Home Blue

Govind Hari… ( શ્રદ્ધાંજલી )

shri-bhutsir4

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :

ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ: ॥

અમારા પૂજ્ય સર સ્વ. ધીરજલાલ પી. ભૂતને અંતઃકરણ પૂર્વક શ્રદ્ધાંજલી.. !!
જન્મ તારીખ :- ૯-૯-૧૯૪૮
સ્વર્ગવાસ :- ૨-૧૧-૨૦૧૧

એમની જીવન-ઝાંખી વાંચવા ” ગુરુવંદના ” પર ક્લિક કરો.

પરમ કૃપાળુ પરમાત્મા સદગતના પવિત્ર આત્માને શાંતી અર્પે તથા પરિવારને આ દુઃખ સહેવાની હિંમત આપે એવી પ્રાર્થના ..!
એક વાર તેઓશ્રી એ જ મને કહેલુ કે, ”જીવન એક સરિતા છે, તેના પ્રવાહને જુદાજુદા સ્વરૂપો, જુદીજુદી અવસ્થાઓ અને મર્યાદાઓ હોઈ શકે પરંતુ, ગતિશીલતા એ તેનો ધર્મ છે.. જીવનના કોઈ તબ્બકે સ્વજનોથી હજારો માઈલ દૂર જવું પડે, છતાં એ નજીક જ લાગે છે… જુઓ, ઋણાનુંબંધી પ્રેમને કોઈ અંતર નથી જ .. એટલે જ એ અલૌકિક કહેવાય છે ને? ”

અત્યારે આ શબ્દો યાદ આવે છે ને અશ્રુઓ વહી જાય છે.. તેઓ અનંત યાત્રાએ નીકળી ગયા પરંતુ ૠણાનુબંધ અમર રાખતા ગયા. એમના પવિત્ર વ્યક્તિત્વની મહેંક કાયમ પ્રસરેલી રહેશે…એમની આપેલી શિક્ષા અને સંસ્કાર એ જ તો અમારા જીવનની મુડી છે.. ! ગુરુ-શિષ્યાનું આ ઋણાનુબંધ સદાય અમર રહેશે..!

એમના આત્માની સદગતિ માટે પ્રાર્થના સહ આ ભજન ..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રીનિતીનભાઈ દેવકા, નિધીબેન ધોળકિયા.

ગોવિંદ હરી, ગોપાલ હરી, રાધે રાધે ગોવિંદા ગોપાલ હરી
ગોવિંદ ગાયે તો સબ દુઃખ જાયેગા, ગોપાલ ગાયે તો સબ સુખ પાયેગા
સુખ કે હૈ સબ સાથી, દુઃખમેં ના કોઈ, દુઃખમેં શ્રીનાથજીકો સાથ પાયેગા..!!

ગોવિંદ હરી, ગોપાલ હરી, રાધે રાધે ગોવિંદા ગોપાલ હરી
ગોવિંદ હરી, ગોપાલ હરી, રાધે રાધે ગોવિંદા ગોપાલ હરી..!!

હરી હરી જપે તો હર બાત બનેગી, રાધે રાધે જપે તો હર રાત જમેગી
બિગડી બનાયેંગે સદા શ્રીનાથજી, રાધે રાધે નામ સે સફલ ઝિંદગી…!!

ગોવિંદ હરી, ગોપાલ હરી, રાધે રાધે ગોવિંદા ગોપાલ હરી
ગોવિંદ હરી, ગોપાલ હરી, રાધે રાધે ગોવિંદા ગોપાલ હરી

***

This entry was posted in Bhajan - ભજન, Others. Bookmark the permalink.

bottom musical line

11 Responses to Govind Hari… ( શ્રદ્ધાંજલી )

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. neeta says:

    પ્રભુ એમના આત્મા ને પરમ શાંતિ આપે..અને એમના આશીર્વાદ સદા આપ રહે એ જ પ્રભુ પ્રાર્થના…

  2. pragnaju says:

    પરમક્રુપાળુ પરમાત્મા તેના આત્માને પરમ શાંતી આપે.
    હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીયે,
    શરણું મળે સાચું તમારું,એ હ્ર્દયથી માગીયે,
    જે જીવ આવ્યો આપ શરણે ચરણમા અપનાવજો,
    પરમાત્મા એ આત્માને શાંતી સાચી આપજો.

  3. Jatin says:

    પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રભુ ને પ્રાથના…

  4. vishwadeep says:

    પ્રભુ સદગત આત્માને પરમ શાંતા બક્ષે…એજ પ્રભુ પ્રાર્થના

  5. SEJAL says:

    પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે.

  6. Ketan Shah says:

    પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એવી પ્રાથના
    જય શ્રી કૃષ્ણ

  7. પરમકૃપાળુ પરમાત્મા ને એજ પ્રાર્થના કે સદગત આત્માને પરમ શાંતિ અર્પે…

    જય શ્રી કૃષ્ણ !

  8. જેમની સામે શિર સદા નત રહે તે ‘સર!’

  9. Dr.Chandravadan Mistry says:

    ..Chetu,
    Your “feelings” for your teacher noted.
    I saw the Photo and the “Details” of his Life & Seva.
    I was inspired & wrote some words as the below>>>>>

    ગુરૂ ધીરજલાલને ચંદ્રઅંજલી !

    શ્રી ધીરજલાલ પી. ભૂતને યાદ કરી,
    આજે હું તો એક ગુરૂજીને વંદન કરૂં !…..(ટેક)

    ફોટા સહીત નામ ધીરજલાલ જાણ્યું આજે,
    હશે પ્રભુપ્રરણા એવી કે ચેતનાના બ્લોગે મુજને લાવે,
    દર્શન એક સેવાબાવી માનવ કરતા, વંદન છે મારા !…….શ્રી ધીરજલાલ…(૧)

    ગોડંલ કોલેજના પ્રોફેસરપદે ૩૬ વર્ષ સફર કરનાર,
    ઉપલેટા, જુનાગઢ, જેતપુર, ધોવજી અમરેલી રાજકોટ કોલેજે સેવા આપનાર,
    એવા મહા ગુરૂજીને વંદન છે મારા !……..શ્રી ધીરજલાલ……….(૨)

    “પુજય સર”સ્વરૂપે બિરાજમાન હતા એ , ચેતના હ્રદયે,
    જાણી બ્લોગ પર, સર એવા છે આજે ચંદ્ર હ્રદયે,
    એવા્ અનેકના પ્યારા ગુરૂજીને વંદન છે મારા !…..શ્રી ધીરજલાલ…..(૩)

    દિવ્ય આત્માનો જન્મ હોય ૧૯૪૮ની સાલે,
    જે વતન કોરડા,સાગાણીની યાદ જ લાવે,
    એવા શિક્ષણ-પ્રેમી માનવીને વંદન છે મારા !…….શ્રી ધીરજલાલ….(૪)

    બીજી નવેમ્બરની ૨૦૧૧ની સાલ રહી,
    એ તો ધીરજલાલની અંતીમ ઘડી રહી,
    એવા સમયે, “શ્રધ્ધાજંલી”રૂપી વંદન છે મારા !……શ્રી ધીરજલાલ……(૫)

    કાવ્ય રચના…તારીખ નવેમ્બર,૩,૨૦૧૧ ચંદ્રવદન

    Please covey my Condolences to his Family if you have the Contact.
    Hope all well with you & your Family. –
    UNCLE.

  10. Gautam says:

    પૂજ્ય બાપુજી ની અશ્રુભીની વિદાય અસહ્ય છે પણ તેમનું સંઘર્ષપૂર્ણ જીવન સદાય ને માટે અમારા માટે પ્રેરણાદાયી બની રહ્યું છે. આ દુ:ખના સમયમાં સાથ આપવા બદલ આપ સૌનો આભાર…જય શ્રી કૃષ્ણ..શ્રી ચેતનાજી એ કહ્યું એમ એમની આપેલી શિક્ષા અને સંસ્કાર એ જ તો અમારા જીવનની મુડી છે.. …