જેઓએ કાયમ માનવતાની મહેંક પ્રસરાવી છે, એવા અમારા પૂજ્ય કાકાશ્રી સ્વ. વિનોદરાય જમનાદાસ ઘીયાને આદરપૂર્વક શ્રધ્ધાંજલી…
… જયશ્રીકૃષ્ણ.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
*
* ગાયત્રીમંત્ર *

શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:, શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:
કદંબ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, યમુના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વ્રજ ચોરાસી કોસ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
કમલ કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વ્રંદાવનના વૃક્ષો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ગોકુળીયાની ગાયો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
કુંજ-કુંજ વન-ઉપવન બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વ્રજ ભૂમીના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
રાસ રમંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ધેનુ ચરાવતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વાજા ને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, શરણાઇ ને તંબુરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
નૃત્ય કરંતી નારી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કેસર કેરી ક્યારી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ચૌદ લોકે બ્રમ્હાંડે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
ચંદ્ર સરોવર ચોકે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, પત્ર પત્ર શાખાએ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
આંબો લિંબુ ને જાંબુ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વનસ્પતિ હરીયાળી બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
જતિપુરાના લોકો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ: , મથુરાજીના ચોબા બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
ગોવર્ધનના શિખરો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, ગલી ગલી ગૃહવર વન બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વેણુસ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
કુલિન, કન્દરા મધુવન બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, શ્રી યમુનાજીની લહેરો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, તુલસીજીના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
સર્વે જગતમાં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વિરહીજનનાં હૈયા બોલે,શ્રી કૃષ્ણ શરણં મમ:
કૃષ્ણ વિયૉગે આતુર બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
મધુર વીણા વજીંત્રો બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, કુમુદીની સરોવરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
ચંદ્ર સુર્ય આકાશે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, તારલીયાનાં મંડળ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
અષ્ટ પ્રહર આનંદે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, રોમ રોમ વ્યાકુળ થઇ બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
મહા મંત્ર મન માહે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:, યુગલ ચરણ અનુરાગે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:
શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:
શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:
*
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ચિત્ત તું શીદ ને ચિંતા ધરે, ક્રિષ્ન ને કરવું હોય તે કરે..
સ્થાવર, જંગમ, જડ, ચેતનમાં, માયાનું બળ જટ થી ઠરે..
સ્મરણ કર શ્રીક્રિશ્નચંદ્રનું, જનમ જનમનાં પાપ હરે…
નવ રે માસ રહી ગર્ભમાં પ્રાણી, શ્રીક્રિશ્નચંદ્રનું ધ્યાન ધરે…
માયાનું જયાં કર્યુ આવરણ લખચોરાસી ફેરા ફરે….
દોરી સહુ ની હરિના હાથે એણે ભરાવ્યું તે ડગલુ ભરે…
જેવો જંત્ર વગાડે જંત્રી એવો તેનો સ્વર નિસરે….
તારું ધાર્યુ થાતું હોય તો સુખ સાચે ને દુ:ખ હરે…
રાખ ભરોસો રાધાવરનો જીવ હવે તું શીદ ને ડરે…
ચિત્ત તું શીદ ને ચિંતા ધરે, ક્રિષ્ન ને કરવું હોય તે કરે..
સ્થાવર, જંગમ, જડ, ચેતનમાં, માયાનું બળ જટ થી ઠરે..
સ્મરણ કર શ્રીક્રિશ્નચંદ્રનું, જનમ જનમનાં પાપ હરે…
ક્રિષ્ન ને કરવું હોય તે કરે.. ક્રિષ્ન ને કરવું હોય તે કરે..
ક્રિષ્ન ને કરવું હોય તે કરે.. ક્રિષ્ન ને કરવું હોય તે કરે..
*
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
શ્રીજીબાવા કૃપા કરી દર્શન દેવા આવજો, દાસ તમારા જાણી પ્રભુ, અમને અપનાવજો
વૈજંતી માળા, શિરે મુગટ, તિલક સોહામણા,
અધર મુરલી, પાયે ઝાંઝર દેતાં વધામણા …. દાસ તમારા જાણી ….
ક્રિશ્ન કનૈયા, છેલ છોગાળા, યશોદાના લાલ રે
નામ તમારું, રોમે રોમે, રણકે મારા વ્હાલા રે .. દાસ તમારા જાણી …
જીવ જગતમાં, ભટકી આવ્યો શરણે તમારા રે,
અંતરયામી શ્રીજી બાવા રાખો તમારે ચરણે, દાસ તમારા જાણી…
શ્રીજીબાવા કૃપા કરી દર્શન દેવા આવજો, દાસ તમારા જાણી પ્રભુ, અમને અપનાવજો
*
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અવિનાશી અરજી ઉર ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો,
દુ:ખિયાનાં દોષ, ના દિલ ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો,
દરબારે આવ્યો આશ ધરી, નથી ખોટ તારે ભંડાર હરિ,
સુખ સંપતિ ચાહું ન, નાથ જરી, દેજે એવું કે, ના આવું ફરી
શ્રીજી સંતોષ ઉરે ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો… અવિનાશી …
નથી નામ સ્મર્યા, કદી યાદ કરી, નથી દર્શને આવ્યો ભાવ ધરી,
નથી યોગ કીધા, ન સમાધી ધરી, તોયે તુજ નયને ન રીસ જરી,
અંતર થી અળગો ના કરજો, કરૂણા સાગર કરૂણા કરજો…. અવિનાશી …
મિથ્યા સંસારે સાર જોયો, સ્વપ્નાનાં સુખમાં હું મોહ્યો,
મનમેલ કદી મેં ના ધોયો, આવ્યો અવસર એળે ખોયો,
અણસમજણ, અંધારા હરજો, કરૂણા સાગર કરૂણા કરજો….. અવિનાશી …
અંતરયામી એક જ માંગુ, મોહ માયા નિંદ્રા થી જાગું,
તવ ચરણ કમળમાં અનુરાગુ, જપતાં તુજ નામ આ તન ત્યાગું,
શ્રીજી ચરણ કમળ મમ ધામ હજો, કરૂણા સાગર કરૂણા કરજો….. અવિનાશી …
અવિનાશી અરજી ઉર ધરજો, કરૂણા સાગર કરૂણા કરજો….
કરૂણા સાગર કરૂણા કરજો, કરૂણા સાગર કરૂણા કરજો…..
*
14 Responses to Shraddhanjali…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments