જયશ્રીકૃષ્ણ .. આજે મારુ અતિપ્રિય આ સ્તોત્ર .. જે ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં પ્રસ્તુત છે…!
ગોવિંદ દામોદર સ્તુતિ
સ્વર – શ્રી આશિતભાઈ દેસાઈ તથા હેમાંગીનીબેન દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કરાર વિન્દેન પદારવિંદમ્ મુખારવિંદે વિનિવેશ્યનતમમ્
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં, બાલં મુકુન્દમ્ મનસા સ્મરામિ
કરકમળથી ચરણકમળને મુખકમળમાં પધરાવતાં અને
વડ્ના પાનનાં પડિયામાં શયન કરતાં ભગવાન બાલમુકુંદનું હું સ્મરણ કરું છું.
*
શ્રીકૃષ્ણ ગોવિન્દ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ, ગોવિન્દ દામોદર માધવેતિ
હે જીભ! તું ‘ હે કૃષ્ણ ! હે ગોવિંદ ! હે હરિ ! હે મુરારિ ! હે નાથ ! હે નારાયણ ! હે વાસુદેવ !
તથા હે ગોવિંદ ! હે દામોદર ! હે માધવ ! એ નામામૃતનું જ પાન કર્યા કર ( જપ કરતી રહે )
*
વિક્રેતુ કામાકિલ ગોપકન્યા, મુરારિ પાદાર્પિત ચિત્તવૃત્તિ:
દધ્યાદિકમ્ મોહવશાદ વોચદ, ગોવિન્દ દામોદર માધવેતિ
ગોપ કન્યા દહીં વગેરે વેંચવાની ઈચ્છાથી નીકળી; પરંતુ એની ચિત્તવૃતિ શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ થયેલી હોવાથી,
પ્રેમથી મોહવશ થઈ ને ‘ગોવિંદ ! દામોદર !માધવ ! આદિ પોકારવા લાગી.
*
ગૃહે ગૃહે ગોપવધુકદમ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ
પુણ્યાનિ નામાનિ પઠંતિ નિત્યમ્, ગોવિન્દ દામોદર માધવેતિ
ઘેર ઘેર ગોપ સ્ત્રીઓના વૃંદ સાથે મળીને ‘ગોવિંદ , દામોદર , માધવ ‘ એ પવિત્ર નામોનું નિત્ય પઠન કરે છે.
*
સુખમ શયાનામ નિલયે નિજેપિ નામાનિ વિષ્ણો : પ્રવદંતિ મર્ત્યા:
તે નિશ્ચિતં તન્મયતામ્ વૃજન્તિ, ગોવિન્દ દામોદર માધવેતિ
પોતાના ઘરે સુખથી શયન કરતા લોકો ‘ હે ગોવિંદ! હે દામોદર! હે માધવ!’ એવા વિષ્ણુ ભગવાનના નામોનો જપ કરીને ખરેખર તન્મયતા પામે છે.
*
જિહ્વે સદૈવમ ભજ સુન્દરાણિ, નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ.
સમસ્ત ભક્તાર્તિ વિનાશનાનિ, ગોવિન્દ દામોદર માધવેતિ
હે જીભ ! તું શ્રીકૃષ્ણનાં ‘ હે ગોવિંદ ! હે દામોદર ! હે માધવ !
એવા સુંદર અને મનોહર નામો કે જે ભક્તોનાં સંકટો નાશ કરનારાં છે, તેમને સદા ભજતી રહે .
*
સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ ગેયમ
દેહાવસાને ઇદમેવ જાપ્યમ્, ગોવિન્દ દામોદર માધવેતિ
‘ હે ગોવિંદ ! હે દામોદર ! હે માધવ ! એ પ્રભુનાં નામો સુખના અંત નો સાર છે,
દુઃખ ના અંતે જાણવા યોગ્ય છે અને દેહના અંત કાળે જપવા યોગ્ય છે.
*
શ્રીકૃષ્ણરાધાવર ગોકુલેશ, ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ, ગોવિન્દ દામોદર માધવેતિ
હે જીભ ! તું હે શ્રીકૃષ્ણ ! હે રાધાવર ! હે ગોકુલેશ ! હે ગોપાલ ! હે ગોવર્ધનનાથ !
હે વિષ્ણુ ! હે ગોવિંદ ! હે દામોદર ! હે માધવ ! એ જ નામામૃતનું પાન કર ( જપ કરતી રહે )
*
જિહ્વે રસજ્ઞે મધુરપ્રિયા ત્વમ્ સત્યમ હિતમ્ ત્વમ પરમમ વદામિ
આવર્ણ્યેથા મધુરાક્ષરાણિ , ગોવિન્દ દામોદર માધવેતિ
રસોને જાણનારી હે જીભ ! તને મધૂર વસ્તુઓ પ્રિય છે. હું તારા હિત ની એક ઘાણી જ સુંદર અને સાચી વાત કરું છું.
તું નિરંતર હે ગોવિંદ ! હે દામોદર ! હે માધવ ! એ મધૂર નામોનું પુનરાવર્તન કર્યા કર.
*
ત્વમેવ યાચે મમ દેહિ જિહ્વે સમાગતે દંડ ધરે કૃતાંતે
વકતવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિન્દ દામોદર માધવેતિ
હે જીભ ! હું તારી પાસે યાચના કરું છું તે તું મને આપ. જ્યારે દંડપાણિ યમરાજ આ શરીરના અંતકાળે આવે
ત્યારે ભક્તિ પૂર્વક હે ગોવિંદ ! હે દામોદર ! હે માધવ ! એ મધૂર નામોનું ઊચ્ચારણ કરજે.
*
અગ્રેકરૂણામય પાંડવાનાં –દુ:શાસનેના હૃત વસ્ત્રકેશા
કૃષ્ણા તદાવોચદનન્યનાથા – ગોવિન્દ દામોદર માધવેતિ
*
શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વ મુર્તે શ્રી દેવકીનનદન દૈત્ય શત્રુ
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ, ગોવિન્દ દામોદર માધવેતિ
*
ગોપીપતે કંસરિપો મુકુન્દ, લક્ષ્મીપતે કેશવવાસુદેવ
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ- ગોવિન્દ દામોદર માધવેતિ
*
ગોવિન્દ માધવ સ્તોત્ર પ્રેમ સે પાઠ જો કરે
દામોદર દયા દાને સહજે ગોલોક સંચરે
ઇતિ શ્રીમંગલાચાર્ય વિરચિતમ શ્રી ગોવિન્દ દામોદર સ્તોત્રમ સમ્પૂર્ણમ્
***
*गोविन्द दामोदर स्तोत्रं*
करारविन्देन पदार्विन्दं, मुखार्विन्दे विनिवेशयन्तम्।
वटस्य पत्रस्य पुटेशयानं, बालं मुकुन्दं मनसा स्मरामि॥
श्री कृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव।
जिव्हे पिबस्वा मृतमेव देव, गोविन्द दामोदर माधवेति॥
विक्रेतुकामाखिल गोपकन्या, मुरारि पादार्पित चित्तवृतिः।
दध्यादिकं मोहावशादवोचद्, गोविन्द दामोदर माधवेति॥
गृहे-गृहे गोपवधू कदम्बा:, सर्वे मिलित्वा समवाप्ययोगम्।
पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति॥
सुखं शयाना निलये निजेऽपि, नामानि विष्णोः प्रवदन्तिमर्त्याः।
ते निश्चितं तन्मयतमां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति॥
जिह्वे दैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि।
समस्त भक्तार्ति विनाशनानि, गोविन्द दामोदर माधवेति॥
सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयम्।
देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति॥
जिह्वे रसज्ञे मधुरप्रिया त्वं, सत्यं हितं त्वां परमं वदामि।
आवर्णये त्वं मधुराक्षराणि, गोविन्द दामोदर माधवेति॥
त्वामेव याचे मन देहि जिह्वे, समागते दण्डधरे कृतान्ते।
वक्तव्यमेवं मधुरम सुभक्तया, गोविन्द दामोदर माधवेति॥
श्रीनाथ विश्वेश्वर विश्व मुर्ते श्री देवकीनन्दन दैत्य शत्रु ।
जिव्हे पिबस्वा मृतमेव देव, गोविन्द दामोदर माधवेति॥
श्री कृष्ण राधावर गोकुलेश, गोपाल गोवर्धन नाथ विष्णो।
जिह्वे पिबस्वा मृतमेवदेवं, गोविन्द दामोदर माधवेति॥
***
Shri Damodar Stotram
1) Kararavinde na padaravindam
Mukharavinde viniveshayantam
Vatasya patrasya pute shayanam
Balam Mukundam manasa smarami
I remember the infant Mukunda, Who sleeps inside a hollow Banyan leaf and Who by His lotus-hands, is putting His lotus-feet in His lotus-mouth.
2) Shri Krishna govinda hare murare
he natha narayana vasudeva
jihve pibasvamritam etad eva
govinda damodara madhaveti
“Shri Krishna! Govinda! Hari! Murari! O Lord, Narayana, Vasudeva!” O tongue, please drink only this nectar–”Govinda, Damodara, Madhava!”
3) vikretukama kila gopa-kanya
murari-padarpita-citta-vrittih
dadhyadikam mohavashad avocad
govinda damodara madhaveti
Though desiring to sell milk, dahi, butter, etc., the mind of a young gopi was so absorbed in the lotus feet of Krishna that instead of calling out “Milk for sale,” she bewilderedly said, “Govinda!”, Damodara!”, and “Madhava!”
4) grihe grihe gopa-vadhu-kadambah
sarve militva samavaya-yoge
punyani namani pathanti nityam
govinda damodara madhaveti
In house after house, groups of cowherd ladies gather on various occasions, and together they always chant the transcendental names of Krishna–”Govinda, Damodara, and Madhava.”
5) sukham shayana nilaye nije ‘pi
namani vishnoh pravadanti martyah
te nishcitam tanmayatam vrajanti
govinda damodara madhaveti
Even the ordinary mortals comfortably seated at home who chant the names of Vishnu, “Govinda, Damodara,” and “Madhava,” certainly attain (at least) the liberation of having a form similar to that of the Lord.
6) jihve sadaiva bhaja sundarani
namani krishnasya manoharani
samasta-bhaktarti-vinashanani
govinda damodara madhaveti
O my tongue, just always worship these beautiful, enchanting names of Krishna, “Govinda, Damodara,” and “Madhava,” which destroy all the obstacles of the devotees.
7) sukhavasane tv idam eva saram
duhkhavasane tv idam eva geyam
dehavasane tv idam eva japyam
govinda damodara madhaveti
This indeed is the essence (found) upon ceasing the affairs of mundane happiness. And this too is to be sung after the cessation of all sufferings. This alone is to be chanted at the time of death of one’s material body–”Govinda, Damodara, Madhava!”
8 ) shri krishna radhavara gokulesha
gopala govardhana-natha vishno
jihve pibasvamritam etad eva
govinda damodara madhaveti
O tongue, drink only this nectar (of the names), “Shri Krishna, dearmost of Shrimati Radharani, Lord of Gokula, Gopala, Lord of Govardhana, Vishnu, Govinda, Damodara,” and “Madhava.”
9) jihve rasajje madhura-priya tvam
satyam hitam tvam paramam vadami
avarnayetha madhurakaarani
govinda damodara madhaveti
O my tongue, you are fond of sweet things and are of discriminating taste; I tell you the highest truth, which is also the most beneficial. Please just recite these sweet syllables: “Govinda,” “Damodara,” and “Madhava.”
10) tvam eva yace mama dehi jihve
samagate danda-dhare kritante
vaktavyam evam madhuram su-bhaktya
govinda damodara mAdhaveti
O my tongue, I ask only this of you, that at my meeting the bearer of the sceptre of chastisement (Yamaraja), you will utter this sweet phrase with great devotion: “Govinda, Damodara, Madhava!”
11) shrinatha vishveshvara vishva-murte
shri devaki-nandana daitya-shatro
jihve pibasvamritam etad eva
govinda damodara madhaveti
“Shrinatha, Lord of the universe, form of the universe, beautiful son of Devaki, O enemy of the demons, Govinda, Damodara, Madhava!” O my tongue, just drink this nectar.
12) gopipate kamsa-ripo mukunda
lakshmipate keshava vasudeva
jihve pibasvamritam etad eva
govinda damodara madhaveti
“Lord of the gopis, enemy of Kamsa, Mukunda, husband of Lakshmidevi, Keshava, son of Vasudeva, Govinda, Damodara, Madhava!” O my tongue, just drink this nectar.
***
દરરોજ વાચુછુ અને સાભળ્યુંસુ મને આસુતી આવડી
ગયી તમારો આભાર જય રામ રામ