Home Blue

Mitha Mitha Naad…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મીઠા મીઠા નાદ વેણુના દુરથી, આવી આવીને મારે કાને અથડાય ..!

નંદનો કિશોર પેલો માખણ ચોર ઘેલો, ગાયોને ચારવા વનમાં જાય ..!!
માથે મુગુટ એને મોરર્પીછ શોભતું, ફૂલોના જુમખા કાને લહેરાય …!!

મૂકી મૂકી ઘર કામ સહુ ગોપીઓ, વૃંદા તે વનમાં દોડી દોડી જાય..
કામ કાજમાં તેનું ચિતડું ના ચોટતું, વેણુના નાદમાં મનડું મોહાય…!! મીઠા મીઠા ..

છમ છમાછમ ઘૂઘરીઓ વાગતી, ઢોલકને ઝાંજ સંગ વાગે પખવાજ
એક તાળી એક તાળી દઈને સહુ નાચતા, ગોપીને ગોપ આજ ભૂલ્યા છે ભાન ..!! મીઠા મીઠા ..

પૂનમનો ચાંદલીયો શોભે આકાશમાં, જોઈ જોઈને કાન કેવા હરખાય ..!
આસપાસ નાચતી ઘેલી થઇ ગોપીઓ, વચમાં રાધાને કાન કેવા સોહાય !! મીઠા મીઠા ..

દાસ દયાના સ્વામી શામળિયા, ગાયોને ચરવા વનમાં જાય ..!!
મીઠા મીઠા નાદ વેણુના દુર થી આવી આવીને મારે કાને અથડાય ..!

This entry was posted in Bhajan - ભજન, Others. Bookmark the permalink.

bottom musical line

16 Responses to Mitha Mitha Naad…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. mahesh paleja says:

    ચેતુ,ભજન સુંદર છે બહુજ મઝા આવીગય.
    આભાર

  2. Ramesh Patel says:

    સરસ ભજન
    રમેશ પટેલ (આકાશદીપ)
    થાશે ડગર…(ગઝલ)…રમેશ પટેલ(આકાશદીપ)

    -Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel.

  3. પ્રિય ચેતુ,
    વાત કરી ને આનંદ થયો.
    મમ્મી ને પપ્પાના અવાજ પણ બે વર્ષ પછી સાંભળી ખુશી થઇ.
    આ સુંદર કામ ચાલુ જ રાખજે.
    આંટી ને અંકલ..
    http://WWW.BPAINDIA.ORG

  4. Hetal Parikh says:

    બહુજ સુંદર. સાંભળવાની ખુબજ મજા આવી.

  5. vishwadeep says:

    મીઠા મીઠા નાદ વેણુના …સાંભળી મન પ્રસન્ન થયું..આનંદ થયો…મધુર ગીત ..

  6. pragnaju says:

    ગયા વર્ષે રેખા ત્રિવેદીના સ્વરમા માણેલુ
    આ મધુરું મધુરું ગીત
    મીઠા મીઠા નાદ વેણુનાં દૂરથી
    આવી આવીને મારે કાને અથડાય
    ફરી ફરી માણતા આનંદ

  7. devika says:

    વાહ,વાહ,સુંદર …ચેતુ, અભિનંદન

  8. sheela punjabi says:

    jai shree krishna to all vaishnav.this website is too good.

  9. Ullas Oza says:

    માખણ-ચોર, ગાયો-ચારક, ગોપીઓનો પ્યારો નંદકિશોર મોરપિચ્છવાળાની વેણુનો નાદ સાંભળવાની મઝા આવી ગઈ.
    ઉલ્લાસ ઓઝા

  10. Neela says:

    સુંદર ભજન છે.

  11. Rajni Raval says:

    ચેતનાબેન,
    સુંદર ગીત. અભિનંદન.

  12. dilip says:

    ખુબ સુંદર મીઠા સ્વરમાં ગીતા કૃષ્ણના સમયમાં લઇ જાય …દિવ્ય ભાવ !

  13. jimit says:

    આ બહુજ સુંદર અને ખુબજ કર્ણપ્રિય ભજન છે…બહુજ અન્નંદ થયો.
    જય શ્રી કૃષ્ણ …….સર્વે વૈષ્ણવોને….જીમિત ના. …

  14. બહુજ સરસ ભજન ચેતનાબેન. તમારો ઘણો અભાર. મારા ફેસબૂક પેજ પર પણ મેં મારા ગયેલા ભજનો અપ્લોડ કર્યાં છે તો જરૂરથી તમારા કોમ્મેન્ટ્સ આપજો. ઘણો અભાર.

  15. મારી અગાઉ લખેલી વિગત ક્યા ગઈ ?