( રાગ-આવ્યાં શ્રી યમુનાજીના નોતરા ને..)
“સખી સાંભળ વાતલડી”
આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
આજે યશોદા બની ને “યદુનાથજી” ને વ્હાલ કરવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
ગોપી બની ને “ગોવર્ધનજી” માટે સામગ્રી સિધ્ધ કરવા મન થાય
સખી સાંભળ વાતલડી
દહિંથરૂ બની ને “દેવદમનજી” ને પુષ્ટ કરાવવાનું મન થાય
સખી સાંભળ વાતલડી
માખણ બની ને “માખણચોર” ના હોંઠ ને સ્પર્શવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
આજે ગોપ બની ને “ગોપાલ” સાથે મને ગોઠડી કરવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
આજે ગાય બનીને “ગોવિંદ” સાથે મને વનમાં જવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
મર્કટ બનીને “મોહન” સાથે મને ખૂબ કૂદવાંનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
ગિરિરાજ શીલા બની “શ્યામસુંદર” ની ગાદી બનવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
આજે નિકુંજ બની ને “નિકુંજનાયક” માટે ફૂલડા બનવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
કમળકળી બની “કેશવરાયજી”ના હાર માં ગુંથ્થાવા નું મન થાય રે
સખી સાંભળ વાતલડી
વ્રજલત્તા બની “વનમાળીજી” સાથે ઝૂલા ઝૂલવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
નવલપોયણી બની “નવલકિશોર” સાથે નૌકાવિહાર કરવા મન થાય રે
સખી સાંભળ વાતલડી
આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
આજે મધુસુદન બની “મધુસુદનજી” ના ગુણલા ગાવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
મોર બનીને માધવ સાથે મને “રાધાજી” ને રીઝવવાનું મન થાય
સખી સાંભળ વાતલડી
રાધા બનીને “રાધારમણજી” સાથે રાસે રમવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી
આજે નંદ બનીને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
સખી સાંભળ વાતલડી…
-પૂર્વી મલકાણ મોદીના જયશ્રીકૃષ્ણ
***
8 Responses to Sakhi Sambhal…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments