Home Blue

He Madhusudan…

જાપાનમાં થયેલી આ કુદરતી હોનારત વિશે વાંચીને .. અરેરાટી ભર્યાં દ્રષ્યો જોઈને સહુના હૈયાં દ્રવી ઉઠ્યાં છે .. !!

હોનારતમાં અકાળે મૄત્યુ પામેલ, એ દરેક જીવોના આત્માને શ્રદ્ધાંજલી…તથા હોનારતમાં ભોગ બનનાર અન્ય લોકોને હિમંત, મદદ અને રાહત મળે એવી પ્રાર્થના..!


***
આલ્બમ – બંસીધર
સ્વર – શ્રી આશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે મધુસુદન હે ગિરધારી, સાંભળ કાન્હા અરજી અમારી
ઈશ કૃપાળું દિન દયાળુ, આજ કસોટી છે આ તારી
જીવન નૌકા ડગમગ કરતી, ડોલી રહી છે ભવના દરિયે
કોઇ કિનારો દેખાતો ના, મધ દરિયામાં તુજને સ્મરીએ
જોજે ન ડૂબે નાવડી કાન્હા, આવી અમને લેજે ઉગારી..
ઈશ કૃપાળું દિન દયાળુ, આજ કસોટી છે આ તારી

મોહ માયા ને મમતા કેરા, ઘેરાયા છે વાદળ ઘેરાં
લોભ વમળ માં ઘુમરાયે છે, જનમ જનમ ના આંટા ફેરાં
આ દુનિયાના હે ઘડનારા, કેવી છે આ લીલા ન્યારી..!!
ઈશ કૃપાળું દિન દયાળુ, આજ કસોટી છે આ તારી

સાદ તુને છે દીધો મોહન, સાંભળશે તું છે મુજ આશા
યાદ તને છે કિધો માધવ, મોક્ષની છે કેવળ અભિલાષા
ગીતામાં આપ્યું છે વચન એ, યોગેશ્વર ના દેતો વિસારી…
ઈશ કૃપાળું દિન દયાળુ, આજ કસોટી છે આ તારી…!!

***

This entry was posted in Bhajan - ભજન, Others, Stuti - સ્તુતિ. Bookmark the permalink.

bottom musical line

12 Responses to He Madhusudan…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    જાપાનમાં આવેલા વિનાશક ભૂંકપ સુનામીમાં મૃતકોને શ્રંદ્ધાજલિ
    આ દુનિયાના હે ઘડનારા, કેવી છે આ લીલા ન્યારી..!!
    ઈશ કૃપાળું દિન દયાળુ, આજ કસોટી છે આ તારી

  2. કુદરતના કોપનો ભોગ બનેલા તમામ જીવોને શ્રીકૃષ્ણ નું શરણ મળે એજ પ્રાર્થના,
    અને બધી જ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી, પીડિતો સત્વરે બહાર આવી પુનઃ વિકાસના પંથે કાર્યરત બને એ અભ્યર્થના.
    જય શ્રી કૃષ્ણ

  3. harihar padhi says:

    nice collection of songs.

  4. Harish says:

    The horizon where sience and religion meets to mingle in one …
    Science says time travel is possible
    Religion says whatever u r observing today is a past and u are witness to it.
    This has already happend but reached u today and so looks as if happenning now.
    This is આ દુનિયાના હે ઘડનારા, કેવી છે આ લીલા ન્યારી

  5. harihar padhi says:

    Chetna ji, your selection of songs is superb

  6. Meena says:

    જાપાન માં વસેલા અન્ય મૃતું દહેલ જીવોને શ્ર્દાંજલિ

  7. ચેતનાબેન,

    જાપાનમાં બનેલ વિનાશક કુદરતી આપત્તિને ને કારણે અનેક જીવોએ પોતાના જીવ ગુમાવ્યા. તે સર્વે જીવોનાં આત્માઓને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ સાથે સદગતિ અર્પે તેમજ આ વિપત્તિમાંથી બહાર આવવાની સહ્ક્તી અર્પે એ જ પ્રાર્થના.

  8. Ketan Shah says:

    હોનારતમાં ભોગ બનનાર અન્ય લોકોને હિમંત, મદદ અને રાહત મળે એવી પ્રાર્થના..!
    જય શ્રી કૃષ્ણ

  9. Rajni Sudra says:

    પ્રભુ ની લીલા ન્યારી છે પરમકૃપાળુ ઈશ્વર પાસે એકજ પ્રાથના તમારે ચરણે આવેલ હર એક જીવને ચીર શાંતિ આપ જો .
    OM SHANTI SHANTI શાંતિ

    આવેલ હર એક
    jivne

  10. sapana says:

    ચેતનાબેન..ખુદા પાસે કોઇનું કાઇ ના ચાલે !!બસ તારું શરણ!!
    સપના

  11. Maheshchandra Naik says:

    પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના સૌ દિવંગત આત્માઓને ચીર શાંતિ પ્રદાન કરજો….અને પરિવારજનોને દુખ સહન કરવાની શક્તિ આપજો એ જ પ્રાર્થના ………