Home Green

Shraddhanjali… (સૂર~સાધના)

Humble Tribute to Hansaben Dave Mehta from Swar Tarang members..!!

જયશ્રીકૃષ્ણ

કોવેન્ટ્રી-યુ.કે. નિવાસી, અમારા ‘સ્વરતરંગ’ ગૃપનાં વડીલ અને માનનીય ગાયિકા સભ્ય સ્વ. હંસાબેનને અમારા સહુ મિત્રોની ભાવભીની શ્રધાંજલી..તેઓએ અમારા સહુ પર સદાય સ્નેહ વરસાવ્યો છે.. એમના સ્નેહાળ સ્વભાવને ક્યારેય ભૂલી નહિ શકાય.. તેઓ ભલે આજે અનંત યાત્રાએ નીકળી ગયા છે, પરંતુ પરોક્ષ રૂપે અમારી સાથે જ છે..!

……………..****……………….

( મુક્તક – શ્રીદિલીપભાઈ ગજ્જર )

ગાઈને ગીતો માનસરવર હંસલો ઊડી ગયો
એ ‘સ્વરતરંગ’ની મહેફીલોમાં સૂર મધુર છેડી ગયો
મળશું હવે ક્યાં, મિત્ર સૌ ફરિયાદ બસ કરતાં રહ્યાં
ભેગા મળીને ભાવભીની અંજલી દેતાં રહ્યાં..!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

* Singers *
Nikita Shah, Prakash Soni, Chetu Ghiya Shah,
Subhash Upadhyay, Diensh Pithia, Dilip Gajjar, Jatin Aria.

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ

શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…

વળી કર્મના યોગે કરી, જે કૂળમાં એ અવતરે,

ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી,આપની ભક્તિ કરે

આ લખ ચોરાસી બંધનોને, લક્ષ માં લઇ કાપજો ..

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!

સુસંપતિ, સુવિચાર ને સત્કર્મનો દઇ વારસો

જન્મોજનમ સત્સંગથી, કિરતાર પાર ઉતારજો

આલોક ને પરલોકમાં, તવ પ્રેમ રગ રગ વ્યાપજો..

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!

મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં, આશા ઉરે એવી નથી

દ્યો દેહ દુર્લભ માનવીનો, ભજન કરવા ભાવથી

સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો …

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…!

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ

શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!

***

This entry was posted in Bhakti, Mix, other, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

11 Responses to Shraddhanjali… (સૂર~સાધના)

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. dilip says:

    સ્વ . હંસાબેન ને ભાવપૂર્ણ હૃદયે ભાવાંજલિ …તેઓ હમેશા ગીત રૂપે યાદ રહેશે

  2. Dinker Bhatt says:

    મારા અતિ પ્રિય ગાયિકા, સદા સ્મરણમાં રહેશે .

  3. pragnaju says:

    શ્રી મોટાની
    હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ
    શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ

    જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો
    પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

    વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે
    ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે

    લક્ષ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો
    પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

    સુસંપત્તિ, સુવિચાર ને સતકર્મનો દઈ વારસો
    જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો

    આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો
    પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

    મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી
    દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી

    સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે તમ સ્થાપજો
    પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો
    રચનાથી અમારી અમારી ભાવભરી શ્રધ્ધાંજલી

  4. Praful Thar says:

    પ્રિય ચેતનાબહેન,

    અમારા ઠાર પરિવાર આપના ‘સ્વરતરંગ’ ગૃપના વડિલ ગાયિકા સ્વ: હંસાબહેનને ભાવભીની શ્રધાંજલી અર્પે છે અને પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે તેના આત્માને શાંતિ આપે અને પરોક્ષ રૂપે રહી તેના ‘મધુર’ સ્વરથી મિત્રોને અને ચાહકોને પ્રેરણા આપતા રહે.તેમજ તેમના કુટુંબીજનો આ આઘાત સહન કરવાની શકતિ આપે.

    જિંદગી મળવી એ નસીબની વાત છે,
    મૃત્યુ મળવું એ સમયની વાત છે,
    પણ મૃત્યુ પછી પણ ‘સ્વરતરંગ’ ગૃપના હૃદયમાં જીવતા રેહવું,
    એ ‘સ્વરતરંગ’ ગૃપને આપેલા લાડની વાત છે.

    લી. પ્રફુલ ઠાર

  5. તેમને જોયા નથી; પણ આટલું સરસ ગાનાર મિત્રની વિદાયનું તમારું દુખ સમજી શકાય એમ છે .
    પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

  6. Ramesh Patel says:

    સુમધુર કંઠ એ ભગવાન પ્રસાદી છે..તેમણે આપેલી મહાપ્રસાદી સદા ભાવ જગતે ગાતી રહેશે..ભાવભરી શ્રધ્ધાંજલિ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  7. Govind Limbachiya says:

    મારા વધુ એક પ્રિય ગાયિકાને ગુમાવ્યાનો અફસોસ અનુભવી રહ્યોછું.
    જયારે ભારતમાં હતો ત્યારે વહેલી સવારે તેમના ગીતો સમ્બલતો હતો હવે તો ફક્ત તેમની મધુર યાદોં આપના હૃદયમાં રહી જવાની.
    પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
    ગોવિંદ લીમ્બાચીયા.

  8. Jagdish Soni says:

    તમા મન મૂકી na વરેશાય Amaa જનમ જનમ ના તેર્સ્યા…ભાવ ભરાઈ શ્રધ્નાજલી..

  9. Chetu says:

    મિત્રો, આપ સહુ નો ખૂબ આભાર.. ઈશ્વર સદગતનાં આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના ..!!

  10. arun jethi says:

    ઠાકોરજી એમની આત્મા ને શાંતિ આપે !

  11. સ્વ.હંસાબેનને ભાવભરી શ્રાદ્ધાંજલિ ! તેઓના આત્મા ને સદ્દગતી સાથે શાંતિ અર્પે તે જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના !