Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
( આ અંજલી ગીત મારા સ્વ. પૂજ્ય મોટાબાપુજીને અત્યંત પ્રિય હતું, જ્યારે પણ આ ગીતનું શ્રવણ કરીએ કે તેઓની છબી નજર સમક્ષ આવી જાય…! )
આપણા દેશમાં જુદા જુદા સ્થળોએ આતંકવાદી હુમલાઓ થયા અને ના જાણે કેટલાંયે નિ:ર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા – રક્ષકો શહીદ થયાં… ગઇ કાલની દુ:ખદ ઘટનાથી તો હૃદય હચમચી ગયું છે…! ભલે આપણે કોઇ માટે કશું જ ના કરી શકીએ પણ પરમાત્માને પ્રાર્થના તો જરૂર કરી શકીએ..કે.. હે પ્રભુ, આતંકવાદીઓ ને સદબુદ્ધિ આપો – સહુનું કલ્યાણ કરો .. અને જે જીવો વિના કારણે હોમાઇ ગયાં એમને શરણમાં લઇને સદગતિ આપો ..!!
આ અંજલી ગીત થી સદગતોને શ્રધ્ધાંજલિ…!!
હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ
શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ
જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…
વળી કર્મના યોગે કરી, જે કૂળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી,આપની ભક્તિ કરે
આ લખ ચોરાસી બંધનોને, લક્ષ માં લઇ કાપજો ..
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!
સુસંપતિ, સુવિચાર ને સત્કર્મનો દઇ વારસો
જન્મોજનમ સત્સંગથી, કિરતાર પાર ઉતારજો
આલોક ને પરલોકમાં, તવ પ્રેમ રગ રગ વ્યાપજો..
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં, આશા ઉરે એવી નથી
દ્યો દેહ દુર્લભ માનવીનો, ભજન કરવા ભાવથી
સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો …
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…!
હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ
શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ
જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!
*
15 Responses to Anjali geet…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments