Author Archives: Chetu

પ્રણય કવન…

Posted on by Chetu | Leave a comment

Incredible-water-fountain-400x400 (1)

હૃદય હરદમ તને પૂજે, સજન મારા, સખા મારા

ઝબોળી મેં પ્રણયમાં, લાગણી ભીની ધરેલી છે

આજે આપની સમક્ષ પ્રસ્તુત કરી રહી છું, મારી લખેલી પહેલી ગઝલ. મિત્રો, સમન્વય વિષે તો આપ સહુ જાણો જ છો કે, સાહિત્ય અને બ્લોગ જગતમાં મારું પદાર્પણ ૨૩ ઑક્ટોબર ૨૦૦૬ના રોજ થયું,ત્યારે શ્રીજી અને સૂર સરગમ નામના બ્લોગ્સથી શરુઆત કરી.ત્યાર બાદ ૧૦ નવેમ્બર ૨૦૦૭ના રોજ અનોખુંબંધન નામનો બ્લોગ પણ લખવાનો શરુ કર્યો.. અને બસ .. વાંચક મિત્રો, શ્રોતા મિત્રો અને વૈષ્ણવ મિત્રોના સુંદર પ્રતિસાદ, પ્રોત્સાહન અને પ્રેરણા દ્વારા ૩ વરસ સુધી સફળતા પૂર્વક બ્લોગિંગ કર્યું, અને ૨૯ફેબૃઆરી ૨૦૦૯ મારા પૂજ્ય મમ્મીનાં જન્મદિને સમન્વય એક સ્વતંત્ર વેબસાઈટ તરીકે આપની સમક્ષ.. Continue reading

...Continue Reading

Wadiya Mera Daman…

Posted on by Chetu | Leave a comment

{ ખાસ નોંધ ઃ કોઇ પણ ગીતનાં સંગીત અને સ્વર-માધુર્યને માણવા માટે, હેડફોન કે ઈયરફોન આવશ્યક છે. }

ફિલ્મ અભિલાષાના આ પ્રખ્યાત ગીતનાં બે સોલો વર્ઝન છે, રફીજી તથા લતાજીના સ્વરમાં, જેને અમે યુગલગીત બનાવીને અહીં પ્રસ્તુત કર્યુ છે. રફીજીના પાર્ટમાં સ્વર આપ્યો છે, મિત્ર જતિન આર્યએ તથા સ્વિટ્ઝર્લેન્ડ તથા સ્કોટલેન્ડનાં નયનરમ્ય દ્રશ્યો, કેમેરામાં કંડારીને ઑડીઓ – વિડીયો, એડીટ પણ એમણે જ કરેલ છે…!
Continue reading

...Continue Reading

Tum bin jau kaha…

Posted on by Chetu | 2 Comments

ફિલ્મ – પ્યાર કા મૌસમ (૧૯૬૯) સંગીત – આર.ડી. બર્મન શબ્દો – મજરૂહ સુલ્તાનપુરી … [Audio clip: view full post to listen] મિત્રો, મારા અતિપ્રિય આ ગીતનાં ૩ મેલ વર્ઝન હતાં, અને સ્વર આપેલો સ્વ.રફીજી અને સ્વ. કિશોરદાએ. આ ગીતનાં … Continue reading

...Continue Reading

સંબંધ…

Posted on by Chetu | Leave a comment

people_in_nature_1680x1050

સંબંધો વાર્તા જેવા હોય છે. અમુક લઘુકથા છે, અમુક ટૂંકી વાર્તા છે, અમુક નવલિકા છે, અમુક નવલકથા જેવા હોય છે અને અમુક મહાકાવ્ય જેવા. દરેક સંબંધ લાંબા હોય એ જરૂરી નથી. આમ છતાં દરેકનું એક મહત્ત્વ છે, દરેકનું એક માહાત્મ્ય છે, દરેકની એક સંવેદના છે અને દરેકનું એક સત્ય છે. જ્યાં સુધી જે છે એને જીવી લેવું એ જ સંબંધની સાર્થકતા છે. દરેક સંબંધને પૂરી રીતે જીવી લો, કારણ કે એ ક્યારે ખતમ થઈ જશે એ ખબર હોતી નથી. કોલેજ બદલે, નોકરી બદલે, શહેર બદલે અને જિંદગી બદલે ત્યારે કેટલું બધું પાછળ છૂટી જતું હોય છે? દરેક સંબંધ ખરાબ રીતે જ પૂરા થાય એ જરૂરી નથી. કેટલાંક સંબંધનો અંત નેચરલ હોય છે અને કેટલાંકનો એન્ડ એક્સિડેન્ટલ. Continue reading

...Continue Reading

So Gaya Ye Jahan…

Posted on by Chetu | Leave a comment

આજે પ્રસ્તુત છે અમારા સ્વરતરંગ વૃંદનું આ નજરાણું.. ફિલ્મ તેઝાબ (૧૯૮૮)નાં આ ગીતનાં રચયિતા છે જાવેદ અખ્તર તથા સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ તેમજ આ ગીતનાં મુળ ગાયકો છે નિતિન મુકેશ, અલ્કા, તથા શબ્બીરકુમાર ..
અહીં સૂર રેલાવ્યા છે અનુક્રમે જતીનભાઈ, નિકીતા તથા પ્રકાશજીએ….! સેકસોફોન, બંસરી, ડ્રમ્સ, ઈત્યાદિ વાજીંત્રોનાં સમન્વય દ્વારા બનેલી સુંદર મજાની તર્જ પર, આ મિત્રોએ મધુરા સ્વરમાં શબ્દોને અનુરૂપ ભાવ વહાવ્યો છે. Continue reading

...Continue Reading

ૐ શાંતિ…!

Posted on by Chetu | 1 Comment

1506526_10153732301040246_158650879_n

મિત્રો, હમણા સંજોગ વશાત સમન્વયથી સાવ અલિપ્ત રહેવાયું .. આ દરમ્યાન અનેક ઘટનાઓ ઘટી .. જેમાં એક તો ગુજરાતી સાહિત્ય અને બ્લોગજગત ને મોટી ખોટ પડી છે .. સમન્વય અને બીજા અનેક બ્લોગ્સનું ઉદભવ સ્થાન અને પ્રેરણા રૂપ રીડ ગુજરાતીનાં યુવા સર્જક મૃગેશભાઈ શ્રીજીચરણ પામ્યા છે. માન્યામાં ના આવે એવી આ ઘટના .. રીડ ગુજરાતીની સફર ને અધુરી મૂકી અનંત સફરે ચાલી નીકળ્યા મૃગેશ ભાઈ કે જેઓ અનેક બ્લોગર્સ માટે પ્રેરક બળ હતા તેમનો સરળ ને નિખાલસ સ્વાભાવ એમની આગવી ઓળખ હતો એમની લાગણી આજે બધાની આંખો ભીંજવી ગઈ ..ઈશ્વર એમના આત્માને ને શાંતિ અર્પે એવી પ્રાર્થના. ૐ શાંતિ…! Continue reading

...Continue Reading

Shri Yamunaji Sahastra-Nam…

Posted on by Chetu | 5 Comments

rendered_local_roE8-23H_0

ઝાર ખંડથી વ્રજમાં પધારેલા શ્રીવલ્લભને, શ્રીયમુનાજીએ, ગોવિંદ ઘાટ અને ઠાકુરાનીઘાટ વિષેની વિભિન્નતા બતાવી .. ત્યારે શ્રી વલ્લભે યમુનાષ્ટકની રચના કરી પરંતુ, વેદોએ યમુનાજીના હજારો નામ બતાવ્યાં છે. આ નામ ઉપર અનેક ઉપનિષદોએ વિવિધ કારણ રજુ કર્યા છે, અને આપણા બધા જ વલ્લભ વૈષ્ણવાચાર્યો અને અન્ય માર્ગીય વૈષ્ણવાચાર્યોએ વિવિધ ટીકાઓ રજુ કરી છે. અહીં શ્રી વલ્લભના આશીર્વાદથી, અમે એ પ્રયત્ન કરી રહ્યાં છીએ કે આપને યમુનાજીના વિવિધ નામ, ગુણ, લીલા અને રૂપ તે વિષે સવિસ્તૃત જાણાવા મળે પરંતુ શ્રી યમુનાજીના આ સહસ્ત્ર નામને પત્ર રૂપે લખવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે અમારા માટે દરેક વાચક, એ વૈષ્ણવ મિત્ર છે. અને આ મિત્રો અહીં સખીઓ અને સખાઓ રૂપે છે… Continue reading

...Continue Reading

Chal Akela…

Posted on by Chetu | 2 Comments

walking-alone

આ ગીત, એક ગુજરાતી ગીત એક્લો જાને રે .. ની યાદ અપાવે છે, જીવનમાં નાસીપાસ થયેલ કોઇ વ્યક્તિને સુંદર શબ્દોથી ઉપદેશ આપી જીવન જીવવા પ્રોત્સાહન આપી, હકારાત્મક વલણ અપનાવી લક્ષ્ય સાધવા કહ્યું છે.. સાથે જ મુકેશજી ના મધુરા સ્વરથી અને સુંદર સંગીતથી ગીત કર્ણપ્રિય બન્યું છે..!! Continue reading

...Continue Reading

જિંદગી અને ખુશી…

Posted on by Chetu | Leave a comment

આનંદ, ખુશી, મજા, ઉત્સાહ અને પ્રેરણા પ્લાનિંગથી નથી મળતાં…જિંદગી ક્ષણોનો રોમાંચ છે. રોમાંચક ક્ષણોને તમે પકડી શકો છો? Continue reading

...Continue Reading

Mera Antar ek Mandir…

Posted on by Chetu | 8 Comments

images (16)

કદાચ આ જ છે પૂર્ણ પ્રેમની અનુભૂતિ ..! જ્યાં મન મંદિરમાં પ્રિયતમને આરાધ્ય દેવ માનીને જીવન તેને અર્પણ કરી મનમાં સદાય પૂજતા રહેવું ..!!. પ્રિયતમને પામવું એટલે પરમ તત્વને પામી જઈ સંતુષ્ટ થઈ જવું ..!! [ સંગીત ચાહે ગમે તેવું … Continue reading

...Continue Reading