Home Blue

Dhany Shri Yamuna…

એકાદશીનાં જયશ્રીકૃષ્ણ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રી અશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો
વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો

તમો મોટા છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી
અમને શરણે લેજો તાણી…ધન્ય શ્રી …

 

શ્રી વૃંદાવનની વાટમાં, ન્હાવું યમુનાજીના ઘાટમાં
વ્હાલે રાસ રમાડ્યા રાતમાં… ધન્ય શ્રી …

 

ચાલો તો થઈએ વ્રજ વાસી, પરિક્રમા કરીએ ચોરાસી
મારા જનમ મરણની ટળી ફાંસી… ધન્ય શ્રી …

 

પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા
વૈષ્ણવને લાભ ઘણો લેવા… ધન્ય શ્રી …

 

શ્રી ગોકુળ મથુરાની ગલીયો માં મહારાજ મુજને ત્યાં મળિયા
મારા સકળ મનોરથ સફળ થયા… ધન્ય શ્રી …

નંદજીનો વ્હાલો વનમાળી, કાલીન્દીને કાંઠે ધેનું ચારી
વ્હાલો હસી હસી અમ શું લે તાળી…ધન્ય શ્રી …

ચાલો તો શ્રી યમુના નાહીએ ,એવા અખંડ વ્રજવાસી થઈએ
એવી નૌતમ લીલા નિત્ય ગાઈએ… ધન્ય શ્રી ..

સખી સમરોને સારંગ પ્રાણી , વૈષ્ણવને વ્હાલી એ વાણી
એ લીલા હરિદાસે જાણી…ધન્ય શ્રી …

ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો
વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો ..!!

***

This entry was posted in Bhajan - ભજન, Dhol - ધોળ, Others, Stuti - સ્તુતિ. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Dhany Shri Yamuna…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. બહુ જ સુંદર કીર્તન છે.
    યમુના મહારાણીની શોભા વર્ણવી છે.
    જય શ્રી કૃષ્ણ

  2. harihar padhi says:

    another nice song…

  3. ધન્ય થવાયું. આભાર બહેના !

  4. bgujju says:

    સર્વેને એકાદશી ના જયશ્રીક્રીશ્ના ઘણું સરસ ગીત છે યમુનાજી નું સુન્દેર નિરૂપણ કર્યું છે ખુબ ખુબ અભિનંદન

  5. neetakotecha says:

    વાહ ખુબ ગમ્યું..

  6. Maheshchandra Naik says:

    યમુનાજીની યાત્રા કરાવવા બદલ આપનો આભાર…..જંયશ્રી કૃષ્ણ ………..

  7. યમુના મહારાણીનું કીર્તન સાંભળીને જ ધન્યાતા અનુભવી.

    આભાર !

  8. Narendra shah says:

    અતિ સુંદર મન હળવું થઇ ગયું !!!!

  9. naresh k.dodia says:

    ખુબ જ સુંદર રીતે સ્વરબધ્ધ થયેલી રચના…ખૂબ સરસ…આમે પણ આશિતભાઇનો અમુક રચનાઓમાં આગવો ટચ જોવા મળે છે…..

    શ્રી ગોકુળ મથુરાની ગલીયો માં મહારાજ મુજને ત્યાં મળિયા
    મારા સકળ મનોરથ સફળ થયા… ધન્ય શ્રી …

    નંદજીનો વ્હાલો વનમાળી, કાલીન્દીને કાંઠે ધેનું ચારી
    વ્હાલો હસી હસી અમ શું લે તાળી…ધન્ય શ્રી …

    ચાલો તો શ્રી યમુના નાહીએ ,એવા અખંડ વ્રજવાસી થઈએ
    એવી નૌતમ લીલા નિત્ય ગાઈએ… ધન્ય શ્રી .