***
કવિશ્રી હરિન્દ્ર દવેની સુંદર રચના જે મને અતિપ્રિય છે, તેને મેં સ્વર આપવાની કોશીશ કરી છે .. આશા છે આપને ગમશે.. !
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
( આ ગીતનું ઓડિયો-મિક્ષ રૂપાંતર કરવા બદલ મિત્ર શ્રીજતિનભાઈ (લંડન)નો ખૂબ ખૂબ આભાર.)
મારી એક્દમ પ્રિય આ રચનામાં, કવિએ નાયિકાના હૈયામાં રહેલ પ્રેમને, યાદ રૂપે પ્રગટ કરેલ છે… પરંતુ બીજી રીતે એમ જ સૂચવે છે કે, કણ-કણમાં ભગવાનની અનુભૂતિ કરનાર ભક્તની જેમ જ, એ કાવ્યમાં દર્શાવેલ દરેક પ્રતિકની સાથે પ્રિયતમના આભાસને મહેસુસ કરી રહી છે…
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં…
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં…
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં…
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં…
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં…
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…
તમે યાદ આવ્યાં…તમે યાદ આવ્યાં…તમે યાદ આવ્યાં…!
***
11 Responses to Paan Lilu Joyu… (સૂર~સાધના)
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments