Home Blue

Mangal Bhavan…

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આપ સહુને શ્રી રામનવમીની શુભેચ્છાઓ.

આ સાથે જ હું શ્રીરામભક્ત પ્રકાશજીની ખૂબ આભારી છું, જેમણે આ ચોપાઈને, ભક્તિમય સૂર વહાવી મારી સાથે ગાવામાં  સાથ આપ્યો છે, તેમજ સંસ્કૃત ભાષામાં લખાયેલી ચોપાઈને  ગુજરાતી ભાષામાં અર્થ સહિત  લખીને મોકલી છે.!

***

નીચેની ચોપાઈ એ “ રામચરિતમાનસ ”નું  સંકલન છે – એક પવિત્ર ગ્રંથ જે ભગવાન શ્રીરામની સુંદર અને મોહક કથાઓ કહે છે, જે ભક્તિથી ભરેલી છે..

પ્રસ્તુત છે,સંત તુલસી દાસ દ્વારા  લખાયેલી આ ચોપાઈ અર્થ  સાથે.

 मंगल भवन अमंगल हारी
द्रवहु सुदसरथ अजिर बिहारी
અર્થઃ- જે મંગળ કરનાર અને અમંગળને દૂર કરનારા છે, તે દશરથ નંદન શ્રીરામ છે, તે મારા ઉપર પોતાની કૃપા કરે.

होइहि सोइ जो राम रचि राखा
को करि तर्क बढ़ावै साखा
અર્થઃ- જે ભગવાન શ્રીરામે પહેલાથી જ લખી રાખ્યુ છે, એવું જ થશે. આપણાં કંઈ કરવાથી તે બદલાઇ નથી શકતું.

हो, धीरज धरम मित्र अरु नारी
आपद काल परखिये चारी
અર્થઃ- ખરાબ સમયમાં આ 4 વસ્તુઓ કાયમ પારખવામાં આવે છે – ધીરજ, મિત્ર, પત્ની અને ધર્મ.

 जेहिके जेहि पर सत्य सनेहू
सो तेहि मिलय न कछु सन्देहू
અર્થઃ- સત્યને કોઈ છુપાવી નથી શકતું, સત્યનો સૂર્યોદય જરૂર થાય છે.

हो, जाकी रही भावना जैसी
प्रभु मूरति देखी तिन तैसी
અર્થઃ- જેમની જેવી પ્રભુ માટે ભાવના છે તેમને પ્રભુ એ જ રૂપમાં દેખાય છે.

 रघुकुल रीत सदा चली आई
प्राण जाए पर वचन न जाई
અર્થઃ- રઘુકુળ પરંપરામાં કાયમ વચનોને પ્રાણ કરતા વધુ મહત્વ આપવામાં આવ્યું છે.

हरि अनन्त हरि कथा अनन्ता
कहहि सुनहि बहुविधि सब संता
અર્થઃ- પ્રભુ શ્રીરામ પણ અનંત હોય અને તેમની કીર્તિ પણ અપાર છે, તેનો કોઈ અંત નથી. ઘણા બધા સંતોએ પ્રભુની કીર્તિનું જુદં-જુદું વર્ણન કર્યુ છે.

कली केवल हरि नाम अघारा
सुमिरि सुमिरि नर उतर ही पारा
કળિયુગમાં કેવલ ભગવાનનું નામ જ સ્મરણ કરવાથી નર ભવસાગર પાર ઉતરી જાય છે, પાર કરી જાય છે..

***

This entry was posted in Bhajan - ભજન, Janmdin, Others, Shriji, Stuti - સ્તુતિ. Bookmark the permalink.

bottom musical line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *