મિત્રો આજે પ્રસ્તુત છે, ગોપીભાવ.. !! ઈશ્વર પ્રત્યે સહજ અને કુદરતી પ્રેમની અલૌકિક ભાવના..બે ગોપીઓ-સખીઓ વચ્ચેનાં આ સંવાદનાં રચયિતા છે,
ગુજરાતી બ્લોગ-જગતના માનનીય સભ્ય શ્રી દેવિકાબેન ધૃવ.
***
સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ,
સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ….
સખી-૧-
છોને વસતો જોજન પાર, નીરખું નિત્યે આભને ભાલ,
વાદળ ચીરી સરતો રાજ, તેજ-કિરણથી સ્પર્શે ગાલ,
સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ….
સખી-૨-
અદ્રષ્ય શ્યામની ભૂલ ના વાત, ભલે ન દીસે જગમાં ક્યાંય,
સદાયે કરતો અંતર વાસ, રોમરોમમાં રહેતો ખાસ,
તો યે સખી તુને વ્હાલો ચાંદ ?…..
સખી-૧-
નિર્દય વીંધે પહેલાં વાંસ, પછી જ છેડે હોઠથી ગાન,
ચાંદ સૂવાડે અર્પી આશ, કોમળ-કિરણની નવી સવાર,
હા,સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ…
સખી-૨-
છોડ કથા કુદરતની આમ, સર્જ્યાં કોણે મેઘ-મલ્હાર,
કોણે દીધા દિલના દાન ને રચ્યાં કોણે દિન ને રાત ?
કહે સખી, કહે, તને ચાંદથી વ્હાલા શ્યામ….
સખી-૧-
ના, સખી મુને શ્યામથી વ્હાલો ચાંદ,
સખી-૨
હૈયે છે જે હોઠ પર લાવ, તને વ્હાલા શ્યામ,
સખી-૧-
ના, સખી, ના હારું આજ, મુને વ્હાલો ચાંદ,
સખી-૨-
જા,જા, માન ન જીત કે હાર, તુને વ્હાલા શ્યામ,
સખી-૧-
સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ, સખી, મુને શ્યામથી..ચાંદથી વ્હાલો કહાન….!!!
***
4 Responses to Sakhi samvaad…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments