નિર્જળા એકાદશી(ભીમ અગિયારસ)
નિર્જળા એકાદશી(ભીમ અગિયારસ) – કરવાથી , 100 પેઢીઓને મળશે પરમધામ ..જેઠ મહિનાની અંદર આવતી અજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નૈવેધમાં કેરી ધરાવવી અને તેનો પ્રસાદ જમવો.આ અગિયારસને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે.પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું. ભીમને એમ કહેવાયું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી પ્રાર્થના કરો. આ દિવસે આમ્રફળ (આંબામાંથી ઉત્પન્ન થતું ફળ) ભગવાન વિષ્ણુને ધરવું. વિષ્ણુ સહષ્ત્રસ્તોત્રમ્ નો પાઠ કરવો અને બાર અક્ષરનો મંત્ર ‘‘દ્વાદશ અક્ષર મંત્ર * ૐ નમો ભગવતે વાસુદેવાય * આ મૂળ મંત્રનો પાઠ કરવો__ એવુ ભગવાન શ્રી કૃષ્ણ એ ભીમને કહેલું ત્યાર બાદ ભીમ નદીમાં સ્નાન કરવા ગયા અને સ્નાન કરતા ભગવાન વિષ્ણુ ની આરાધના કરવામાં એવા તો તલ્લીન બન્યા કે આહાર કરવાનું પણ ભુલી ગયા. પાણી પણ ન પીવાથી આ એકાદશી ને નિર્જલા એકાદશી એટલે ભીમ અગિયારસ કહેવામાં આવે છે.આ અગિયારસ ના પૂણ્ય સ્વરૂપે પાંડવો ને હસ્તીનાપુર નું રાજય સુરક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના આર્શીવાદ થી મળેલું આ ભીમ અગિયારસના સમયે હજુ પણ આપણા પ્રાંતમાં બહેન કે દિકરી સાસરે હોય તેને માવતર ભીમ અગિયારસ કરવા તેડી લાવે છે. આ પ્રમાણે આ એકાદશી નું મહત્વ તમામ સંપ્રદાયમાં માનીતુ છે. .પદ્મપુરાણ મુજબ નિર્જલા એકાદશી વ્રતના પ્રભાવથી જ્યાં મનુષ્યની બધી મનોકામનાઓ પુર્ણ થાય છે તો બીજી બાજુ અનેક રોગોની નિવૃત્તિ અને સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ વ્રતના પ્રભાવ થી ચતુર્દશીયુક્ત અમાવસ્યના રોજ સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે ફળ આ વ્રતની મહિમા સાંભળીને મનુષ્ય મેળવી લે છે. કરોડો ગૌ દાન કરવાનુ અને સેંકડો અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન આ વ્રતનુ પુણ્યફળ છે. વિવિધ પ્રકારના અન્ન અને વસ્ત્રોથી બ્રાહ્મણોને પ્રસન્ન અને સંતુષ્ટ કરનારા પ્રાણીઓ માટે આ વ્રત કોઈ રામબાણથી ઓછુ નથી. કારણ કે વ્રત ના પ્રભાવ થી મનુષ્ય ની વીતેલી અને આવનારી 100પેઢીઓ ને ભગવાન વાસુદેવ ના પરમધામ ની પ્રાપ્તિ થાય છે. વ્રત કરવાની સાથે સાથે દાનનો પણ અત્યાધિક મહત્વ છે… . *ૐ વિષ્ણવૈ નમ:*
***
2 Responses to Nirjala Ekadashi…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments