Author Archives: Chetu

Dev shayani Ekadashi…

Posted on by Chetu | Leave a comment

હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ વર્ષે તિથી પ્રમાણે દેવશયની એકાદશી 15 જુલાઈએ આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધી પણ દર્શાવવામાં આવી છે.

દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારશથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે. દેવશયની એકાદશીની કથા… Continue reading

...Continue Reading

Nirjala Ekadashi…

Posted on by Chetu | 2 Comments

નિર્જળા એકાદશી(ભીમ અગિયારસ) – કરવાથી , 100 પેઢીઓને મળશે પરમધામ ..જેઠ મહિનાની અંદર આવતી અજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નૈવેધમાં કેરી ધરાવવી અને તેનો પ્રસાદ જમવો.આ અગિયારસને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે.પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું. ભીમને એમ કહેવાયું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી પ્રાર્થના કરો. આ દિવસે આમ્રફળ (આંબામાંથી ઉત્પન્ન થતું ફળ) ભગવાન વિષ્ણુને ધરવું. વિષ્ણુ સહષ્ત્રસ્તોત્રમ્ નો પાઠ કરવો અને બાર અક્ષરનો મંત્ર ‘‘દ્વાદશ અક્ષર મંત્ર

* ૐ નમો ભગવતે વાસુદેવાય * આ મૂળ મંત્રનો પાઠ કરવો… Continue reading

...Continue Reading

કોઈ દિ આનંદની હેલી…

Posted on by Chetu | 2 Comments

13178851_1709646195950604_5970721911321160599_n

શ્રદ્ધા હોડી લઇ હાલો ભાઈ, હેતનું હલેસું હાથે,

હરિ નામ લઇ હાલે રાખો, કોઈ આવે ના આવે સંગાથે.

ઉપર વાળો અલખ ધણી, ધરમ કરમ તોલે.

જ બારણા બંધ કરે અને એ જ બારી કોઈ ખોલે,

એનો વહેવાર ભાઈ ગજબ એનો કારોબાર રે…
Continue reading

...Continue Reading

Jeena Jeena…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

મિત્રો, આજે એક નવું ગીત ગાવાનો પ્રયાસ કરેલ છે..ફિલ્મ બદલાપૂરનું ગીત અરિજીત સિંઘના સ્વરમાં ગવાયેલું છે.
પરંતુ આ ગીતની સરગમ અને શબ્દો મનને સ્પર્શી ગયાં અને મેં આ ગીતનું ફિમેલ વર્ઝન બનાવી ગાવાની કોશીશ કરી છે.
વિડિયો મિક્ષ મેં કરેલ છે અને ઓડિયો મિક્ષ કર્યું છે, સ્વરતરંગ મિત્ર જતીન આર્યએ.
એક નમ્ર સૂચન છે કે, જો સંગીતને માણવુ હોય તો હેડફોન કે ઇયરફોન દ્વારા જ સાંભળવું આાવશ્યક છે.!..
Continue reading

...Continue Reading

Sanskar world…

Posted on by Chetu | Leave a comment

તમે બાંસુરીની રોલર કોસ્ટર જોઈ છે ?

તમે ગોવર્ધન પર્વત પર બેઠા હો, અને ભગવાન શ્રીકૃષ્ણ પર્વત ઉપર ઉઠાવે અને જગતનાં દર્શન કરાવે તો ?

તમને નાગદમનની રાઇડમાં બેસવા મળે તો ?

ટ્રેનમાં બેસીને મિની વ્રજમાં ફરવા મળે તો ?

આવું વાંચીને રોમાંચ થઈ ગયોને ? તો જરા વિચારો, જ્યારે આવી રાઇડમાં બેસી રોમાંચ માણતાં માણતાં ટેક્નૉલૉજીના માધ્યમથી, શ્રીકૃષ્ણ ભગવાનની સંસ્કૃતિને જાણવાનો લહાવો મળે, ત્યારે તમને કેવી આધ્યાત્મિક અનુભૂતિ થશે ?…

Continue reading

...Continue Reading

Darshan – Aath sama…

Posted on by Chetu | 5 Comments

શ્રીઠાકોરજીનાં દર્શનનું માહાત્મ્ય અનેરું છે.. આઠે સમાના દર્શન અલગ સ્વરૂપમાં હોય છે..શ્રીજીના વિવિધ સ્વરૂપના દર્શન કરીને જીવ શ્રીજીના શરણે જાય છે..!

***

પુષ્ટિ સંપ્રદાયમાં આઠ પ્રહરની અષ્ટયામ સેવા (સવારે ‘મંગળા’થી રાત્રે ‘શયન’ સુધીનાં આઠ દર્શન)

શ્રીઠાકોરજીનાં દર્શનનું માહાત્મ્ય અનેરું છે.. આઠે સમાના દર્શન અલગ સ્વરૂપમાં હોય છે..શ્રીજીના વિવિધ સ્વરૂપના દર્શન કરીને જીવ શ્રીજીના શરણે જાય છે..!
પુષ્ટિ સંપ્રદાયના પરમ આરાઘ્ય નંદ-નંદન શ્રીકૃષ્ણ સાક્ષાત્ પરબ્રહ્મ છે.  તેથી આ સંપ્રદાયની મુખ્ય પીઠ શ્રીનાથદ્વારામાં તથા દેશ-વિદેશની બધી પુષ્ટિ માર્ગી હવેલીઓ અને મંદિરોમાં સવારથી સાંજ સુધીના આઠ પ્રહરની જે અષ્ટયામ સેવા (મંગળા, શ્રૃંગાર, ગોવાળ, રાજભોગ, ઉત્થાપન, સંઘ્યાભોગ, સંઘ્યા આરતી અને શયન) થાય છે તે તમામ દિનચર્યા બાલકૃષ્ણની લીલાઓને ઘ્યાનમાં રાખીને બાળકની વિભાવનાથી કરવામાં આવે છે. Continue reading

...Continue Reading

Isharo Isharo me…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

આજે સમન્વય અને મમ્મીનાં જન્મદિને પ્રસ્તુત છે, એમનુ એક્દમ પ્રિય ગીત..! ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ નું આ ગીત રફીજી તથા આશાજી એ ગાયેલું.. બચપણમાં ઘણી વાર આ ગીત મમ્મીનાં મધૂર સ્વરમાં સાંભળેલ. આજે મેં પણ ગાવાની કોશીશ કરી છે અને જેમાં મને સાથ આપ્યો છે સ્વરતરંગ મિત્ર શ્રીઆનિલભાઈ રાઉતે, જેઓ સારા ગીટાર પ્લેયર પણ છે. ગીતનું ઓડિયો મિક્ષ નિકીતા શાહ રાઉતે કરેલ છે જયારે વિડીયો મિક્ષ મેં કર્યું છે.!.

Continue reading

...Continue Reading

મારી માં…

Posted on by Chetu | 14 Comments

    અત્યારે મમ્મીનાં જન્મદિને ફિલ્મ “તારે ઝમીન પર”નું આ ગીત મારા સ્વરમાં એમને તથા દુનિયાની દરેક માં ને અર્પણ ‘ માં ‘ જેવું કોઈ થયું નથી ને થશે પણ નહી…ઘણી વાર સંજોગો વસાત, માં એ બાળક માટે કઠોર નિર્ણય લેવો પડે છે.. મમતાની વિરુદ્ધ જવું પડે છે ત્યારે બાળક મન આ સંજોગોને સમજી શકતું નથી અને મનમાં કઈ કેટલાયે સવાલ ઉઠે છે કે મારી માં આવું કેમ કરી જ શકે ??.. મનમાં મુઝવણ અનુભવતા બાળકની વેદના આ ગીતમાં રજુ થઇ છે..!!

મેં આ ગીતનું ફિમેલ વર્ઝન બનાવ્યું છે, આશા છે આપને ગમશે !!!

માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ, હંમેશા પોતીકો. ગર્ભમાં અબોલી નાજુક આહટથી લઈને નવજાતના ગુલાબી અવતરણ સુધી, માસૂમ કિલકારીઓથી લઈને કડવા નિર્મમ બોલ સુધી, માં માતૃત્વની કેટલી પરિભાષાઓ રચે છે. સ્નેહ, ત્યાગ, ઔદાર્ય અને સહનશીલતાના કેટલા આદર્શો રચે છે ? કોણ જુએ છે ? કોણ ગણે છે ? અને ગણે પણ કેવી રીતે ? ઋણ આભાર, કૃતજ્ઞતા જેવા શબ્દોથી બીજાઓને સન્માનિત કરી શકાય. માં તો આપણી જ હોય છે, ઈશ્વરનુ બીજુ રૂપ, ઈશ્વરને તો પૂજવા જ જોઈએ.

Continue reading

...Continue Reading

શું લખું ?…

Posted on by Chetu | Leave a comment

કરું સ્યાહી,
ઝળકે જેમાંથી
પારદર્શકતા લાગણીની …
ગુલાબની પાંખડીઓ પર
લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે… Continue reading

...Continue Reading

Ye Raate Ye Mausam…(સૂર-સાધના)

Posted on by Chetu | 4 Comments

મિત્રો, આ સુંદર મજાનું નું યુગલ ગીત ફિલ્મ ‘ દિલ્હી કા ઠગ ‘ નું છે. જેના મૂળ ગાયક કલાકારો છે કિશોર દા અને આશાજી..

અમે ગીત માં સ્વર આપી યથા યોગ્ય કોશિશ કરી છે,

ઓડિયો રૂપાંતર જતીનભાઈ એ તથા વિડીયો રૂપાંતર મેં કરેલ છે , આશા છે આપને ગમશે … Continue reading

...Continue Reading