| પવનસૂત હનુમાન કી જય ||
|| ઉમાપતિ મહાદેવ કી જય ||
|| બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય ||
|| બોલો ભાઇ સબ સંતન કી જય ||
17 Responses to Shri Hanuman Chalisa…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments