રુકિમણી ઉવાચ –
શ્રુત્વા ગુણાન્ ભુવનસુંદર શ્રુણ્વતાં તે
નિર્વિશ્ય કર્ણવિવરેર્હરતોડગતાપમ્
રૂપં દૃશાં દ્રશિમતામખિલાર્થલાભ
ત્વય્યચ્યુતાવિશતિ ચિત્તમપત્રપં મે (૧)
કા ત્વા મુકુન્દ મહતી કુલશીલ રૂપ
વિદ્યાવયોદ્રવિણધામભિરાત્મતુલ્યમ
ધીરા પતિ કુલવતી ન વૃણીત કન્યા
કાલે નૃસિંહ નરલોકમનોડભીરામમ્ (૨)
તન્મે ભવાન્ ખલુ વૃત: પતિરંગ જાયા
માત્માર્પિતશ્ચ ભવાતોડત્ર વિભો વિધેહિ
માં વીરભાગમભિમર્શતુ ચૈદ્ય આરાદ્
ગોમાયુવનમૃગપતેર્બલિમમ્બુજાક્ષ (૩)
પૂર્તેષ્ટ દત્તનિયમવ્રતદેવવિપ્ર-
ગુર્વર્ચનાદિભિરલં ભગવાન પરેશ:
આરાધિતો યદિ ગદાગ્રજ એત્ય પાણીમ
ગૃહણાતું મે ના દમઘોષસુતાદયોન્યે (૪)
શ્વોભાવિનિ ત્વમજીતોદ્વહને વિદાર્ભાન
ગુપ્ત: સમેત્ય પૃતનાપતિભિ: પરીત:
નિર્મથ્ય ચૈદ્યમગધેન્દ્ર બલ પ્રસહ્ય
માં રાક્ષસેન વિધિનોદ્વહ વીર્યશુલ્કામ (૫)
અંત:પુરાન્તરચરિમનિત્ય બંધૂમ-
સ્ત્વામુદ્રહે કથમિતિ પ્રવદામ્યુંપાયમ
પૂર્વેદ્યરસ્તી મહતી કુલદેવીયાત્રા
યાસ્યાંબહિર્નવવધૂર્ગીરિજામુપેયાત (૬)
યસ્યાઘ્ર પંકજરાજ: સ્નપનમ મહંતો
વાન્છ્ન્ત્યુમાપતિરિવાત્મતમોપહત્યે
યરહ્યમ્બુજાક્ષ ણ લભેય ભવત્પ્રસાદમ
જ્હ્યામસૂન વ્રતકૃશાંશછતજન્મભિ: સ્યાત (૭)
***
ઘણા સમયથી હું રુકિમણીનાપત્રનો ગુજરાતી અનુવાદ શોધી રહી હતી અને મિત્રોની ફરમાઈશ પણ હતી.. લંડનથી આ અનુવાદ મોકલવા બદલ વૈષ્ણવ બહેનનો ખૂબ આભાર..
***
રુકિમણીને જ્યારે ખબર પડે છે કે, જરાસંઘ શિશુપાલ સાથે તેનું લગ્ન કરાવવા માટે ભીષ્મક પર દબાણ કરી રહ્યો છે અને તેના પિતાએ પણ એ વાત કબુલ કરી છે ત્યારે તેનું મગજ ફરી જાય છે. એ વિચાર કરે છે કે સ્વાર્થ, લોભ અને મોહની વેદી પર આ લોકો મારું- મારા સૌંદર્યનું બલિદાન આપી રહ્યા છે તો શું હું બલિદાનનું બકરું છું ? કોઈ પણ સંજોગોમાં હું મારું બલિદાન આપવા નહિ દઉં..
આમ ખૂબ વિચાર કર્યા બાદ રુકીમણી પ્રેમપત્ર લખે છે. કદાચ જગતના ઇતિહાસમાં આ પહેલો જ પ્રેમપત્ર હશે અને એ પણ કેટલી સુંદર રીતે લખાયેલો..! આવો પ્રેમપત્ર બીજો ક્યાંક ભાગ્યેજ જોવા મળશે ..! આ પ્રેમ સંકેત સુદેવ બ્રાહ્મણ દ્વારા રુકિમણી શ્રીકૃષ્ણને મોકલે છે.
श्रुत्वा गुणान भुवनसुंदर श्रुणव्ताम ते (भागवत १०/५२/३० )
રુકિમણી શ્રીકૃષ્ણને લખે છે કે, ગૌરવપૂર્ણ અદ્ભુત શૌર્ય, અલૌકિક નિષ્ઠા અને તમારું તેજસ્વી વ્યકતિત્વ જોઈને કોઈપણ છોકરી મુગ્ધ થઇ જાય એ સાવ સ્વાભાવિક છે અને હું પણ મુગ્ધ થઇ છું તેથી આ પત્ર લખવાનું સાહસ કરું છું. અહીં મારા વડીલો મારો હાથ એક પશુના હાથમાં સોંપી દેવાની પેરવીમાં પડ્યા છે, પોતાના સ્વાર્થ ખાતર તેઓ મારું બલિદાન આપવા તૈયાર થયા છે. પણ હું તો તમારા ગુણ, શીલ અને બુદ્ધિમત્તા પાછળ પાગલ બની છું. મારે તો જેની પાસે મારું મસ્તક નમે એવો પતિ જોઈએ છે. જેની આગળ મસ્તક નમે તેવી અલૌકિક વ્યક્તિ એક તમે જ છો. તમારો જન્મ परित्राणाय साधूनाम છે. શિશુપાલ પાસે મારું મસ્તક કદાપિ નમવાનું નથી. ડરથી પત્નીનું મસ્તક નમાવે એવા અનેક પતિઓ હોય છે પણ તેમાં એમની વિશેષતા શું ? તમને મળવાનો પહેલો માર્ગ એ છે કે હું અહીંથી નાસીને તમારી પાસે આવી જાઉં,પરંતુ તમારા જેવા વીરને આવી રીતે નાસી આવેલી બીકણ યુવતી ગમશે નહિ. બીજો માર્ગ અંત:પુરમાંથી તમે મને લઇ જાઓ તે છે પરંતુ એ માર્ગ તમને શૂરવીરને એ શોભે નહિ, તો તમે અહીં ભેગા થયેલા પશુઓનો સંહાર કરીને જ મને લઇ જાઓ એ જ ઈચ્છવા યોગ્ય છે, વળી રાતોરાત મને ઉપાડી લઇ જાઓ એ પણ ઠીક નથી, આથી તમારે તો મને ખુલ્લેખુલ્લા બધાના દેખતા ઉપાડી જવી પડશે. લગ્ન પહેલા ગિરિજાને મંદિર દર્શન કરવા જવાનો અમારા ઘરનો રિવાજ છે. હું ત્યાં દર્શન કરવા આવીશ અને તમે મને ત્યાંથી સૌ શિયાળોના દેખતા જ ઉપાડી જાઓ એ મારી અભિલાષા છે.’
આ પ્રેમપત્રમાં કેટલું ચાતુર્ય ભર્યું છે ? કેવા પતિની પોતે અપેક્ષા રાખે છે તે રુકિમણી જણાવે છે. પોતે ભાગવાનું પસંદ કરતી નથી તેમાં તેની રાજનૈતિક બુદ્ધિ છે, કારણકે કદાચ શ્રીકૃષ્ણ જો તેનો અસ્વીકાર કરે તો? વળી શ્રીકૃષ્ણના પૌરૂષ ની પણ એ પ્રતીતિ જોવા માગે છે. આમ આને મુત્સ્દ્દીગીરી ભર્યો પ્રેમપત્ર કહી શકાય. બુદ્ધિમાનો જ આવી કોટીના પ્રેમપત્રો લખી શકે..! માનસશાસ્ત્રનો કેટલો ઊંડો અભ્યાસ તે કાળમાં પણ હશે ..! શ્રીકૃષ્ણ અને રુકિમણીના પ્રેમપત્રની કથા ભાગવતમાં જે રીતે આલેખાઈ છે તે સાચે જ અદ્ભુત છે ..!!
સુદેવ દ્વારિકા આવે છે ને શ્રીકૃષ્ણને પત્ર આપે છે એ વાંચીને તરત જ તેમણે રુકિમણીનું બલિદાન અપાતું અટકાવવાનો નિર્ણય લીધો.. તેઓ આ નિર્ણય ત્રણ રીતે વિચારીને કરે છે..
(૧) ડરી ગયેલા લોકોને નિર્ભય બનાવવા,
(૨) પોતાનું, ભાવિનું મહાન કાર્ય હતું ધર્મ સંસ્થાપના અને એ માટે રાજકુટુંબ સાથે નાજુક સંબંધ બંધાવવો જોઈએ,
(૩) જરાસંધ દ્વારિકા ઉપર ચડાઈ લઈને આવતો નથી તેથી એ બહાને પશુતાને ખલાસ કરવાનો પ્રસંગ મળશે.
આમ વિચારીને શ્રીકૃષ્ણ સુદેવ સાથે જાય છે.
***
41 Responses to Rukimani no patra…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments