Home Blue

Bhakti karta…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ કળિયુગમાં માનવીને ક્યાંય શાંતિ નથી .. એક પ્રભુનો જ સહારો છે.. પ્રભુ ભક્તિ જ માનવીને ઉગારી શકે છે.. આપણે ઇશ્વર પાસે ઘણુ માંગીએ છીએ .. માનવીની કંઇ ને કંઇ પામવાની ઝંખના મનને અશાંત કરી મુકે છે .. પરંતુ જો ઇશ્વરને પામવાની ઝંખના પ્રબળ બને તો જન્મોજન્મનાં ફેરા ટળે… તો આવો, આજના સત્સંગમાં પ્રભુ પાસે ભક્તિ કરવાની શક્તિ માંગીએ…જીવનભર ભક્તિમાર્ગે ચલવાની રાહ માંગીએ…પ્રભુનો સાથ માંગીએ…!!

***

ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ પ્રભુ એવું માંગુ રે

રહે જન્મોજનમ તારો સાથ પ્રભુ એવું માંગુ રે

તારું મુખડું મનોહર હું જોયાં કરું,
રાતદિન કિર્તન તારાં ગાયા કરું,
અંત સમયે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ રે… ભક્તિ કરતાં…

મારા અવગુણ ચિત્ત ધરશો નહીં,
મારી આશા નિરાશા કરશો નહીં,
શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુ એવું માંગુ રે … ભક્તિ કરતાં…

મારાં તાપને આપ સમાવી દેજો,
નાના બાળને દાસ બનાવી લેજો,
દેજો આવીને દર્શન દાન, પ્રભુ એવું માંગુ રે … ભક્તિ કરતાં…

તારી આશાએ પ્રભુ હું તો જીવી રહ્યો,
તને મળવાને પ્રભુ હું તો તરસી રહ્યો,
મારી કોમળ કાયા ના કરમાય, પ્રભુ એવું માંગુ રે … ભક્તિ કરતાં…

મારાં ભવોભવનાં પાપો દૂર કરો,
મારી અરજી પ્રભુજી હૈયે ધરો,
મને રાખજે તારી પાસ, પ્રભુ એવું માંગુ રે
તું રહેજે ભવોભવ સાથ, પ્રભુ એવું માંગુ રે … ભક્તિ કરતાં…

***

This entry was posted in Bhajan - ભજન, Others, Stuti - સ્તુતિ. Bookmark the permalink.

bottom musical line

13 Responses to Bhakti karta…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. આ ભજન સાંભળું છું ત્યારે સદા માતા-પિતાની યાદ વધુ તાજી થાય છે. ધન્યવાદ !

  2. sneha h patel says:

    વાહ…બહુ જ સરસ ભજાન ચેતુ દીદી…થેન્ક્સ.

  3. sneha h patel says:

    વાહ…બહુ જ સરસ ભજન ચેતુ દીદી…થેન્ક્સ.

  4. સુરેશ જાની says:

    શુદ્ધાત્મા તો સદૈવ શાંતિમાં જ હોય છે. મહોરાંને આ બધાંની જરૂર હોય છે – એ ફગાવી દો અને એ હાજરા હજૂર !

  5. જીવનના સનાતન સત્યની વાત કહેતું સુંદર ભજન.

  6. વાહ બહેના !જીવનની ઈચ્છા પૂરી કરાવવાનું
    એકમાત્ર સાધન પ્રાર્થના ! મારા માટે તો કામની ..
    આભાર માનું કે ?

  7. ખુબ સુંદર ભાવોથી સભર ભજન. ખાસ કરીને અંતસમયના ઉલ્લેખને લીધે વધુ સ્પર્શે….ભક્તિ કરતાં પ્રાણ છૂટે એવી દરેકની કામના હોય છે. પણ અંતઃકાળે ભક્તિ અને ઈશ્વરનું નામ મુખ પર ભાગ્યે જ આવે છે કારણ અપવાદને બાદ કરતાં, આખું જીવન જેવું ગયું હોય તેવો જ અંત થાય છે. એથી ખરેખર તો આખું જીવન જ ઉત્તમ રીતે જીવવાની અને પ્રભુને ભજવાની જરૂર છે ….

  8. સરસ ભાવ-અભિવ્યક્તિ.
    આજનો માણસ અશાંતપણે ખુદને અસુરક્ષિત અનુભવી રહ્યો હોય તો એનું એકમાત્ર કારણ એજ કે,ખુદથી જ વિમુખ થઈ રહ્યો છે….!
    પેલા કસ્તુરીમૃગ જેવું…!!!

  9. ANANT DOSHI says:

    ખુબ જ સરસ માર્ગદર્શન આપો છો, મારી પાસે શ્રી સૂક્તમ ગુજરાતી સરળ ફોન્ટ માં ટાઇપ કરેલ છે, જે તમારા આઈડી પર મોકલી આપીશ તમારી વેબ્સાઈટ ધ્વારા લોકો ને મોકલજો, જેથી લોકોને સરળતા થી તેની પ્રાપ્તિ થાય

  10. Mahehshchnadra Naik says:

    સરસ ભજન, માતા-પિતાના ઋણમાંથી મુક્ત થવાતું જ નથી , ખુબ જ ભાવવાહી રીતે સ્વરબદ્ધ થયેલું છે એટલે વિશેષ આનદ થઇ ગયો, આભાર……………….

  11. Dharmendra Gohel says:

    અતિ આનંદ થયો, પ્રભુ ની નિકટ પહોચીયા ની અનુભૂતિ કરાવી.

  12. jyoti says:

    આ ભજન સાંભળી ને મન માં ખૂબ શાંતિ થાય છે. અને બધી ચિંતા દૂર થાય છે.